Students માટે USAમાં અભ્યાસ કર્યા બાદ તથા તેની સાથે જોબ અંગે બનેલા નિયમોને સમજવા ખૂબજ જરૂરી છે. અહીં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) તથા કરિકુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ (CPT) જેવા પ્રોગ્રામ છે. હાલનાં દિવસોમાં CPT પ્રોગ્રામ સરકારનાં નિશાના પર છે.
ઉજ્જવલ ભવિષ્ય
USAમાં કરિકુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ (CPT) એક પ્રકારનું વર્ક ઓથોરાઇઝેશન છે, જે ભારતીયો સહિત F-1 વિઝા પર ભણવા આવેલાં વિદેશી Studentsને ઇન્ટર્નશિપ, કોઓપરેટિવ એજ્યુકેશન તથા તેમનાં ડિગ્રી પ્રોગ્રામ સાથે જોડાયેલી અન્ય પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની મંજૂરી આપે છે. આ ટ્રેનિંગ વિદ્યાર્થીનાં મેજર (મુખ્ય વિષય) સાથે જોડાયેલી હોવી જોઈએ અને એકેડમિક કરિકુલમનો એક ભાગ હોવી જોઈએ. હાલમાં CPT પ્રોગ્રામ સરકારનાં નિશાના પર છે.

CPT હેઠળ કામ શરૂ કરતા પહેલાં Studentsએ પોતાની યૂનિવર્સિટીમાંથી મંજૂરી લેવાની રહેશે તથા CPT-એન્ડોર્સ્ડ I-20 મેળવવાનું રહેશે. આમ અમેરિકાએ CPTને સમાપ્ત નથી કર્યું, પરંતુ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ની નવી ગાઈડલાઈનને લીધે કેટલીક યૂનિવર્સિટીએ CPTનાં એક વ્યાપક રૂપથી ઉપયોગમાં લેવામાં આવનાર એક હિસ્સાને રોકી દીધો છે. CPTનાં જે હિસ્સાને રોકી દેવામાં આવ્યો છે તેને ‘કોર્સ ક્રેડિટ CPT’ તરીકે ઓળખવામાં આવે છે.
UC બર્કલે તથા UC ડેવિસ જેવી યૂનિવર્સિટીએ ‘કોર્સ ક્રેડિટ CPT’ માટે નવી અરજીઓને સસ્પેન્ડ કરી દીધી છે, જ્યારે તેઓએ એ CPT પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે, જે Studentsની એક ઔપચારિક જરૂર હોય છે. આ બદલાવની અસર ઇન્ટરનેશનલ Students જેમાં ભારતીયો પણ સામેલ છે, તેમની પર પડી શકે છે, જેઓ પોતાનાં અભ્યાસ દરમ્યાન ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને પેડ વર્ક એક્સપીરિયન્સ માટે CPT પર આધાર રાખે છે.
CPT શું છે?
કરિકુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ (CPT) અમેરિકામાં F-1 વિદેશી વિદ્યાર્થીઓ માટે કામ કરવાની મંજૂરી આપનાર એક પ્રોગ્રામ છે. આ Studentsને પેડ કે અનપેડ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં ભાગ લેવાની સગવડ આપે છે, જેમાં સામેલ છે.
- ઇન્ટર્નશિપ
- કો-ઓપરેટિવ એજ્યુકેશન પ્રોગ્રામ
- પ્રેક્ટિકલ
- વર્ક બેસ્ડ રિસર્ચ
- સ્ટુડન્ટ્સનાં એકેડમિક પ્રોગ્રામ સાથે જોડાયેલી અન્ય નોકરી
CPTની સગવડ ત્યારે જ મળે છે, જ્યારે વિદ્યાર્થી કોઈ ડિગ્રી લઈ રહ્યો હોય. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ તેનો ઉપયોગ નથી કરી શકાતો. ટ્રેનિંગ સ્ટુડન્ટનાં મેજર (મુખ્ય વિષય) સાથે જોડાયેલો હોવો જોઈએ અને કરિકુલમનો એકેડમિક હિસ્સો હોવો જોઈએ.
