ભારતનાં 551 શહેરો અને વિદેશનાં 14 શહેરોમાં 5,440 સેન્ટરો પર NEET (UG) 2026 માટે કુલ લગભગ 20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11.21 લાખ ઉમેદવારો અંડરગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ, AYUSH તથા અન્ય સંબંધિત પ્રોગ્રામ માટે ક્વોલિફાઈ થયા છે.
ઉજ્જવલ ભવિષ્ય
NEET UG Re-Exam Resultમાં 20 લાખ ઉમેદવારોમાંથી 11.21 લાખ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. 21 જૂનનાં રોજ આયોજિત થયેલ નીટ પરીક્ષામાં 720માંથી 715નાં સ્કોર સાથે પંજાબનો આર્યન ગુપ્તા અને હરિયાણાનો પાંશુલ બંસલ ટોપર બન્યા છે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

નીટ યૂજીમાં છોકરીઓએ મારી બાજી
પાસ થયેલાં ઉમેદવારોમાંથી 58 ટકા જેટલી છોકરીઓ છે. છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધુ ક્વોલિફાઈ થઈ છે. પરીક્ષામાં સામેલ થનારી 56.8 ટકા છોકરીઓ પાસ થઈ, જ્યારે છોકરાઓમાં આ આંકડો 55.1 ટકા રહ્યો છે.
NEET Result-2026 કેવી રીતે ચેક કરશો?
સ્ટેપ-1 : સૌથી પહેલાં એનટીએ નીટની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
સ્ટેપ-2 : હોમપેજ પર, ‘Candidate Activity’ સેક્શનમાં ‘Score Card for NEET (UG) – 2026’ પર ક્લિક કરો.
સ્ટેપ-3 : પોતાનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મતારીખ નાંખો.
સ્ટેપ-4 : લોગિન ક્રેડિન્શિયલ યોગ્ય રીતે એડ કરીને ‘Submit’ પર ક્લિક કરો.
સ્ટેપ-5 : રી-નીટ યૂજીનું રિઝલ્ટ આપની સ્ક્રીન પર ખુલી જશે, તેને ચેક કરો.
સ્ટેપ-6 : હવે નીટ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લઈ લો.
રાજ્યવાર ટોપર સ્ટુડન્ટનું નામ અને નીટ Score
નીટ યૂજીમાં ક્વોલિફાઈ કરનારા ઉમેદવારો દરેક 36 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી છે, જેમની સંખ્યા ઉત્તર પ્રદેશમાં 1.7 લાખથી પણ વધુ છે. જ્યારે લક્ષદ્વીપમાં સૌથી ઓછી 43 રહી છે.
[table id=29 /]
સૌથી વધુ આ રાજ્યોમાંથી નીકળ્યા ટોપર્સ
એનટીએ દ્વારા જારી NEET UG Resultમાં ટોપ રેન્ક પામનારા 138 વિદ્યાર્થીઓ દેશભરનાં 66 શહેરોમાંથી છે. 705થી વધુ સ્કોર પ્રાપ્ત કરનારા ટોપ 17 વિદ્યાર્થીઓ આ 8 રાજ્યોમાંથી છે.
- પંજાબ
- હરિયાણા
- રાજસ્થાન
- ઉત્તર પ્રદેશ
- મહારાષ્ટ્ર
- બિહાર
- તામિલનાડુ
- તેલંગાણા
કાઉન્સેલિંગ અને ઉમેદવારો માટે સલાહ
MBBS/BDSમાં ઓલ ઇન્ડિયા કોટા માટે કાઉન્સેલિંગ, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા જારી કરવામાં આવે છે. ઉમેદવારોને NTA તરફથી એવી સલાહ આપવામાં આવી છે કે, માત્ર સત્તાવાર વેબસાઇટ http://neet.nta.nic.in, http://mcc.nic.in તથા રાજ્ય કાઉન્સેલિંગ પોર્ટલ પર જ ભરોસો કરો. ઉમેદવારોને એડમિશન, સીટ બ્લોકિંગ તથા સ્કોર સુધારવાના નામે ખોટા કોલ, મેસેજ અથવા વેબસાઇટોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. NTA પૈસા કે ક્રેડેન્શિયલ માંગવા માટે ઉમેદવારોનો સંપર્ક નથી કરતું. શંકાસ્પદ લાગે તેવી વાતચીતની માહિતી [email protected] કે 011-40759000 પર આપી શકાય છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

