મેડિકલનાં અભ્યાસ માટે હવે વિદેશ જવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે ખૂબજ સામાન્ય વાત થઈ ચૂકી છે. ભારતની પ્રાઇવેટ કોલેજોની મોંઘી ફીને લીધે ઘણાં વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવા જાય છે. જેમાંથી ઘણાં એવા વિદ્યાર્થીઓ છે, જેઓ Uzbekistanમાં અભ્યાસ માટે જાય છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતમાં મેડિકલ એજ્યુકેશનની લોકપ્રિયતા કેટલી વધુ છે એનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય કે, દર વર્ષે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપે છે, જેથી તેમને MBBSમાં એડમિશન મળી શકે. પરંતુ ભારતમાં મેડિકલની સીટોની સંખ્યા 1 લાખથી થોડી જ વધુ છે. આ કારણથી દર વર્ષે એવાં ઘણાં વિદ્યાર્થીઓ હોય છે, જેઓ મેડિકલનાં અભ્યાસ માટે વિદેશની વાટ પકડે છે. આવા વિદ્યાર્થીઓમાં Uzbekistan ખૂબજ લોકપ્રિય છે.

Uzbekistanની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કેટલાંક વર્ષો પહેલાં સુધી અહીં 3000 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તાશ્કંદમાં સ્થિત ભારતીય દૂતાવાસ અનુસાર, આજે તેમની સંખ્યા 16 હજારથી વધુ થઈ ચૂકી છે. આ બધા વિદ્યાર્થીઓ તાશ્કંદ, સમરકંદ, બુખારા જેવા શહેરોમાં સ્થિત મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યાં છે. અહીં ભારતીયોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ પણ છે. જેનાં લીધે વિદ્યાર્થીઓ Uzbekistan ભણવા જઈ રહ્યાં છે.
મેડિકલ એજ્યુકેશન માટેનો સસ્તો વિકલ્પ છે Uzbekistan
મેડિકલ એજ્યુકેશન તથા NEET એક્સપર્ટનાં જણાવ્યા મુજબ, ‘સરકારી મેડિકલ કોલેજોમાં મર્યાદિત સીટોની સંખ્યાને લીધે મોટાભાગનાં વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોની તરફ જવું પડે છે. તકલીફ એ છે કે, પ્રાઇવેટ મેડિકલ કોલેજોની કુલ ફી 80 લાખ રૂપિયાથી લઈને 1.25 કરોડ રૂપિયા કે તેથી વધુ સુધી પહોંચી જાય છે. એવામાં મિડલ ક્લાસ તથા લોઅર મિડલ ક્લાસ પરિવારો માટે આ ખર્ચ વહન કરવો લગભગ અશક્ય બની જાય છે.
તેમણે જણાવ્યું કે, ‘આ આર્થિક દબાણની વચ્ચે મધ્ય એશિયામાં ઉઝબેકિસ્તાન ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલ શિક્ષણનો એક મહત્વપૂર્ણ તથા ઓછા ખર્ચનો વિકલ્પ બનીને બહાર આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંની મેડિકલ યૂનિવર્સિટી તરફ વળે છે.
મેડિકલ એક્સપર્ટે જણાવ્યું કે, ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલ કરવા માટે જઈ રહ્યાં છે, જે ભારતમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ભારે ફી ભરી શકે તેમ નથી. તેમણે જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓનાં NEET-UGનો સ્કોર અથવા રેન્ક સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે પૂરતો નથી. આ સાથે જ તેઓ કરોડો રૂપિયાની ફી ભરવા માટે પણ સક્ષમ નથી. તેમના માટે ઉઝબેકિસ્તાન એક ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે બહાર આવ્યું છે. આ ઉપરાંત ઉઝ્બેકિસ્તાનમાં MBBSનાં ફાયદા પણ જણાવ્યા.
Uzbekistanમાં MBBS કરવાનાં મુખ્ય ફાયદા
- ઓછી ફી તથા વ્યાજબી લાઇફસ્ટાઇલઃ ઉઝબેકિસ્તાનનું સૌથી મોટું આકર્ષણ જ એ છે કે, અહીં ફી ઓછી છે. ભારતની કેટલીય ખાનજી મેડિકલ સંસ્થાઓની સરખામણીમાં અહીં થનાર કુલ ખર્ચ ઘણો ઓછો છે. આ જ રીતે રહેવા-જમવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે.
- અંગ્રેજી માધ્યમમાં અભ્યાસઃ અહીંની મોટાભાગની મેડિકલ યૂનિવર્સિટીઝ વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં મેડિકલ કોર્સ કરાવે છે, જેનાંથી ભારતીય વિદ્યાર્થીઓની ભાષા સંબંધિત અડચણો દૂર થઈ જાય છે. મેડિકલનાં અભ્યાસ માટે મોટાભાગની પુસ્તકો અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હોય છે.
