Canadaનાં આ રાજ્યમાં વિદેશી વર્કર્સને મળી ગુડ ન્યૂઝ, 12 મહિના એક્સ્ટ્રા કરી શકશે કામ!

Canadaમાં જોબ કરવા માટે વર્ક પરમિટની જરૂર પડે છે. પરંતુ સરકારે એક રાજ્યને વિદેશી વર્કર્સને 12 મહિના માટે પરમિટ એક્સટેન્શનની પરવાનગી આપી છે.

0
129
Canada
Canada

Canadaમાં જોબ કરવા માટે વર્ક પરમિટની જરૂર પડે છે. પરંતુ સરકારે એક રાજ્યને વિદેશી વર્કર્સને 12 મહિના માટે પરમિટ એક્સટેન્શનની પરવાનગી આપી છે.

ઉજ્જવલ ભવિષ્ય

Canadaએ જાહેર કર્યું છે કે, ક્યૂબેક રાજ્યનાં કેટલાંક ખાસ વિદેશી વર્કર્સને 12 મહિના એક્સ્ટ્રા કામ કરવાની પરવાનગી મળશે. તેઓ પોતાની વર્ક પરમિટ 12 મહિના માટે એક્સટેન્ડ કરાવી શકે છે. આ સુવિધાનો ફાયદો માત્ર હંગામી ધોરણે આપવામાં આવી રહ્યો છે. Canadaનું કહેવું છે કે, ક્યૂબેકમાં વર્ક પરમિટ એક્સટેન્શનની પરવાનગી માત્ર એ જ વિદેશી વર્કર્સને આપવામાં આવી રહી છે, જેની પરમેનન્ટ રેસિડેન્ટ (PR)ની અરજી હજી સુધી પ્રોસેસિંગમાં છે, એટલે કે તેઓ અરજી કરી ચૂક્યાં છે.

Canada
Canadaમાં જોબ કરવા માટે વર્ક પરમિટની જરૂર પડે છે. પરંતુ સરકારે એક રાજ્યને વિદેશી વર્કર્સને 12 મહિના માટે પરમિટ એક્સટેન્શનની પરવાનગી આપી છે.

સરકાર તરફથી આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી વિદેશી વર્કર્સને PR મળે ત્યાં સુધી તે આરામથી ત્યાં જોબ પણ કરતા રહે. સરકારી ફેરફાર, લોક નિર્માણ અને ખરીદ મંત્રી તથા ક્યૂબેકનાં લેફ્ટેનન્ટ જોએલ લાઇટબાઉન્ડે ઇમિગ્રેશન મિનિસ્ટર લીના ડિયાબ વતી આ નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ લાયક વિદેશી વર્કર્સને ‘ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ’ (IMP) દ્વારા એમ્પ્લોયર-સ્પેસિફિક વર્ક પરમિટ જલ્દીથી મળી જશે.

વર્ક પરમિટ એક્સટેન્શનની શરતો શું છે?

નવી વર્ક પરમિટ મળ્યા બાદ વિદેશી વર્કર પોતાની કંપનીમાં આગામી 12 મહિના સુધી આરામથી જોબ કરી શકશે. પરમિટ એક્સટેન્શનનો ફાયદો માત્ર એ જ વિદેશી વર્કર્સને મળશે, જેમણે ક્યુબેકનાં ‘સ્કિલ વર્કર સિલેક્શન પ્રોગ્રામ’ (PSTQ) હેઠળ PR માટે એપ્લાય કર્યું હશે. તેમને ક્યુબેક સરકાર દ્વારા ‘ડિમાન્ડ ડે સિલેક્શન પરમેનન્ટ’ (DSP) રજૂ કરવાની માંગ પણ કરવામાં આવી હોય.

વિદેશી વર્કર્સની પાસે ‘ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ’ (TFWP) અથવા ‘ઇન્ટરનેશનલ મોબિલીટી પ્રોગ્રામ’ (IMP) દ્વારા મળેલી વર્ક પરમિટ હોવી જોઈએ. તેમની પરમિટ જો 13 માર્ચથી 31 ડિસેમ્બર 2026ની વચ્ચે એક્સપાયર થઈ રહી હોય, તો જ વર્ક પરમિટ એક્સટેન્શન આપવામાં આવશે. જે પણ વર્કર આ શરતોને પૂરી કરશે, તે IRCCની વેબસાઇટ પર જઈને 31 ડિસેમ્બર પહેલાં વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી કરી શકે છે. સરકારનું કહેવું છે કે, વર્ક પરમિટ એક્સટેન્શન જલદીથી આપવામાં આવશે.

સરકાર શા માટે આપી રહી છે પરમિટ એક્સટેન્શન?

અધિકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી PRની અરજી પ્રોસેસિંગમાં હોય, ત્યાં સુધી વિદેશી વર્કરને દેશમા રહેવાની પરવાનગી એટલા માટે આપવામાં આવી રહી છે, જેથી વર્કફોર્સની માંગ ચાલુ રહે. આ પોલિસી એટલા માટે લાવવામાં આવી રહી છે, જેથી Canadaની લાંબા સમયની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. સરકાર ઇચ્છે છે કે, વિદેશી વર્કર્સ દેશ છોડીને ન જાએ, પરંતુ તેને બદલે તેઓ દેશમાં જ રોકાય.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.