CPT અને OPTમાં શું ફરક છે?
CPTનો ઉપયોગ ડિગ્રી પ્રોગ્રામ દરમ્યાન કરવામાં આવે છે. ઓપ્શનલ ટ્રેનિંગ પ્રોગ્રામ (OPT)નો ઉપયોગ ખાસ કરીને ગ્રેજ્યુએશન પહેલાં અથવા બાદમાં કરવામાં આવે છે. CPTને યૂનિવર્સિટીનાં ડેઝીગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ (DSO) દ્વારા મંજૂરી મળે છે, જ્યારે OPT માટે USCIS દ્વારા મંજૂરી મેળવવાની જરૂર હોય છે.
કામ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓએ CPTની મંજૂરી લેવાની હોય છે. આ મંજૂરી અપડેટેડ ફોર્મ I-20 પર નોંધવામાં આવે છે. OPT ખાસ કરીને ગ્રેજ્યુએશન કર્યા બાદ 12 મહિના સુધી ઉપલબ્ધ હોય છે. STEM ફિલ્ડનાં વિદ્યાર્થીઓને STEM OPT એક્સટેન્શન પણ મળે છે, જેનાંથી તેઓ 24 મહિના એક્સ્ટ્રા કામ કરી શકે છે.
CPTનાં બે પ્રકાર કયા છે?
યૂનિવર્સિટીઝ ખાસ કરીને CPTને બે કેટેગરીમાં વહેંચે છે.
ડિગ્રી-જરૂરી CPT : આ ત્યારે લાગૂ થાય છે જ્યારે કોઈ ખાસ ડિગ્રી પ્રોગ્રામમાં દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગની જરૂર હોય છે. દા.ત. ગ્રેજ્યુએશન માટે ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ, ક્લિનિકલ પ્લેસમેન્ટ, ફિલ્ડ સ્ટડી અથવા ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટની જરૂર હોઈ શકે છે. આ વ્યવસ્થા હેઠળ, ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીએ ટ્રેનિંગ પૂર્ણ કરવી પડે છે. UC બર્કલે અને UC ડેવિસે જણાવ્યું કે, તેઓ આ પ્રકારની CPTની પ્રોસેસિંગ ચાલુ રાખશે.
કોર્સ ક્રેડિટ CPT : આ ત્યારે લાગૂ થાય છે જ્યારે કોઈ વિદ્યાર્થીને ઇન્ટર્નશિપ અથવા પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે એકેડમિક ક્રેડિટ મળે છે, પછી ભલે ગ્રેજ્યુએશન માટે તે ટ્રેનિંગ જરૂરી ન હોય. કોઈ વિદ્યાર્થી ઇન્ટર્નશિપ, ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી અથવા ફિલ્ડ-સ્ટડી કોર્સમાં એનરોલ થઈ શકે છે અ તેનાંથી જોડાયેલાં કામ માટે ક્રેડિટ મેળવી શકે છે. આ એ કેટેગરી છે, જેને બર્કલે તથા ડેવિસે ICEની નવી ગાઇડલાઈન્સ બાદ રોકી દીધી છે.
ICEએ શું જણાવ્યું?
12 ઓગસ્ટ, 2026નાં રોજ ICE હેઠળ કામ કરનારા સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝીટર પ્રોગ્રામ (SEVP)એ CPT ઓથોરાઇઝેશન અંગેની DSOની જવાબદારીઓ યાદ અપાવતો એક મેસેજ જારી કર્યો. આ મેમોમાં DSOને એ યાદ અપાવવામાં આવ્યું કે, CPTને મંજૂરી ત્યારે જ આપી શકાય છે, જ્યારે ટ્રેનિંગ કોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ હોય અને સીધી રીતે Studentsનાં મેજર (મુખ્ય વિષય) સાથે જોડાયેલ હોય.
