USAમાં કેટલીક Jobs એવી પણ છે, કે જે કરનારને તે છૂટવાનું ઓછામાં ઓછું જોખમ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, આ જોબ્સમાં સૌથી વધુ માણસોની જરૂર છે.
ઉજ્જવલ ભવિષ્ય
USAનું જોબ સેક્ટર હાલ ખૂબજ અસ્થિર ચાલી રહ્યું છે, જેના કારણે ઘણાં લોકો પોતાની Jobs ગુમાવી રહ્યાં છે. આ વર્ષે સૌથી વધુ નુકસાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નાં આગમનને લીધે થયું છે, જેના લીધે મોટી સંખ્યામાં લોકોએ Jobs ગુમાવી છે. આની વચ્ચે યુએસ ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટે યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિક્સના આંકડાઓની મદદથી એ Jobsનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેના માટે આવનારા સમયમાં વર્કર્સની ડિમાન્ડ વધવાની છે. માત્ર એટલું જ નહિ, પરંતુ આ જોબ્સમાં નોકરી છૂટવાના ચાન્સ જરાય પણ નથી. તો આવો જાણીએ આવી ટોપ-5 નોકરીઓ બાબતે…

સ્પીચ-લેંગ્વેજ પેથોલોજિસ્ટ
સ્પીચ-લેંગ્વેજ પેથોલોજિસ્ટનું કામ લગોને વાત કરતા શીખવવાનું હોય છે. તેઓ એવાં લોકોને મદદ કરે છે, જેઓ સારી રીતે બોલી નથી શકતા. ખાસ કરીને તેમનાં મોટાભાગના દરદીઓ નાના બાળકો હોય છે. યૂએસ ન્યૂઝે જોબ સિક્યોરિટીવાળી લિસ્ટમાં પાંચમાં નંબર પર તેને સ્થાન આપ્યું છે. આવનારા 10 વર્ષમાં આ ફિલ્ડમાં લગભગ 18.4 ટકાનો ગ્રોથ રહેવાનો છે.
વેટરનરી ટેકનોલોજિસ્ટ એન્ડ ટેક્નીશિયન
વેટરનરી ટેકનોલોજિસ્ટ એન્ડ ટેક્નીશિયનને આ લિસ્ટમાં ચોથો નંબર મળ્યો છે. તેનું કામ બીમાર જાનવરોની સારસંભાળ અને તેમનો ઇલાજ કરવાનું હોય છે. આ લોકો ખાસ કરીને લેબથી જોડાયેલા કામ, રેડિયોલોજી, નર્સિંગ કેર અને સર્જરીમાં મદદ કરે છે. યૂએસ ન્યૂઝનાં મત પ્રમાણે, આ ફિલ્ડ આગામી 10 વર્ષ સુધીમાં 19.3%ની ગતિ સાથે ગ્રોથ કરશે.
ફિઝિશિયન આસિસ્ટન્ટ
ફિઝિશિયન આસિસ્ટન્ટ અલગ-અલગ બીમારીઓ સામે સંઘર્ષ કરી રહેલાં દરદીઓની તપાસ અને તેમનો ઇલાજ કરે છે. તેમનું કામ સર્જરીમાં મદદ કરવી, દવાઓ લખવી અને ફિઝિકલ ટેસ્ટ કરવો પણ હોય છે. આવનારા 10 વર્ષોમાં ફિઝિશિયન આસિસ્ટન્ટની નોકરી માટેની તકોમાં 28.5%નો વધારો થવાની સંભાવના છે.
હોમ હેલ્થ એડ
USAમાં બીજી સૌથી વધુ જોબ સિક્યોરિટીવાળી નોકરી હોમ હેલ્થ એડની છે. ઘરડા, વિકલાંગ અને લાંબા સમયથી બીમાર લોકોને તેમના ઘરમાં સહાયતા આપવાનું કામ હોમ હેલ્થ એડનું હોય છે. તેઓ તેમને નહાવા, કપડા પહેરવા અને ભોજન કરવા જેવા કામોમાં સહાય કરે છે. આ જોબમાં આવનારા 10 વર્ષમાં 20.7%ની વૃદ્ધિનું અનુમાન છે.
નર્સ પ્રેક્ટિશનર
USAમાં નર્સ પ્રેક્ટિશનરની નોકરી સૌથી વધુ જોબ સિક્યોરિટીવાળી છે. તેનું કામ દરદીઓની સારસંભાળ રાખવી, તેમનો ફિઝિકલ ટેસ્ટ કરવો તથા લેબ્સમાંથી આવનારી રિપોર્ટની ચકાસણી કરવાનું હોય છે. આવનારા 10 વર્ષમાં નર્સ પ્રેક્ટિશનરનાં ફિલ્ડમાં 46.3%નો ગ્રોથ થવાની સંભાવના છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

