આપને નોકરી પર શા માટે રાખવા જોઈએ? Job Interview માટે સાંભળો બિલ ગેટ્સની સલાહ

Job Interviewમાં પૂછવામાં આવતા સવાલોના જવાબ આપતા પહેલાં તેની પાછળનું મહત્વ સમજવાની જરૂર છે. જો આપ તે સમજી જાઓ છો કે આપને આ સવાલ શા માટે પૂછવામાં આવ્યો છે? તો ન માત્ર આપને જવાબ આપવામાં સરળતા રહેશે, પરંતુ નોકરી મળવાનાં ચાન્સ પણ વધી જશે.

0
128
Job Interview
Job Interview

Job Interviewમાં પૂછવામાં આવતા સવાલોના જવાબ આપતા પહેલાં તેની પાછળનું મહત્વ સમજવાની જરૂર છે. જો આપ તે સમજી જાઓ છો કે આપને આ સવાલ શા માટે પૂછવામાં આવ્યો છે? તો ન માત્ર આપને જવાબ આપવામાં સરળતા રહેશે, પરંતુ નોકરી મળવાનાં ચાન્સ પણ વધી જશે.

ઉજ્જવલ ભવિષ્ય

અમારે આપને નોકરી પર શા માટે રાખવા જોઈએ? ઘણીવાર Job Interviewમાં આ સવાલ યુવાઓને મૂંઝવણમાં મૂકી દે છે. સારી રીતે તૈયારી કરવા છતાં પણ આવા સવાલો યુવાનોને વિચારતા કરી મૂકે છે. દુનિયાનાં સૌથી અમીર લોકોમાંથી એક માઇક્રોસોફ્ટનાં કો-ફાઉન્ડર બિલ ગેટ્સે યુવાનોની આ સૌથી મોટી મુશ્કેલીને સોલ્વ કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે, જોબ ઇન્ટરવ્યૂ સમય આ સવાલનું મહત્વ કેટલું છે અને યુવાનોએ તેનો જવાબ કેવી રીતે આપવો જોઈએ?

Job Interview
Job Interviewમાં પૂછવામાં આવતા સવાલોના જવાબ આપતા પહેલાં તેની પાછળનું મહત્વ સમજવાની જરૂર છે. જો આપ તે સમજી જાઓ છો કે આપને આ સવાલ શા માટે પૂછવામાં આવ્યો છે? તો ન માત્ર આપને જવાબ આપવામાં સરળતા રહેશે, પરંતુ નોકરી મળવાનાં ચાન્સ પણ વધી જશે.

પોતાની લાઇફમાં અસંખ્ય યુવાનોનાં Job Interviewલઈ ચૂકેલાં બિલ ગેટ્સનું માનવું છે કે, ટેકનિકલ નોલેજ અને સ્કિલ્સ ખૂબજ મહત્વ ધરાવે છે. પરંતુ જે રીતે આ પ્રકારનાં ઉમેદવારો પોતાની પ્રેરણા, યોગ્યતા, ક્ષમતા અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સને ઇન્ટરવ્યૂ પેનલની સામે રાખે છે, તે ખૂબજ અસર કરે છે.

વાસ્તવમાં, બિલ ગેટ્સે 2020માં એનબીએ સ્ટાર સ્ટીફન કરીનાં યૂટ્યૂબ શો સ્ટેટ ઓફ ઇન્સ્પિરેશનમાં એક કોલેજ ડ્રોપઆઉટ યુવાનનો રોલ પ્લે કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જો તેઓ માઇક્રોસોફ્ટમાં પહેલીવાર ઇન્ટરવ્યૂ આપવા જાત, તો તેઓ કઈ રીતે પોતાની જાતને રજૂ કરતા. ત્યારે તેમણે જણાવ્યું કે, કઈ રીતે યુવાનો આ પ્રકારનાં સવાલોથી મૂંઝાઈ જાય છે અને તેનો જવાબ કેવી રીતે આપવો જોઈએ?

અમે આપને નોકરી પર શા માટે રાખીએ? આ સવાલનો યોગ્ય ઉત્તર શું આપવો?

ઘણીવાર Job Interviewમાં આ સવાલ પૂછવા પર ઉમેદવાર પોતાની બડાઈ કરવાનું શરૂ કરી દે છે, અને ત્યાં જ તે ખોટું કરી રહ્યો હોય છે. બિલ ગેટ્સનું માનવું છે કે, આ સવાલ આપની બડાઈ કરવા માટે નહીં, પરંતુ આપનું મહત્વ સમજાવવા માટેની એક તક આપે છે. જો આ સવાલ આપને કરવામાં આવ્યો છે તો હાયરિંગ મેનેજર માત્ર આપની સિદ્ધિઓનું લિસ્ટ નથી જોવા માંગતો, પરંતુ તે આપની લાયકાત અને વિચારોને ચકાસવા માંગે છે, જે આગળ જતાં કંપનીનાં કામમાં આવી શકે.

એક રિપોર્ટ પ્રમાણે, ‘હું ખૂબજ મહેનત કરું છું.’ અથવા તો ‘હું ટીમ સાથે મળીને સારું કામ કરી શકું છું.’ જેવા ગોળગોળ જવાબ આપવાને બદલે, બિલ ગેટ્સ સલાહ આપે છે કે આપે પોતાના જવાબોને એ રીતે તૈયાર કરવા જોઈએ કે, જેમાં એ ગુણો દર્શાવવામાં આવે જે નોકરી આપનાર કંપનીની જરૂરિયાત છે.

દા.ત. જો કોઈ હોદ્દા માટે કાંઈ નવીન કરવાની જરૂરિયાત છે, તો કોઈ ઉમેદવાર તે સમયે જણાવી શકે છે કે, અગાઉ પણ તેણે કેવી રીતે પોતાની બુદ્ધિક્ષમતાથી મુસીબતોનો રસ્તો કાઢ્યો હતો, અને એ પણ જણાવી શકે છે કે, કેવી રીતે તેની આ સ્કીલ કંપનીને કામમાં આવી શકે છે.

બિલ ગેટ્સ સલાહ આપે છે કે, Job Interview વખતે પોતાની ખાસ ક્ષમતાઓને કંપનીની જરૂરિયાત સાથો જોડો, આ દર્શાવે છે કે, આપ આ હોદ્દા પર કામ કરીને આગળ વધવા માટે કેટલાં ઉત્સાહિત છો? અને પોતાને એવા વ્યક્તિ તરીકે રજૂ કરો જે કંપનીનાં નાના સમયનાં ટાર્ગેટ અને લાંબા સમયનાં ડ્રીમ્સ બંનેને પૂરા કરવામાં પોતાનું યોગદાન આપી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.