તેમાં કહેવામાં આવ્યું છે કે, CPTને માત્ર રોજગાર અથવા વર્ક એક્સપીરિયન્સ આપવા માટે મંજૂરી નથી આપી શકાતી, જેને એકેડમિક પ્રોગ્રામનાં ભાગરૂપે ઔપચારિક રીતે માન્યતા ન મળી હોય. મેમોમાં એ ચેતવણી પણ આપવામાં આવી કે જો યૂનિવર્સિટી અને અધિકારી એવી CPTની અરજીઓને મંજૂરી આપે છે, જે ફેડરલ શરતોને પૂર્ણ નથી કરતી, તો તેમને ગંભીર પરિણામનો સામનો કરવો પડી શકે છે. યૂનિવર્સિટી વિરુદ્ધ તપાસ બેસાડી શકાય છે. અને વિદેશી Studentsને એડમિશન દેવા બદલ તેમનું સર્ટિફિકેટ પણ રદ્દ કરી શકાય છે.
યૂનિવર્સિટી કોર્સ ક્રેડિટ CPTને શા માટે બંધ કરી રહી છે?
યૂનિવર્સિટીઓને એ વાતની ચિંતા છે કે, CPT મંજૂર કરનારા DSO પર ખૂબજ મોટી જવાબદારી આવી પડી છે. કોર્સ ક્રેડિટ CPT Studentsનાં મેજર સાથે જોડાયેલ હોઈ શકે છે અને તેના માટે એકેડમિક ક્રેડિટ મળી શકે છે, પરંતુ આ જરૂરી નથી કે તે ગ્રેજ્યુએશન માટે જરૂરી જ હોય.
‘ઇંટીગ્રલ’ (અભિન્ન/અનિવાર્ય) શબ્દનાં સખ્ત અર્થને જોતાં, હવે યૂનિવર્સિટીઓએ તે સાબિત કરવું પડે છે કે, ટ્રેનિંગ કોર્સનો એક જરૂરી ભાગ છે. દરેક અરજીમાં જોખમનું અલગ-અલગ આકલન કરવાને બદલે, કેટલીક યૂનિવર્સિટીઓએ અસ્થાયી રીતે નવા કોર્સ ક્રેડિટ CPT અરજીઓનો સ્વીકાર કરવાનું બંધ કરી દીધું છે. આનો અર્થ એ નથી કે, દરેક CPT બંધ થઈ ગઈ છે.
શું આનાંથી અમેરિકાનાં દરેક વિદેશી વિદ્યાર્થી પર અસર થાય છે?
આ સવાલનો જવાબ છે – ના. બર્કલે અને ડેવિસ દ્વારા લગાવવામાં આવેલી રોક પોતાની જાતે દરેક યૂનિવર્સિટી પર લાગૂ નથી થતી. ફેડરલ ઢાંચાની અંદર CPTને કેવી રીતે લાગૂ કરવામાં આવે તે દરેક સંસ્થા જાતે નક્કી કરે છે. જોકે, દરેક SEVP – સર્ટિફાઇડ યૂનિવર્સિટીઝને ICEની ગાઈડલાઈન્સ મળી ચૂકી છે. આ માટે યૂનિવર્સિટીઓ પોતાની CPT નીતિયોની સમીક્ષા કરી શકે છે.
કેટલીક યૂનિવર્સિટીઓ વધારાનાં ડોક્યુમેન્ટ્સની સાથે કોર્સ ક્રેડિટ CPT જારી રાખી શકે છે. અન્ય તેનાં પર રોક લગાવી શકે છે, અથવા તે પ્રોગ્રામ સુધી મર્યાદિત કરી શકે છે, જ્યાં ગ્રેજ્યુએશન માટે ટ્રેનિંગ સ્પષ્ટ રીતે જરૂરી હોય. Studentsએ એ ન માની લેવું જોઈએ કે, અન્ય કોઈ સંસ્થામાં જાહેર નીતિ તેમનાં પર પણ લાગૂ થાય છે. તેને બદલે તેમણે પોતાની જ યૂનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઓફિસનો સંપર્ક કરીને તપાસ કરવી જોઈએ.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

