અમેરિકામાં ઘણાં પ્રકારનાં વિઝા આપવામાં આવે છે, જેથી વિદેશી ટેલેન્ટને અમેરિકામાં લાવી શકાય. H1-B વિઝા બાબતે હાલ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આજે આપણે વાત કરીશું O-1 Visaની…
ઉજ્જવલ ભવિષ્ય
અમેરિકા હંમેશા વિદેશી ટેલેન્ટને પોતાની તરફ ખેંચવા માટે અનેક પ્રકારનાં વિઝા આવે છે, જેમાં O-1 Visa પણ એક ખાસ પ્રકારના વિઝા છે. USAમાં H1-B Visaને લઈને ઘણાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોનું માનવું છે કે આ વિઝાને કેન્સલ કરી દેવા જોઈએ, કારણ કે, આના લીધે અમેરિકન લોકોની નોકરીઓ જઈ રહી છે. જોકે, આનાથી ઉલ્ટું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, દેશને ટેલેન્ટેડ લોકોની જરૂર છે અને આ કામ માટે H1-B Visaની જરૂર છે. પરંતુ તેમાં સૌથી મોટી તકલીફ એ પણ છે કે, દર વર્ષે માત્ર 85 હજાર લોકોને જ આ વિઝા આપવામાં આવે છે.
એવામાં ઘણીવાર એવું પણ બને છે કે, ઘણાંબધા લોકોને H1-B Visa નથી મળી શકતાં, જ્યારે તેઓ ખૂબજ ટેલેન્ટેડ અને સ્માર્ટ હોય છે છતાં પણ આ વિઝાથી વંચિત રહી જાય છે. પરંતુ આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી, કેમકે તેમના માટે અમેરિકામાં એક ખાસ વિઝા પણ છે. આ વિઝા માત્ર એ જ લોકોને મળે છે, જેઓ પોતાના કામમાં સ્માર્ટ અને ટેલેન્ટેડ છે. અહીં જે વિઝાની વાત થઈ રહી છે તે, O-1 Visa છે. આવો આ વિઝા વિશે આજે વિસ્તૃતમાં જાણીએ કે, આ વિઝા શું છે અને તેની શરતોને કેવી રીતે પૂર્ણ કરી શકાય છે.

O-1 Visa શું છે?
અમેરિકાનાં O-1 Visa એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે તેવા જ લોકોને આપવામાં આવે છે, જેમની પાસે વિજ્ઞાન, બિઝનેસ, આર્ટ, એજ્યુકેશન, એથલેટિક્સ અથવા મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અસાધારણ યોગ્યતા અથવા ક્ષમતા હોય છે. સરળ શબ્દોમાં આની વ્યાખ્યા કરીએ તો આ તેવા લોકોને આપવામાં આવે છે, જેમની પાસે અસાધારણ પ્રતિભા છે. H1-B Visaની સરખામણીમાં O-1 Visaનાં ઘણા ફાયદા છે. જેમકે, આ વિઝાને જેટલી વાર ઇચ્છો તેટલી વાર રિન્યૂ કરાવી શકો છો. O-1 Visa એ લોટરી દ્વારા નથી મળતાં, અને તેના માટે કોઈ ક્વોટા પણ નથી હોતા.
O-1 Visaની બે કેટેગરી છે, જેમાં પહેલી O-1A છે. જેમાં વિજ્ઞાન, એજ્યુકેશન, બિઝનેસ અથવા એથલેટિક્સ (રમતગમત)માં અસાધારણ ક્ષમતા ધરાવનાર લોકોને આ વિઝા મળે છે. આ જ પ્રકારે O-1B છે, જે આર્ટ (વિઝ્યુઅલ આર્ટ, કુલિનરી આર્ટ વગેરે) અથવા મોશન પિક્ચર્સ એન્ડ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અસાધારણ ક્ષમતા ધરાવનાર વ્યક્તિને આ વિઝા આપવામાં આવે છે. જો આપ આમાંથી કોઈપણ કેટેગરીમાં અસાધારણ પ્રતિભા ધરાવો છો, તો આપને સરળતાથી અમેરિકાના વિઝા મળી જશે.
O-1 Visa કઈ શરતો પર મળે છે?
અમેરિકાના આ વિઝા મેળવવા માટે બે શરતોને પૂરી કરવી પડે છે. જેમાં સૌથી પહેલી શરત એ છે કે, વિઝા માટે અરજી કરનારને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ માન્યતા પ્રાપ્ત પુરસ્કાર મળ્યો હોવો જોઈએ. જેમ કે, નોબેલ પુરસ્કાર, પુલિત્ઝર પુરસ્કાર, એકેડમી એવોર્ડ (ઓસ્કર) અથવા ઓલિમ્પિક પદક. જો કોઈ વ્યક્તિને આમાંથી કોઈ પુરસ્કાર નથી મળ્યો, તો પણ તે O-1 Visa મેળવી શકે છે. પરંતુ તેણે અન્ય શરતોને પૂરી કરવી પડશે.
જેમાં કોઈ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવો, કોઈ એવા સંઘનું સભ્યપદ હોવું જેમાં માત્ર અસાધારણ પ્રતિભા ધરાવતા લોકોને રાખવામાં આવે છે. કોઈ સારી મેગેઝીનમાં સારું લખવું કે જેનાં વખાણ થયા હોય, એવી કોઈ પેનલનાં ભાગ હોવું, જેમાં મૂલ્યાંકનનું કામ થતું હોય, સાયન્સ અથવા બિઝનેસ સાથે જોડાયેલા કોઈ પ્રોજેક્ટમાં મોટું યોગદાન આપવું, કોઈ પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચ હોદ્દો હોવો અથવા એવી નોકરી કરવી, જેમાં સારી સેલેરી મળતી હોય, સામેલ છે. આમાંથી કોઈપણ ત્રણ શરતો પૂરી કરીને O-1 Visa મેળવી શકાય છે.
એકંદરે એવું કહી શકાય કે, જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં કોઈ અસાધારણ પ્રતિભા ધરાવતી હોય અથવા તો જે વ્યક્તિ પાસે વિજ્ઞાન, બિઝનેસ, આર્ટ, એજ્યુકેશન, એથલેટિક્સ અથવા મોશન પિક્ચર તથા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અસાધારણ પ્રતિભા, યોગ્યતા અથવા ક્ષમતા હોય, અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ મોટો એવોર્ડ જીત્યા હોય કે કોઈ મોટી કંપની સાથે ઉચ્ચ હોદ્દા પર જોડાયેલા કોઈ વ્યક્તિને આસાનીથી આ પ્રકારનાં વિઝા મળી શકે છે. અને તેનાં ફાયદા H1-B કરતાં પણ ઘણાં વધારે હોય છે. તથા તેમાં લોટરી સિસ્ટમ પણ નથી હોતી અને તેમાં કોઈ કોટા પણ નથી હોતો.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

