જર્મનીમાં માસ્ટર્સ માટે આપવી પડશે dMAT પરીક્ષા, જાણો કેવી રીતે કરવી તૈયારી?

જર્મનીમાં હાયર એજ્યુકેશન મેળવવાની પ્લાનિંગ કરી રહેલાં વિદ્યાર્થીઓને અહીં એડમિશન માટે જરૂરી દરેક પરીક્ષાઓ અંગે માહિતી હોવી જોઈએ. હાલમાં જ dMAT નામની એક પરીક્ષા લાવવામાં આવી છે. આજે આપણે એ જ પરીક્ષાની તૈયારી અંગે જાણીશું.

0
99
Student
Student

જર્મનીમાં હાયર એજ્યુકેશન મેળવવાની પ્લાનિંગ કરી રહેલાં વિદ્યાર્થીઓને અહીં એડમિશન માટે જરૂરી દરેક પરીક્ષાઓ અંગે માહિતી હોવી જોઈએ. હાલમાં જ dMAT નામની એક પરીક્ષા લાવવામાં આવી છે. આજે આપણે એ જ પરીક્ષાની તૈયારી અંગે જાણીશું.

ઉજ્જવલ ભવિષ્ય

વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ, વ્યાજબી ટ્યુશન ફી અને શ્રેષ્ઠ કારકિર્દીની તકો આપવાને લીધે જર્મની ભારતીય વિદ્યાર્થીઓની વચ્ચે એક પોપ્યુલર સ્ટડી એબ્રોડ ડેસ્ટીનેશન બની ચૂક્યું છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અહીં માસ્ટર્સ કોર્સિસમાં એડમિશન લેવા માટે એપ્લાય કરે છે. આ કારણથી એડમિશન બાબતે સ્પર્ધા ખૂબજ તીવ્ર બની ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને હવે dMAT નામથી એક નવી પરીક્ષા લાવવામાં આવી છે, જે માસ્ટર્સ એડમિશન માટે જરૂરી રહેશે.

dMAT
જર્મનીમાં હાયર એજ્યુકેશન મેળવવાની પ્લાનિંગ કરી રહેલાં વિદ્યાર્થીઓને અહીં એડમિશન માટે જરૂરી દરેક પરીક્ષાઓ અંગે માહિતી હોવી જોઈએ. હાલમાં જ dMAT નામની એક પરીક્ષા લાવવામાં આવી છે. આજે આપણે એ જ પરીક્ષાની તૈયારી અંગે જાણીશું.

જર્મનીની એકેડમિક ઇવેલ્યુએશન સેન્ટર (APS) વેરિફિકેશન પ્રક્રિયા હેઠળ એક નવી ‘ડિજિટલ માસ્ટર એસેસમેન્ટ ટેસ્ટ’ને જરૂરી બનાવવામાં આવી છે. APS ઇન્ડિયા તથા g.a.s.t. એ સાથે મળીને આ પરીક્ષા રજૂ કરી છે. જો આપ 2027માં જર્મનીમાં એડમિશન મેળવવા માંગતા હો, તો આપે dMAT પરીક્ષા આપવી પડશે, જો આપ APS ડોક્યુમેન્ટેશન પ્રક્રિયાનો હિસ્સો છો. આવો જાણીએ આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને આ પરીક્ષા કોના માટે છે.

dMAT પરીક્ષા શું છે?

  • dMAT એક્ઝામ એપ્ટિટ્યુડ ટેસ્ટ કરનારી પરીક્ષા છે, જે એ વિદ્યાર્થીઓ માટે છે, જેઓ કોઈ ખાસ માસ્ટર્સ પ્રોગ્રામમાં એડમિશન લેવા માંગે છે.
  • આ માટે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા, એનાલિટિકલ થિન્કિંગ, લોજિકલ રિઝનિંગ તથા સબ્જેક્ટને લઈને તેની માહિતીને ચેક કરવામાં આવે છે.
  • dMAT પરીક્ષા દ્વારા એ તપાસવામાં આવે છે કે, વિદ્યાર્થી પોતાના જ્ઞાનનો ઉપયોગ અસલ દુનિયાનાં પડકારોને ઉકેલવા માટે કઈ રીતે કરશે.
  • આ પરીક્ષા ભારતનાં કેટલાંક મુખ્ય શહેરોમાં સ્થિત સેન્ટર્સ પર ડિઝિટલ મોડમાં કરાવવામાં આવે છે. આને કરાવવાની જવાબદારી a.s.t. પાસે છે, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન APS કરશે.
  • APS ડોક્યુમેન્ટેશન સાથે જોડાયેલી dMAT એક મહત્વપૂર્ણ પરીક્ષા છે, જેથી જર્મન યૂનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ અંગે વધુ માહિતી મળી શકે.

