Smart Study Plan… શું વાંચવું છે અને કેવી રીતે લખવું છે? સમજી લો રણનીતિ

ટોપર્સ હંમેશા Smart Study Plan બનાવે છે. તેમની સ્ટ્રેટેજીમાં શું વાંચવું છે અને કેટલી વાર સુધી વાંચવું છે તથા કેવી રીતે લખવું છે તે સામેલ હોય છે.

0
387
Smart Study Plan
Smart Study Plan

ટોપર્સ હંમેશા Smart Study Plan બનાવે છે. તેમની સ્ટ્રેટેજીમાં શું વાંચવું છે અને કેટલી વાર સુધી વાંચવું છે તથા કેવી રીતે લખવું છે તે સામેલ હોય છે.

ઉજ્જવલ ભવિષ્ય

પરીક્ષાઓની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓનું સ્વપ્ન સારું રિઝલ્ટ લાવીને ટોપ કરવાનું હોય છે. જોકે, ટોપર માત્ર એકાદ દિવસની મહેનતથી નથી બની શકાતું. આ એવી નાની-નાની આદતોનું પરિણામ હોય છે, જે વિદ્યાર્થીઓને સતત ફોકસ્ડ અને આત્મવિશ્વાસી બનાવે છે. સફળ વિદ્યાર્થી ચીજોને માત્ર યાદ નથી કરતાં પરંતુ તેને સમજે છે, તેની પ્રેક્ટિસ કરે છે અને તેને સારી રીતે લખે પણ છે. જેનાથી તેમને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં પણ મદદ મળી રહે છે. આ આર્ટિકલમાં આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ Smart Study Plan અને પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ ટિપ્સ.

Smart Study Plan

રોજની Smart Study Planning જરૂરી

ટોપર દિવસની શરૂઆત એક સાફ અને સરળ Smart Study Planથી કરે છે. તેઓ નક્કી કરે છે કે, આજે શું ભણવું છે, ક્યારે ભણવું છે અને શું રિઝલ્ટ મેળવવું છે. જેનાથી તેમનું રૂટિન સેટ થઈ જાય છે અને તેઓ અહીં-તહીં ક્યાંય રઝળતા નથી. આજના કેટલાંય ટોપ રેન્કવાળા વિદ્યાર્થીઓનાં સારા માર્ક્સ આવવાનું એક કારણ એ પણ છે કે, તેઓ જે માહિતી મેળવે છે તેને તેઓ સરળતાથી સમજવાલાયક રીતે સમજી અને એક્સપ્રેસ કરી શકે છે.

રોજનાં 20થી 30 મિનિટનું રિવીઝન

ટોપર્સ રોજ 20થી 30 મિનિટનું રિવીઝન જરૂરથી કરે છે. આ નાની-નાની આદત માહિતીને દિમાગમાં તાજી રાખે છે અને પરીક્ષાનાં સમયે તણાવનો ઓછો કરે છે. ટોપર્સ સમજે છે કે ભૂલ નેચરલ છે. જોકે, કોન્સેપ્ટને રેગ્યુલર રિવાઇઝ કરવાથી મેમરી મજબૂત થાય છે. આ આદત તેમને શોર્ટ-ટર્મ ગોખણપટ્ટીને બદલે લોંગટર્મ ક્લિયરિટી બનાવવામાં મદદ કરે છે.

માત્ર વાંચવું જ નહીં, પરંતુ લખવું પણ જરૂરી

માત્ર વાંચવું જ પૂરતું નથી હોતું. ટોપર એક્ટિવ લર્નિંગ પર ધ્યાન આપવા ઉપરાંત લખીને પ્રેક્ટિસ કરે છે. જે રીતે પરીક્ષામાં લખવાનું હોય છે… તે જ રીતે પ્રેક્ટિસ કરીને આગળ વધે છે. જવાબની શરૂઆત સીધી અને સારી લાઇનમાં કરવી જરૂરી છે. તેઓ પોતાના જવાબ એક કે બે સેન્ટેન્સમાં ડાયરેક્ટ રિસ્પોન્સની સાથે શરૂ કરે છે. તે પોતાના આઇડિયાને સરળ અને લોજિકલ ઓર્ડરમાં રાખે છે.

જવાબો લખવામાં સ્પષ્ટ પ્રેઝન્ટેશન જરૂરી

જવાબો લખવામાં પ્રેઝન્ટેશન એક અન્ય ડેલી ડિસિપ્લિન છે. ટોપર પોતાનું લખાણ, સ્પેસિંગ, હેડિંગ્સ અને અન્ડરલાઇનિંગ પર ધ્યાન આપે છે. જરૂર પડવા પર સરળ ડાયગ્રામ પણ બનાવે છે. આ પ્રકારે સાફ પ્રોઝન્ટેશનથી સારો પ્રભાવ પડે છે. એક સારી રીતે આપવામાં આવેલા જવાબો એક્ઝામિનરનાં કન્ટેન્ટ વાંચવા અથવા દેખવા પહેલાં જ આપની ક્વોલિટીને દર્શાવે છે.

મોક ટેસ્ટ આપવી, નાનો બ્રેક જરૂરી

Smart Study Plan માટે ટોપર રોજ મોક ટેસ્ટ સોલ્વ કરે છે અને ગત વર્ષોના પેપર ટાઇમ લિમિટમાં સોલ્વ કરવાની આદત રાખે છે. જેનાથી સ્પીડ, ચોકસાઈ અને પ્રેશર મેનેજમેન્ટમાં સુધારો થાય છે. તેમના રૂટિનમાં સમય-સમય પર નાનો બ્રેક અને સારી ઉંઘ લેવી પણ સામેલ હોય છે. સ્ટુડન્ટ ક્લિયરિટી, ડિસિપ્લિન અને શીખવાની પોતાની રોજની આદતને લીધે ટોપર બને છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.