Canadaમાં ભારતીય Doctorની જરૂર, Jobની સાથે PRની પણ તક

Canadaમાં હેલ્થકેર સેક્ટરમાં હાયરિંગ ખૂબ કરવામાં આવે છે, જેથી ત્યાં Doctorની અછતને દૂર કરી શકાય. કેટલાંય એવાં પ્રોગ્રામ છે, જે હેલ્થકેર પ્રોફેશનલ્સને કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી લેવાની તક આપે છે. આવો તે અંગે વિસ્તારથી જાણીએ.

0
77
Doctor
Doctor

Canadaમાં હેલ્થકેર સેક્ટરમાં હાયરિંગ ખૂબ કરવામાં આવે છે, જેથી ત્યાં Doctorsની અછતને દૂર કરી શકાય. કેટલાંય એવાં પ્રોગ્રામ છે, જે હેલ્થકેર પ્રોફેશનલ્સને કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી લેવાની તક આપે છે. આવો તે અંગે વિસ્તારથી જાણીએ.

ઉજ્જવલ ભવિષ્ય

Canadaમાં ભારતીય Doctorsમાટે ખૂબજ ઉજળી તકો છે. તેમને અહીં પરમેનન્ટ રેસિડેન્સી (PR) પણ મળી શકે છે. ઇમિગ્રેશન, રિફ્યૂઝી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, કેનેડામાં ઇમિગ્રેશનનાં પાંચ રસ્તા છે, જેનાં દ્વારા યોગ્ય ડોક્ટર દેશમાં પરમેનન્ટ રીતે રહેવા અને કામ કરવા માટે અરજી કરી શકે છે.

Doctor
Canadaમાં હેલ્થકેર સેક્ટરમાં હાયરિંગ ખૂબ કરવામાં આવે છે, જેથી ત્યાં Doctorની અછતને દૂર કરી શકાય. કેટલાંય એવાં પ્રોગ્રામ છે, જે હેલ્થકેર પ્રોફેશનલ્સને કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી લેવાની તક આપે છે. આવો તે અંગે વિસ્તારથી જાણીએ.

આ રસ્તાઓમાં એક્સપ્રેસ એન્ટ્રી, પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP), એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ, રૂરલ કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ અને ફ્રેંકોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ સામેલ છે. કેનેડામાં કામ કરવાની યોજના બનાવી રહેલાં ભારતીય Doctors માટે સારો રસ્તો તેમનાં વર્ક એક્સપીરિયન્સ, જોબ ઓફર, લોકેશન તથા યોગ્યતાની અન્ય જરૂરિયાતો પર આધાર રાખશે. આવો તે અંગે વિસ્તારથી જાણીએ.

એક્સપ્રેસ એન્ટ્રી

કેનેડામાં ભારતીય ડોક્ટરોએ સ્થાયી થવા માટેનો સૌથી પહેલો રસ્તો એક્સપ્રેસ એન્ટ્રી છે. વિદેશી Doctor એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા પરમેનન્ટ રેસિડેન્સ માટે અરજી કરી શકે છે. એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ કેનેડામાં મેડિકલ Doctors માટે એક કેટેગરી પણ છે, જેમની પાસે છેલ્લાં ત્રણ વર્ષોમાં મેડિકલ Doctor તરીકે ઓછામાં ઓછા એક વર્ષનો ફુલટાઇમ કેનેડિયન વર્ક એક્સપીરિયન્સ હોય.

પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP)

PNP હેઠળ પ્રાંત અને ક્ષેત્ર, પરમેનન્ટ રેસિડેન્સ માટે યોગ્ય મેડિકલ ડોક્ટરોને નોમિનેટ કરી શકે છે. કેનેડાએ PNP દ્વારા પ્રાંતો અને ક્ષેત્રો માટે 5000 ફેડરલ ઇમિગ્રેશન સ્લોટ રિઝર્વ કરાવ્યા છે, જેથી તેઓ એવા મેડિકલ ડોક્ટરોને નોમિનેટ કરી શકે, જેમની પાસે દેશમાં સ્થાયી રીતે રહેવા અને કામ કરવા માટે જોબ ઓફર અથવા સપોર્ટ લેટર હોય. કોઈ પ્રાંત અથવા ક્ષેત્ર દ્વારા નોમિનેટ કરવામાં આવેલાં ડોક્ટરોને વર્ક પરમિટની પ્રોસેસિંગ 14 દિવસની અંદર થઈ શકે છે. જેનાંથી તેઓ પોતાની PR અરજીની પ્રોસેસિંગની રાહ જોતાં-જોતાં પણ કામ કરી શકે છે.

એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ

ભારતીય Doctor એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ પર પણ વિચાર કરી શકે છે. આ પ્રોગ્રામ તે યોગ્ય કર્મચારીઓને કેનેડાનાં એટલાન્ટિક પ્રાંતોમાં રહેવા તથા કામ કરવાની સાથે-સાથે સ્થાયી રીતે વસવાટ કરવાની તક આપે છે. આ પ્રોગ્રામમાં સ્પર્ધા પણ ઓછી રહે છે, જેનાંથી PR મેળવવાનાં ચાન્સ પણ વધી જાય છે.

રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ

રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ એ ડોક્ટરોને એક અન્ય તક આપે છે, જે કેનેડાનાં તે ગ્રામીણ ક્ષેત્રોમાં વસવા અને કામ કરવા માંગે છે જે આ પ્રોગ્રામનો ભાગ છે. કેનેડાનાં કેટલાંય ગ્રામીણ વિસ્તારોને Doctorની જરૂર છે, જેને લીધે તેઓ રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટનો ભાગ બને છે.

ફ્રેંકોફોન કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ

ફ્રેંચ બોલનારા ડોક્ટર ફ્રેંકોફોન કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ માટે પણ લાયક ઠરી શકે છે. આ પ્રોગ્રામ તે સ્કિલ વર્કર્સની મદદ કરે છે, જે આમાં સામેલ ફ્રેંકોફોન માઇનોરિટી કમ્યુનિટીઝ (ફ્રેન્ચ ભાષી અલ્પસંખ્યક સમુદાયો)માં વસવાટ કરવા તથા કામ કરવા માંગે છે.

કેનેડામાં જોબ મેળવવા માટે ભારતીય ડોક્ટરોને કઈ ચીજોની જરૂર છે?

ઇમિગ્રેશનનો રસ્તો પસંદ કરવો આ પ્રક્રિયાનો માત્ર એક ભાગ છે. ભારતીય ડોક્ટરોને સૌથી પહેલાં પોતાની ડિગ્રીનું મૂલ્યાંકન કરાવવાનું રહેશે અને સંબંધિત પ્રાંતીય અથવા ક્ષેત્રીય રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનું લાયસન્સ લેવું પડશે. કેનેડાનાં હેલ્થકેર વર્કફોર્સમાં પહેલાંથી જ વિદેશોમાં ટ્રેનિંગ લેનારા પ્રોફેશનલ્સની ખૂબ મોટી સંખ્યા છે.

કેનેડિયન સરકારનાં આંકડા મુજબ, 2024માં કેનેડામાં ફેમિલી ફિઝિશિયનમાંથી 31% ડોક્ટર વિદેશોમાં ટ્રેનિંગ લઈને આવ્યા હતા, જ્યારે હેલ્થકેર વર્કર્સમાં દર ચારમાંથી એક વ્યક્તિ વિદેશી હતો. આ માટે કેનેડામાં સ્થાયી રીતે રહેવા અને કામ કરવા માટે અરજી કરતા પહેલાં ભારતીય ડોક્ટર દરેક રસ્તાની યોગ્યતાની શરતો અને મેડિકલ લાઈસન્સિંગની જરૂરિયાતોને સમજી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.