dMAT પરીક્ષા કોણે આપવાની રહેશે?

dMAT પરીક્ષા જર્મનીમાં એડમિશન માટે એપ્લાય કરનારા દરેક વિદ્યાર્થીઓ માટે છે. હાલમાં તે કેટલીક ખાસ કેટેગરી તથા કોર્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પર લાગૂ થાય છે. જો આપ એન્જીનિયર, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમર્સ, એકાઉન્ટિંગ, ફાઈનાન્સ, ઇકોનોમિક્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા મેનેજમેન્ટ સાથે જોડાયેલ માસ્ટર્સ કોર્સ કરવા માંગો છો, તો આપે આ એક્ઝામ આપવાની રહેશે.

dMAT એક્ઝામનું શિડ્યુલ

[table id=27 /]

dMAT એક્ઝામની પેટર્ન કેવી છે?

  • આ પરીક્ષાને બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં પહેલો કોર મોડ્યુલ અને બીજો સબ્જેક્ટ મોડ્યુલ છે.
  • કોર મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીની સામાન્ય અભ્યાસની ક્ષમતા અ સંજ્ઞાનાત્મક (કોગ્નિટીવ) સ્કિલને તપાસવામાં આવે છે.
  • કોર મોડ્યુલ મુખ્યત્વે ત્રણ સબ-ટેસ્ટમાં વહેંચવામાં આવે છે, જેમાં લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ થિન્કિંગ તથા કોગ્નિટિવ સ્કિલ સામેલ છે.
  • સબ્જેક્ટ મોડ્યુલ દ્વારા એ જોવામાં આવે છે કે, વિદ્યાર્થીઓએ તેમનાં છેલ્લાં અભ્યાસ દરમ્યાન જે જ્ઞાન મેળવ્યું છે, તેનાં દ્વારા તેઓ પડકારોને કેવી રીતે હલ કરી શકે છે.
  • dMAT 5 કલાક સુધી ચાલનારી પરીક્ષા છે, જેમાં બંને મોડ્યુલની વચ્ચે એક બ્રેક પણ આપવામાં આવશે.
  • પરીક્ષામાં પૂછવામાં આવતા દરેક સવાલોનાં જવાબો સિંગલ-ચોઇસ ફોર્મેટમાં હશે તથા આ પરીક્ષા અંગ્રેજીમાં રહેશે.
  • dMAT સર્ટિફિકેટમાં રિઝલ્ટ ‘પર્સેન્ટાઇલ રેન્ક’ તથા 0થી 200નાં સ્કોરનાં રૂપમાં મળશે. યૂનિવર્સિટી જાતે નક્કી કરશે કે તે એડમિશન દરમ્યાન આ સ્કોર્સનો ઉપયોગ કેવી રીતે કરશે.

dMAT એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી?

હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ dMATની તૈયારી કેવી રીતે કરવી અને તે માટેનાં રિસોર્સ ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થશે? તો APS ઇન્ડિયા અને g.a.s.t. દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ માસ્ટર ટેસ્ટ (dMAT) એ ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પ્રક્રિયા છે, જેઓ જર્મનીમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા માંગે છે. આ પરીક્ષા હાલ કેટલાંક ખાસ વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે, આ માટે આ અંગે ખૂબજ ઓછા લોકોને માહિતી છે.

તૈયારી માટે સૌથી પહેલાં APS ઇન્ડિયા અને જે જર્મન યૂનિવર્સિટીમાં આપ અરજી કરી રહ્યાં છો, તેની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીને ધ્યાનથી વાંચો. આ ઉપરાંત પોતાની કોલેજની પુસ્તકો, ક્લાસ નોટ્સ અને ભરોસાપાત્ર એકેડમિક વેબસાઇટ્સની મુલાકાત લો. જો આપ કોઈ એજ્યુકેશન કન્સલ્ટન્ટની સલાહ લો છો, તો એ જરૂર તપાસો કે તે સત્તાવાર માહિતી આપી રહ્યા છે કે નહીં.

સારી તૈયારી કરવા માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે, દરરોજ થોડું-થોડું વાંચો, નિયમિત રૂપથી રિવીઝન કરો અને પોતાનાં વિષયોની પાયાની સમજને મજબૂત બનાવો. આ સાથે જ અંગ્રેજીમાં ભણવાની આદત પણ કેળવો, કેમ કે જર્મનીમાં અભ્યાસ દરમ્યાન વિષયોને સમજવા માટે તથા તેનું વિશ્લેષણ કરવાની ક્ષમતાને ઘણું મહત્વ આપવામાં આવે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.