Jobમાં વર્કપ્રેશર અને સ્ટ્રેસ હોવો એ સામાન્ય વાત છે. પરંતુ શું આપ જાણો છો કે એવા ખૂબજ સરળ કામો પણ છે, જેને કરીને આપ ઘણાં સારા પૈસા કમાઈ શકો છો. દુનિયાભરમાં એવા લોકોની માંગ ખૂબજ વધી રહી છે, જે લોકો કુતરાને ફેરવવાથી માંડીને લાઇનમાં ઉભા રહેવા જેવા કામ કરતાં હોય છે.
ઉજ્જવલ ભવિષ્ય
પૈસા કમાવા માટે જરૂરી નથી કે આપને 9 થી 5ની Job કરવી પડે. કુતરાને ફેરવવાથી લઈને રોવા અને સૂવા જેવા સરળ કામ કરીને પણ આપ સારા પૈસા કમાઈ શકો છો. હા, તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ એ સાચું છે કે દુનિયાભરમાં લોકો આવા મજેદાર કામ કરીને પણ સારી એવી સેલેરી લઈ રહ્યાં છે. આમાંથી કેટલાંક માટે તો ડિગ્રીની પણ જરૂર નથી. આ કામમાં નથી ખાસ વર્ક પ્રેશર અને ન તો કોઈ સ્ટ્રેસ. હાલમાં જ એવું પણ સાંભળવામાં આવ્યું છે કે, યૂકેમાં રહેનારા એક વ્યક્તિએ પોતાની કોર્પોરેટ લો ફર્મની વકીલાતની Job છોડીને ફુલટાઇમ કૂતરા ફેરવવાનું કામ શરૂ કર્યું છે. કેમકે તે લો ફર્મવાળી જોબમાં સ્ટ્રેસ અને પોતાની લાંબી-લાંબી શિફ્ટથી થાકી ગયો હતો. એવી જ કેટલીક બીજી સરળ નોકરીઓ બાબતે અમે આપને જણાવી રહ્યાં છીએ.

લાઇનમાં ઉભા રહેવાની જોબ
ઘણીવાર આપે લાંબી-લાંબી લાઈનો જોઈ હશે. તેમાં લાગીને પણ પૈસા કમાઈ શકાય છે. તેના માટે કોઈ કંપની અથવા સરકાર પૈસા નથી આપતી, પરંતુ તે માણસ આપને ફી આપે છે, જેને બદલે આપ લાઈનમાં લાગો છો. કોઈ ફેમસ દુકાન, કોન્સર્ટ, પ્રદર્શન કે અન્ય કોઈ ખાસ પ્રોડક્ટનાં લોન્ચ સમયે આ કામ વધુ જોવા મળે છે.
રોવા માટે પણ મળે છે પૈસા
આપને આ સાંભળવામાં થોડું વિચિત્ર ભલે લાગે, પરંતુ આ પણ સાચું છે કે દુનિયાભરમાં લોકો સારું રોઈને પણ પૈસા કમાઈ શકે છે. ચીન અને કેટલાંક આફ્રિકન, મધ્ય પૂર્વીય દેશોમાં આ વ્યવસાય ખૂબજ પ્રખ્યાત છે. આ લોકો રોવામાં પ્રોફેશનલ એક્સપર્ટ હોય છે અને તેમને કોઈની પણ મૃત્યુ પર નકલી રૂદન કરવા માટે બોલાવવામાં આવે છે. તેમની કમાણી કલાકો ઉપર આધારિત હોય છે.
કલર સુકાતો જોવો
હા, આપે બરાબર વાંચ્યું છે. કલરને સુકાતો જોવો પણ એક કામ છે. કલર કરેલાં કીબોર્ડને સૂકવવામાં કેટલો સમય લાગે છે? કલર કર્યા બાદ રંગ કેવો લાગે છે? બદલાય છે કે નહીં? તેનાં ટેક્સચરમાં શું ફેરફાર થાય છે? આ બધું જોવાનાં પણ સારા પૈસા મળે છે. આ માટે પણ લોકો હાયર કરવામાં આવે છે.
પ્રોફેશનલ કાર વોચર
પ્રોફેશનલ કાર વોચર ઉભી રહેલી કારનું ધ્યાન રાખે છે. તેમનું કામ ખૂબજ સરળ છે. માત્ર કારની સુરક્ષા અને સારસંભાળ રાખીને તે લોકો ખૂબજ સારા પૈસા કમાઈ શકે છે. આ કામમાં ન વધુ કોઈ મહેનત છે અને ન કોઈ વધુ ટેન્શન.
કુતરાને ફેરવવાની નોકરી
જે લોકોને કુતરા પસંદ છે, તેમનું તો આ કામ ખૂબજ ફેવરીટ હોય છે. પરંતુ આ નોકરી પણ છે, જેમાં ફુલટાઇમ કામ કરીને ખૂબ સારા પૈસા કમાઈ શકાય છે. અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં ડોગ વાલ્કર પેડ પેટ કેયર સર્વિસ છે. જેમાં રોજનાં 15000થી માંડીને 50000 સુધી અથવા તેથી પણ વધુની કમાણી કરી શકાય છે. તેમનો ચાર્જ કલાકોનાં હિસાબે હોય છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

