IT સેક્ટરમાં કેરિયર બનાવવા માટે હાયર એજ્યુકેશનમાં BCA અને MCA આ બંને કોર્સ વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. પરંતુ આ બંને કોર્સમાં ઘણો ફરક છે. આવો જાણીએ…
ઉજ્જવલ ભવિષ્ય
જો આપ ધોરણ-12નાં વિદ્યાર્થી છો, અને ITમાં કારકિર્દી શરૂ કરવા માંગો છો, તો યોગ્ય કોર્સ પસંદ કરવો જરૂરી છે. બીસીએ અને MCA આ બે પોપ્યુલર પ્રોગ્રામ છે, પરંતુ આ બંને કોર્સમાં ફરક છે. એડમિશન લેતાં પહેલાં આ બંને કોર્સની યોગ્યતા, સિલેબસ અને કેરિયર ઓપ્શન તથા જોબ સ્કોપની યોગ્ય સમજ વિદ્યાર્થીને કોર્સ પસંદ કરવામાં મદદ કરશે. આવો જાણીએ કે, બીસીએ અને MCAમાં શું ફરક છે? કયો કોર્સ આપના લક્ષ્યો, સ્કિલ્સ અને સારા પગારવાળી કારકિર્દી માટે યોગ્ય રહેશે.

BCA શું છે?
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (બીસીએ) કોર્સ ત્રણ વર્ષનો હોય છે. આ કોર્સ ધોરણ-12 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે છે. જેમાં પ્રોગ્રામિંગ, કોમ્પ્યુટર નેટવર્ક, ડેટાબેસ અને વેબ ડેવલપમેન્ટનો બેઝિક અભ્યાસ સામેલ હોય છે. આ કોર્સ વિદ્યાર્થીઓને એન્ટ્રી લેવલ IT જોબ્સ માટે તૈયાર કરે છે.
MCA શું છે?
માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) કોર્સ બે વર્ષનો પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. આ એડવાન્સ્ડ પ્રોગ્રામિંગ, સોફ્ટવેર એન્જીનિયરિંગ, ડેટા સ્ટ્રક્ચર, AI અને IT પ્રોજેક્ટ મેનેજમેન્ટ પર ફોકસ કરે છે. MCA વિદ્યાર્થીઓને ITમાં સારી પ્રોફાઇલ અથવા રોલ તથા હાયર લેવલ પોઝિશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
BCA અને MCAમાં શું ફરક છે?
BCA એક અંડરગ્રેજ્યુએટ કોર્સ છે અને MCA પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. BCA બેસિક પ્રોગ્રામિંક, નેટવર્કિંગ અને IT ફંડામેન્ટલને કવર કરે છે. જ્યારે MCA એડવાન્સ્ડ કોન્સેપ્ટ અને સ્પેશ્યલાઇઝેશન પર ફોકસ કરે છે. BCA ગ્રેજ્યુએટ્સ એન્ટ્રી લેવલ IT જોબ શરૂ કરી શકે છે અને MCA બાદ વિદ્યાર્થીઓ સીનિયર ટેકનિકલ અને મેનેજરિયલ રોલ માટે એલિજિબલ છે.
BCA કે MCAમાંથી શું પસંદ કરશો?
જો આપે ધોરણ-12 પાસ કરી લીધું છે અને ITમાં જોબ કરવા માંગો છો, તો બીસીએ યોગ્ય ઓપ્શન સાબિત થઈ શકે છે. જો આપ ગ્રેજ્યુએટ છો અને હાયર IT રોલ માટે આપની સ્કિલ્સને નિખાર આપવા માંગો છો અથવા પોતાના ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી મેળવવા માંગો છો તો MCA કરી શકો છો. નિર્ણય કરતા પહેલાં હાલનો અભ્યાસ, કારકિર્દીના લક્ષ્યો અને પ્રોગ્રામિંગને ધ્યાનમાં રાખો. બંને કોર્સ કરી શકાય છે.
BCA અને MCA બાદ જોબ સ્કોપ અને કેરિયર
બીસીએ અથવા MBA બાદ વિદ્યાર્થીઓની પાસે IT સેક્ટરમાં કારકિર્દી બનાવવા માટે ખૂબજ સારી તક હોય છે. બીસીએ ગ્રેજ્યુએટ સોફ્ટવેર ડેવલપર, સિસ્ટમ એનાલિસ્ટ અથવા ડેટાબેસ મેનેજર તરીકે શરૂઆત કરી શકે છે. MCA કર્યા બાદ સિનિયર ડેવલપર, પ્રોજેક્ટ મેનેજર, સોફ્ટવેર એન્જીનિયર, IT કન્સલ્ટન્ટ અથવા ડેટા સાયન્ટિસ્ટના રોલ માટે ટારગેટ કરી શકે છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ અને ફ્રીલાન્સ કામ પણ કરી શકે છે.
BCA અને MCA માટે યોગ્યતા અને એડમિશન
બીસીએ માટે વિદ્યાર્થીઓએ મેથ અથવા કોમ્પ્યુટર સાયન્સની સાથે ધોરણ-12 પાસ કરેલ હોવું જોઈએ. MCA માટે BCA, BSc અથવા અન્ય બેચલર ડિગ્રી જરૂરી છે. કેટલીક સંસ્થાઓમાં એડમિશન માટે ગ્રેજ્યુએશનની સાથે મેથ હોવું જરૂરી છે. કેટલીક યુનિવર્સિટીઓમાં MCA માટે એન્ટ્રન્સ એક્ઝામ પણ હોય છે. BCAમાં એડમિશન મોટેભાગે મેરિટ પર આધારિત હોય છે, જે ધોરણ-12નાં માર્ક્સને કન્સીડર કરે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

