વિદેશમાં અભ્યાસ કરનારા Students માટે અહીં રોકાઈને જોબ કરવી સામાન્ય વાત રહી છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે, જેમાંથી બહુ ઓછા એવા છે, જે ડિગ્રી મળ્યા બાદ ભારત પરત આવે છે. પરંતુ હવે તેની સંખ્યા વધવા લાગી છે.
ઉજ્જવલ ભવિષ્ય
જ્યારે કોઈ ભારતીય Students વિદેશમાં અભ્યાસ કરવાનું પ્લાનિંગ કરે છે, તો તે માત્ર ડિગ્રી લેવા નથી જઈ રહ્યો. ક્યાંક ને ક્યાંક તેનો ઇરાદો ડિગ્રી લઈને ત્યાં જોબ કરવાનો હોય છે તથા આગળ જતા ત્યાં જ સેટલ થઈ જવાનો હોય છે. ભારતમાં લોકો વિદેશમાં અભ્યાસને તે દેશમાં સેટ થવાનો એક રસ્તો માને છે. તેથી જ દર વર્ષે લાખો ભારતીય Studentsઓ વિદેશ અભ્યાસ કરવા માટે જાય છે.

જોકે, સમયની સાથે ચીજો પણ બદલાઈ રહી છે અને હાયર એજ્યુકેશન સેક્ટરમાં એક ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જ જવા માંગે છે, અને ડિગ્રી મળતાંની સાથે જ તેઓ ભારત પરત આવી જાય છે. આવું અમે નથી કહી રહ્યાં, પરંતુ એક સર્વેમાં આ રિઝલ્ટ જોવા મળ્યું છે. જેનાથી એ ખબર પડે છે કે ભારતીયો માટે વિદેશમાં અભ્યાસ કરવો ભલે પોપ્યુલર હોય, પરંતુ તેમને પોતાનો દેશ પણ ખૂબજ પસંદ છે.
અભ્યાસ પૂર્ણ કરીને ભારત પાછા આવવા માંગે છે Students
ઓક્સફર્ડ ઇન્ટરનેશનલનાં એક સર્વેમાં જોવા મળ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ભારત પરત ફરવાની આશા રાખે છે. સર્વેમાં સામેલ 81% વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ ભારત પરત આવવા માંગે છે. લગભગ 10માંથી 9 લોકોએ જણાવ્યું કે, તેઓ પોતાના પરિવારમાંથી વિદેશ અભ્યાસ કરવા માટે જનારા પહેલાં વ્યક્તિ છે. જ્યારે લગભગ અડધા લોકોએ જણાવ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાનો નિર્ણય તેમનો પોતાનો હતો.
આ પરિણામો ઓક્સફર્ડ ઇન્ટરનેશનલનાં ‘સ્ટુડન્ટ-ગ્લોબલ મોબિલિટી ઇન્ડેક્સ’નાં ત્રીજા એડિશનમાં સામે આવ્યાં છે. આ અભ્યાસમાં મુખ્ય સર્વેનાં સવાલોનાં 17,925 જવાબોની સાથે-સાથે લગભગ 2,400 વધારાનાં જવાબોને પણ સામેલ કરવામાં આવ્યા. આ વધારાનાં જવાબોમાં કોર્સની પસંદ, પારિવારિક બેકગ્રાઉન્ડ, માહિતીનો સોર્સ તથા અભ્યાસ બાદની પ્લાનિંગ જેવા વિષયો પર માહિતી લેવામાં આવી હતી.
સર્વેમાં શું-શું સામે આવ્યું છે?
સર્વેમાં સામેલ 15% અન્ય લોકોએ જણાવ્યું કે તેઓ ગ્રેજ્યુએશન બાદ નોકરી માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યાં છે. પરંતુ તેમણે એવું નથી જણાવ્યું કે, તેઓ ભારતમાં કામ કરવા માંગે છે કે વિદેશમાં. સર્વેમાં જાણવા મળ્યું કે વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા અંગે પોતાનો નિર્ણય લેનારાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. જાતથી પ્રેરિત અરજદારોનો હિસ્સો 2023-24માં 29% થી વધીને 2024-25માં 34% થઈ ગયો અને 2024-26માં આ સંખ્યા વધીને 49% સુધી પહોંચી ગયો.
યુવાન વિદ્યાર્થી પરિવારનાં માર્ગદર્શન પર વધુ નિર્ભર હતા, જ્યારે ઉંમરમાં મોટા અરજદારો પોતાનાં નિર્ણયો જાતે લઈ રહ્યાં હતા. ઉત્તર અને દક્ષિણ ભારતનાં Studentsમાં સેલ્ફ-મોટિવેશન સૌથી વધુ હતું. જ્યારે પશ્ચિમ અને મધ્ય ક્ષેત્રોમાં પરિવારનો પ્રભાવ સૌથી વધુ મજબૂત જોવા મળ્યો.
પોસ્ટગ્રેજ્યુએટ કોર્સ વિદ્યાર્થીઓની પસંદમાં હાવી રહ્યાં, જેમાં 10માંથી 7 વિદ્યાર્થીઓએ માસ્ટર અથવા અન્ય પોસ્ટગ્રેજ્યુએટ કોર્સિસ માટે અરજી કરી. બિઝનેસ અને મેનેજમેન્ટ સૌથી વધુ લોકપ્રિય ક્ષેત્રો હતા. જેને 75% લોકોએ પસંદ કર્યો હતો. ત્યારબાદ 8% સાથે હેલ્થ અને મેડિસીન, જ્યારે સાયન્સની ભાગીદારી 2% અને એન્જીનિયરિંગની 1% રહી હતી.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

