કોઇપણ રાજ્ય માટે આસિસ્ટન્ટ રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (ARTO)ની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. માર્ગ પરિવહનનો કાયદો લાગૂ કરવાથી લઈને તેનું પાલન અને નિયમ તોડવા બદલ યોગ્ય કાર્યવાહીની જવાબદારી તેમની હોય છે. રાજ્યનાં ખજાના સુધી કરોડોનો ટેક્સ પહોંચાડવાની જવાબદારી પણ ARTO ઓફિસરની હોય છે.
ઉજ્જવલ ભવિષ્ય
સરકાર ચલાવવા માટે નાણાંની જરૂર પડે છે. માર્ગ પરિવહન વિભાગ રાજ્ય સરકારોને કમાણી કરી આપતો એક મોટો વિભાગ માનવામાં આવે છે. તેમાં ARTOની ભૂમિકા મહત્વની હોય છે. કેમકે સરકારી ખજાનામાં કરોડો રૂપિયાનો ટેક્સ સમયસર પહોંચાડવાની જવાબદારી સીધી ARTOની હોય છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં યુવાનોને એઆરટીઓ પદનું મહત્વ, યોગ્યતા, સિલેક્શન પ્રક્રિયા, પગારધોરણ તથા પાવર વગેરે સાથે સંબંધિત માહિતી પણ ખબર હોવી જોઈએ.

ARTO કોણ હોય છે?
ARTOનું ફુલ ફોર્મ આસિસ્ટન્ટ રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (Assistant Regional Transport Officer) હોય છે. તે પ્રાંતીય મુલ્કી સેવા (PCS) હેઠળ વર્ગ-2 (ગ્રુપ-બી ગેઝેટેડ) લેબલનાં ઓફિસર હોય છે. તે કોઈપણ જિલ્લા અથવા ક્ષેત્રનાં વાહન વ્યવહાર વિભાગની કરોડરજ્જુ માનવામાં આવે છે. તથા સામાન્ય માણસથી સરકાર સુધી, તેમનાં હોદ્દાનું ખૂબજ મહત્વ હોય છે.
કેવી રીતે બનાય છે ARTO ઓફિસર?
સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી અથવા સહાયક વિભાગીય પરિવહન અધિકારી (ARTO) બનવાની બે રીત છે – ડાયરેક્ટર અને ઇનડાયરેક્ટ.
- ડાયરેક્ટર રીતઃ દરેક રાજ્યનાં લોક સેવા આયોગ, જેમકે UPSC, MPSC, BPSC દ્વારા આયોજિત પરીક્ષા દ્વારા તેમની પસંદગી થાય છે. રાજ્યની સિવિલ સેવા પરીક્ષા (PCS) પાસ કરવાની હોય છે, જેનાં ત્રણ ચરણ – પ્રિલિમ્સ, મેઇન અને ઇન્ટરવ્યૂ હોય છે. ઇન્ટરવ્યૂ બાદ, ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને પોસ્ટ પ્રેફરન્સનાં આધાર પર એઆરટીઓનાં પદ માટે એલોટ કરવામાં આવે છે. જેમાં અંતે બેસિક મેડિકલ ટેસ્ટ તથા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે.
- ઇનડાયરેક્ટઃ PCS પાસ કર્યા વગર પણ ARTOની સરકારી નોકરી મેળવી શકાય છે. પરંતુ ઇનડાયરેક્ટ વાળા રસ્તા દ્વારા આ હોદ્દા સુધી પહોંચવા માટે ખૂબજ ધીરજ અને વર્ષો લાગી શકે છે. આ માટે સૌથી પહેલાં પરિવહન વિભાગમાં નાના હોદ્દા જેમકે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર (MVI)/ રિઝનલ ઇન્સ્પેક્ટર (RI) / એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્ટર/ સીનિયર ક્લાર્ક જેવા હોદ્દાથી શરૂઆત કરવાની રહેશે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન દ્વારા ARTOનાં હોદ્દા સુધી પહોંચી શકાય છે. જેમાં 8થી 12 વર્ષ લાગી શકે છે.
લાયકાત અને ઉંમર મર્યાદા (ARTO Eligibility and Age Limit)
- શૈક્ષણિક લાયકાતઃ કોઈપણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી અથવા કોલેજમાં કોઈપણ વિદ્યાશાખા (આર્ટ્સ, સાયન્સ અથવા કોમર્સ)માંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. જોકે, કેટલીક ટેકનિકલ વિંગ માટે મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ એન્જીનિયરિંગની ડિગ્રી પણ માંગવામાં આવે છે. પરંતુ સામાન્ય વહીવટી એઆરટીઓ પદ માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂરતી હોય છે.
