Exclusive content
Buy This News Paper
Unlock credits cost: 1
Available credits: N/A
Government Jobની તૈયારી કરી રહેલાં યુવાઓનાં મનમાં એક સવાલ હંમેશા આવતો હોય છે કે, શું FIR કે કોર્ટ કેસ થયા બાદ નોકરી મળી શકે? તો આવો જાણીએ કાયદો શું કહે છે?
ઉજ્જવલ ભવિષ્ય
FIR કે કોર્ટ કેસ થયો હોય તો Government Job મળી શકે? આ સવાલ વર્ષોથી સરકારી નોકરીની (UPSC કે એવી કોઈ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે) તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓનાં મનમાં હંમેશા રહેતો હોય છે. જો સામાન્ય વાદવિવાદ, રોડ એક્સીડેન્ટ, ઝઘડો, પાડોશી સાથે વિવાદ જેવા નાના વિવાદ કે ઝઘડામાં પણ જો કોઈ યુવાની સામે FIR નોંધાઈ જાય તો, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા ઘર કરેલી જોવા મળે છે કે, હવે ભવિષ્યમાં પણ Government Jobનાં દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. પરંતુ આ વાત પૂરી રીતે સાચી નથી.

શું FIR નોંધાયા બાદ પણ સરકારી નોકરી મળી શકે?
હા, માત્ર FIR નોંધાવાથી આપ ગુનેગાર નથી બની જતા અને માત્ર આ જ કારણથી આપને Government Job મળતી ન રોકી શકાય. કેમ કે FIR તો ગમે તેવા કિસ્સામાં નોંધાઈ શકે છે. FIR એ કોઈ વ્યક્તિને ગુનેગાર સાબિત નથી કરતી, પરંતુ એ કોઈ વ્યક્તિ સામે નોંધાયેલી ફરિયાદ છે. સરકારે અને અદાલતોએ પણ ઘણીવાર એ સ્પષ્ટતા કરી છે કે, FIR એ ફરિયાદ છે, જેનાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સબિત નથી થતો.
નિયમ શું કહે છે?
DoPTનાં 2016 અને 2020નાં નિયમો કહે છે કે, માત્ર FIR નોંધાવવાથી કોઈ ઉમેદવારને અયોગ્ય ન માની શકાય. જો FIR કોઈ સમાન્ય વિવાદ, રોડ એક્સીડેન્ટ, ઝઘડો, પડોશી સાથે ચાલતો વિવાદ વગેરે જેવી IPCની નાની અને હળવી ધારાઓની સાથે નોંધાઈ હોય તો તે વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે. પોલીસ વેરિફિકેશન દરમ્યાન કેસની સ્થિતિ પૂછી શકાય છે. વિભાગ ઉમેદવાર પાસે સ્પષ્ટતા માંગે છે અને આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારનાં મામલે કોઈ સખ્ત નિર્ણય નથી લેવામાં આવતો.
નોકરી મળ્યા બાદ પણ પાણીચુ આપી શકાય છે
તો બીજી તરફ જો ઉમેદવાર ભરતી પ્રક્રિયા દરમ્યાન પોતાની સામે દાખલ થયેલ કોઈ FIR અથવા તો કોઈ કોર્ટકેસની વાત છુપાવે છે, તો તેને નોકરી મળ્યા બાદ પણ ડિસમિસ કરી શકે છે. એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે, જો આપ સરકારી નોકરી ઇચ્છતા હો તો આપે આપેલી તમામ માહિતી સાચી હોવી જોઈએ. કારણ કે, કોર્ટ એવું માને છે કે, માહિતી છુપાવનાર ઉમેદવાર પોતાની વિશ્વસનીયતા ગુમાવે છે અને સરકારી નોકરી માટે યોગ્ય નથી રહેતો.
કોર્ટ કેસ થયા બાદ સરકારી નોકરી મળી શકે?
હા, કોર્ટ કેસ થયા બાદ પણ Government Job મળી શકે છે. જો કોર્ટ કેસ હળવી કલમોવાળા છે અથવા તો કોર્ટ પૂરી રીતે મુક્ત કરી દે છે તો Government Jobનો ચાન્સ રહે છે. કોર્ટમાં જો આરોપ ખોટા સાબિત થાય અને મજબૂત પુરાવા ન હોય, અથવા ગુનો સાબિત ન થયો હોય તો જે તે વિભાગ ઉમેદવારને સરકારી નોકરી આપવાનો ઇનકાર ન કરી શકે. FIR પાછી ખેંચાવી, કોર્ટ કેસ રદ થવો અથવા પોલીસની ક્લિન ચીટ બાદ પણ નોકરી મળી શકે છે. જો કોર્ટ શંકાના આધારે મુક્ત કરતી હોય તો વિભાગ તેની ઉમેદવારી રદ કરી શકે છે.
સરકારી વિભાગો નોકરી આપતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરે છે. કેરેક્ટર સર્ટિફિકેટમાં કેસનો પ્રકાર, ગુનો સામાન્ય છે કે ગંભીર, કેસ પેન્ડિંગ છે કે બંધ થઈ ગયો છે, કોર્ટનું કહેવું શું છે વગેરે જેવી બાબતોના આધારે યોગ્યતા અથવા તો અયોગ્યતા નક્કી કરવામાં આવે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