- મેડિકલ ક્લિનિકલ એક્સપોઝરઃ મોટી ટીચિંગ હોસ્પિટલ્સથી સંબંધિત મેડિકલ યૂનિવર્સિટીઝમાં વિદ્યાર્થીઓને ક્લિનિકલ એક્સપોઝર તથા દર્દીઓની સાથે કામ કરવાની તક મળે છે.
- ભારતીય સમુદાયની ઉપસ્થિતિઃ ઉઝબેકિસ્તાનમાં દિવસે-દિવસે ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને લીધે નવા વિદ્યાર્થીઓને સામાજિક તથા શૈક્ષણિક મદદ મળી જાય છે.
Uzbekistanમાં વિદ્યાર્થીઓ માટે પડકારો શું છે?
મેડિકલ એક્સપર્ટે જણાવ્યું કે, વિદેશમાં મેડિકલ એજ્યેકશનનો નિર્ણય માત્ર ઓછી ફી જોઈને ન લેવો જોઈએ. તેમણે અહીં ઉભા થનારા પડકારો વિશે પણ જણાવ્યું, જેની માહિતી નીચે આપેલી છે.
- FMGE/NExTનો પડકારઃ વિદેશમાં MBBS કરનારા વિદ્યાર્થીઓને ભારતમાં મેડિકલ રજિસ્ટ્રેશન માટે લાઇસન્સિંગ પરીક્ષા (હાલમાં FMGE તથા ભવિષ્યમાં NExT વ્યવસ્થા)ની જરૂરિયાતોને પૂર્ણ કરવાની હોય છે. 20-30 ટકા ઉમેદવારો જ FMGE ક્લિયર કરી શકે છે.
- ભાષા સંબંધી પડકારઃ ભલે અહીં અભ્યાસ અંગ્રેજીમાં થતો હોય, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓ સાથો કોમ્યુનિકેશન માટે સ્થાનિક ભાષા ઉઝબેક પણ શીખવી જરૂરી થઈ જાય છે.
- યૂનિવર્સિટી પસંદ કરવાની જવાબદારીઃ દરેક વિદેશી મેડિકલ યૂનિવર્સિટી સરખી ક્વોલિટીની નથી હોતી. વિદ્યાર્થીઓએ માત્ર એજન્ટોના દાવા પર જ આધાર રાખવાને બદલે યૂનિવર્સિટીની માન્યતા, ક્લીનિયર શિક્ષણ, હોસ્પિટલની પ્રતિબદ્ધતા તથા ભારતીય વિદ્યાર્થીઓનાં રિઝલ્ટની જાતે ચકાસણી કરવી જોઈએ. આ માટે કોલેજ અથવા યૂનિવર્સિટીની વેબસાઇટને જરૂરથી ચેક કરો. આ સાથે જ નેશનલ મેડિકલ કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પણ ચેક કરો. ત્યારબાદ જ કોઈ નિર્ણય લો.
- ભારતીય નિયમોનું પાલન અનિવાર્યઃ નેશનલ મેડિકલ કમિશન (NMC)નાં નિયમો મુજબ કોર્સ, સમયગાળો તથા ઇન્ટર્નશિપનું પૂર્ણ થવું ખૂબજ જરૂરી છે. નિયમોની અવગણના ભવિષ્યમાં રજિસ્ટ્રેશન સંબંધિત સમસ્યાઓ ઉભી કરી શકે છે.
FMGE તૈયારીને લઈને કેવી તૈયારી કરી રહી છે ઉઝબેક યૂનિવર્સિટી?
વિદેશમાં MBBS કરનારા વિદ્યાર્થી માટે FMGE ક્લિયર કરવી જરૂરી હોય છે, ત્યારે જ તેમણે ભારતમાં પ્રેક્ટિસની છૂટ મળે છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ ખૂબજ ઓછા હોય છે, જે દર્શાવે છે કે તેને ક્લિયર કરવી જરાય સહેલી નથી. એવામાં ભારતીય વિદ્યાર્થીઓ એ પણ જાણવા માંગે છે કે, જ્યારે તેઓ Uzbekistan જેવા દેશમાં અભ્યાસ કરવા માટે જશે, તો ત્યાં શું તેમને તૈયારી કરાવવામાં આવશે, અથવા તો કોર્સને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હોય કે, જેનાંથી તેમની પરીક્ષાને લઈને પણ તૈયારી થઈ જશે.
મેડિકલ એક્સપર્ટનાં મત મુજબ, ‘ઘણી યૂનિવર્સિટીઓમાં ભારતીય ફેકલ્ટી, ઓનલાઇન ટેસ્ટ સીરીજ, FMGE ઓરિએન્ટેશન ક્લાસ તથા ભારતીય પેટર્ન પર આધારિત સવાલોની પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર વિદેશી ડિગ્રી અપાવવી જ નહીં, પરંતુ ભારત પરત ફરીને લાઇસન્સિંગની પરીક્ષામાં સફળતા માટે તૈયાર કરવાનું છે.’
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.


