CATની એક્ઝામ પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ચર્ચા દેશની અલગ અલગ MBA કોલેજમાં એડમિશન લેવાની છે. તો આવો દેશની ટોપ-10 કોલેજોના નામ અને તેમની રેન્કિંગ બાબતે જાણીએ.
ઉજ્જવલ ભવિષ્ય
દેશની ટોપ MBA Collegeમાં એડમિશન લેવા માટે CAT, XAT અને MAT જેવી એક્ઝામ્સ આપવી પડે છે. એક્ઝામ્સ બાદ MBA Collegeમાંથી કોઈ એકની પસંદગી કરવી એ પણ એક ખૂબજ મુશ્કેલ કામ છે. વિદ્યાર્થીઓને એ મૂંઝવણ થઈ શકે છે કે, પોતાના એમ્બિશન અને કેરિયર ગોલ માટે અનુકૂળ ટોપ કોલેજ કેવી રીતે પસંદ કરે? અથવા તો કઈ કોલેજ કયા શહેરમાં છે અથવા તેની રેન્કિંગ શું છે વગેરે વગેરે… અહીં આપણે NIRF Ranking 2025ના આધારે દેશની ટોપ-10 MBA Collegeની માહિતી વિગતવાર જોઈએ.
[table id=10 /]

IIM અમદાવાદ
NIRF Ranking 2025માં ટોપ-10 મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટમાં IIMsએ મેનેજમેન્ટ કેટેગરીમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ગુજરાતના અમદાવાદમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદે સતત છઠા વર્ષે નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે.
IIM બેંગ્લોર
NIRF Ranking 2025માં કર્ણાટકના બેંગ્લોરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરને બીજું સ્થાન મળ્યું છે. આ ઇન્સ્ટિટ્યુટ પોતાની શ્રેષ્ઠ ફેકલ્ટી, વર્લ્ડક્લાસ કરિક્યુલમ અને ટોપ કંપનીઓમાં પ્લેસમેન્ટની તકોને લીધે પ્રખ્યાત છે.
IIM કોઝીકોડ
કેરળનાં કોઝીકોડમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોઝીકોડ ત્રીજા નંબર પર છે. આ સંસ્થા છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત ભારતની ટોપ-3 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં સ્થાન ધરાવે છે.
IIM દિલ્હી
NIRF Ranking 2025માં ચોથા નંબર પર નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, દિલ્હી છે. IIT દિલ્હીને ટેકનિકલ એક્સપર્ટાઇઝ અને મજબૂત મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ મેળવવા માટે ઓળખવામાં આવે છે.
IIM લખનઊ
ઉત્તર પ્રદેશના લખનઊમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, લખનઊ, પાંચમાં નંબર પર આવે છે. આ સંસ્થા પોતાનાં લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બિઝનેસ મેનેજમેન્ટ સ્કીલ્સ માટે ઓળખાય છે.
IIM મુંબઈ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ મુંબઈ, જેને IIM મુંબઈ (શૈલેષ જે. મહેતા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એટ IIT મુંબઈ)ના નામે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્થા NIRF Ranking 2025માં છઠા નંબર પર રહી છે. જેને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ કરિક્યુલમ અને મજબૂત પ્લેસમેન્ટ રેકોર્ડ માટે પણ ઓળખામાં આવે છે.
IIM કલકત્તા
પશ્ચિમ બંગાળના કલકત્તામાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તાને NIRF Ranking 2025માં સાતમો નંબર પ્રાપ્ત થયો છે. પહેલાં ટોપ-5માં રહ્યા બાદ હાલ તેનું સ્થાન થોડું નીચે ખસ્યું છે, પરંતુ સંસ્થાએ હાઈ એકેડમિક અને પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ જાળવીને રાખ્યું છે.
IIM ઇન્દોર
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, ઇન્દોર આઠમા નંબરે આવે છે. આ સંસ્થા શીખવવાની નવી ઢબ, મોડર્ન કેમ્પસ અને એક મજબૂત એલ્યુમનાઈ નેટવર્ક માટે ઓળખવામાં આવે છે.
મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (MDI)
હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ NIRF Ranking 2025માં નવમા નંબર પર સ્થિત છે. નોન IIM ઇન્સ્ટિટ્યુટ હોવા છતાં પણ MDIએ સતત શ્રેષ્ઠ એકેડમિક અને પ્લેસમેન્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.
XLRI જમશેદપુર
ઝારખંડના જમશેદપુરમાં ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI) 10માં નંબર પર છે. આ હ્યુમન રિસોર્સ (HR) અને બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે ખાસ પ્રખ્યાત છે. અને એક ટોપ મેનેજમેન્ટ સ્કૂલના રૂપમાં પણ પોતાની ઓળખ બનાવી રાખી છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