- ઉંમર મર્યાદાઃ સામાન્ય વર્ગ માટે ઉંમર મર્યાદા 21થી 40 વર્ષ સુધી છે. જોકે, અલગ-અલગ રાજ્યોમા તે અલગ-અલગ હોઈ શકે છે. જેમકે મહારાષ્ટ્ર અને બિહારમાં મહત્તમ ઉંમરમર્યાદા 37-38 વર્ષ સુધી હોઈ શકે છે. જોકે, અનામત વર્ગ (એસસી, એસટી, ઓબીસી)નાં ઉમેદવારોને રાજ્યનાં નિયમો અનુસાર, મહત્તમ ઉંમરમર્યાદામાં ત્રણ વર્ષ (ફેલોશિપ અને પૂર્વ સૈનિક) તથા 15 વર્ષ (દિવ્યાંગ)ને છૂટ આપવામાં આવે છે.
- ડ્રાઇવિંગ લાઇસન્સ: ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે.
- તાલીમઃ બધા તબક્કાઓ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો તાલીમ લે છે. આ તાલીમ ટ્રાફિક વ્યવસ્થાપન, વાહન નિયમો અને વહીવટી પ્રક્રિયાઓના વિવિધ પાસાઓને આવરી લે છે.
- પ્રોબેશન પીરિયડઃ નવનિયુક્ત એઆરટીઓ અધિકારી સામાન્ય રીતે એક પ્રોબેશન પીરિયડ પૂર્ણ કરે છે, જે દરમ્યાન તે વ્યવસાયિક અનુભવ તથા આગળની ટ્રેનિંગ લે છે.
એઆરટીઓનું પગારધોરણ શું હોય છે? (ARTO Salary)
આસિસ્ટન્ટ રિઝનલ ટ્રાન્સપોર્ટ મેનેજર (એઆરટીઓ)ને સાતમા વેતન આયોગ મુજબ દર મહિને સારી સેલેરી મળે છે, જે આ પ્રકારે છે –
[table id=28 /]
સેલેરીની સાથે પગાર અને ભથ્થા
આસિસ્ટન્ટ રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરને સેલેરીની સાથે કેટલાંય ભથ્થા અને સુવિધાઓનો લાભ પણ મળે છે. જેમકે,
- બેસિક સેલેરીનાં 38 ટકા મોંઘવારી ભથ્થું (DA)
- 27 ટકા મકાન ભાડા ભથ્થું (જો સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ હોય તો HRA નથી મળતું.
- મેડિકલ એલાઉન્સ
- પ્રોવિડન્ડ ફંડ
- રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)
- ગ્રેચ્યુટી
ARTOનું કામ શું હોય છે?
તે ગ્રાઉન્ડ લેવલ તથા ઓફિસ બંને કામને સંભાળે છે. તેમનું મુખ્ય કામ આ પ્રકારે છે-
- જિલ્લા અથવા ક્ષેત્રમાં નવી ગાડીઓનું રજિસ્ટ્રેશન (RC) કરવું.
- ડ્રાઇવિંગ લાઇસન્સ (DL)ને મંજૂરી આપવી.
- ગાડીઓ પર લાગનારા રોડ ટેક્સ તથા પરિવહન કરને જમા કરાવવા.
- તે પોતાના સબ-ડિવિઝનલ અથવા રિઝનલ ઓફિસનાં હેડ હોય છે.
ARTOની સત્તા શું હોય છે?
એક વાર ARTO બન્યા બાદ કેટલાંય પ્રકારની જવાબદારીઓની સાથે કેટલીક સત્તા પણ મળે છે. એક એઆરટીઓ ઓફિસર ટ્રાફિક નિયમ તોડનાર પર કાર્યવાહી કરી શકે છે. નિયમ તોડનારની સામે એક્શન લઈને ચલણ ઇશ્યૂ કરી શકે છે, ગાડી સીઝ કરી શકે છે, ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ તથા કેન્સલ કરી શકે છે. આ ઉપરાંત કોમર્શિયલ ગાડીઓને પરમિટ આપવાની પાવર પણ તેમની પાસે હોય છે. એઆરટીઓ બાદ, રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (RTO)નાં હોદ્દા પર બઢતી મળે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

