Canadaમાં ગ્રેજ્યુએશન બાદ જોબ કરશો? જાણો PGWP અંગેની 3 બાબતો

Canadaમાં જોબ કરવા માટે જે Work Permit મળે છે, તેને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) કહેવામાં આવે છે. આ પરમિટ વિદ્યાર્થીઓને જોબની છૂટ આપે છે, જેથી તેઓ Canadaમાં પોતાનું કેરિયર શરૂ કરી શકે.

0
83
PGWP
PGWP

Canadaમાં જોબ કરવા માટે જે Work Permit મળે છે, તેને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) કહેવામાં આવે છે. આ પરમિટ વિદ્યાર્થીઓને જોબની છૂટ આપે છે, જેથી તેઓ Canadaમાં પોતાનું કેરિયર શરૂ કરી શકે.

ઉજ્જવલ ભવિષ્ય

Canadaમાં આ વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ રહ્યાં છે, જેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે એપ્લાય કરશે, જેથી તેમને જોબની છૂટ મળી જશે. Canadaમાં PGWP દ્વારા વિદ્યાર્થીઓને વર્ક એક્સપીરિયન્સ મેળવવાની તક મળે છે. કોમ્પ્યુટર સાયન્સ, ડેટા એનાલિટિક્સ અથવા એન્જીનિયરિંગ જેવા ક્ષેત્રમાં ડિગ્રી મેળવીને પાસ થયેલાં વિદ્યાર્થીઓ હવે તે જ ક્ષેત્રમાં કારકિર્દી પણ બનાવવા માંગે છે તથા PGWP તેમને તેવું કરવાની તક આપે છે.

PGWP
Canadaમાં જોબ કરવા માટે જે Work Permit મળે છે, તેને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) કહેવામાં આવે છે. આ પરમિટ વિદ્યાર્થીઓને જોબની છૂટ આપે છે, જેથી તેઓ Canadaમાં પોતાનું કેરિયર શરૂ કરી શકે.

જોકે, ઘણાં વિદ્યાર્થીઓ એવા પણ છે, જેમને PGWP સાથે જોડાયેલી નાની નાની વાતો વિશે પૂરતી માહિતી હોતી નથી અને તેઓ અરજી કરતી વખતે જ ભૂલ કરી બેસે છે. મોટાભાગનાં વિદ્યાર્થીઓને લાગે છે કે, PGWPનો સમયગાળો દરેક વ્યક્તિ માટે એક જેવો જ હોય છે. પરંતુ આવું બિલકુલ નથી. આ જ કારણ છે કે, આજે આપણે કેનેડામાં વર્ક પરમિટ સાથે જોડાયેલી 3 મહત્વની બાબતો વિશે જાણીશું. જેનાંથી મોટાભાગનાં વિદ્યાર્થીઓ અજાણ છે. જેને પૂર્ણ કરવા પર જ PGWP આપવામાં આવે છે.

  1. કોર્સનો સમયગાળો નક્કી કરે છે વર્ક પરમિટનો પિરિયડ

Canadaમાં વિદ્યાર્થીએ જે પ્રકારનો અભ્યાસ કર્યો છે, તેટલો જ સમયગાળો હશે, જેને તેટલાં જ સમય માટે વર્ક પરમિટ મળશે. એવું નથી કે કોઈ વિદ્યાર્થીએ 2 વર્ષનો કોર્સ લીધો હોય, અને તેને 3 વર્ષ માટે વર્ક પરમિટ મળી જાય. અલગ-અલગ કોર્સનાં હિસાબે વર્ક પરમિટનો સમયગાળો પણ અલગ અલગ હોય છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • 8 માસથી 2 વર્ષ સુધીનાં સમયગાળા માટેનો કોર્સઃ કોર્સનાં સમયગાળાની બરાબર વર્ક પરમિટ.
  • 2 વર્ષ અથવા તેથી વધુ સમયગાળા માટેનો કોર્સઃ આખા 3 વર્ષ માટે PGWP મળશે.
  • એકથી વધુ કોર્સઃ વધુ સમય મળી શકે છે, પરંતુ PGWPનો સમયગાળો 3 વર્ષથી વધુ ન હોઈ શકે.

જો આપને એ ખબર હોય કે, PGWP કેટલાંય સમય માટે મળશે, તો પછી આપ તે પ્રમાણે કેનેડામાં રહેવા તથા ભવિષ્ય બનાવવાની યોજના તૈયાર કરી શકશો. અહીં કેટલાંક એવાં પણ કોર્સ છે, જેના માટે વર્ક પરમિટ નથી મળતી. આમાં 8 મહિનાથી ઓછા સમયગાળા માટે સર્ટિફિકેટ પ્રોગ્રામ, મોટાભાગે પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સ તથા ઓનલાઇન કોર્સ સામેલ છે.

  1. સ્ટડી પરમિટ સ્ટેટસ જાળવી રાખવું જરૂરી

ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં અભ્યાસ દરમ્યાન સ્ટડી પરમિટ સ્ટેટસ જાળવી રાખવું જરૂરી છે. આનો અર્થ છે કે, કેનેડિયન ઇમિગ્રેશન એજન્સીની નજરમાં ભારતીય વિદ્યાર્થીએ એક સ્ટુડન્ટ જ હોવો જોઈએ. જો તે વચમાં કી જોબ માટે વર્ક વિઝા લે છે, તો તેનાંથી તેનું સ્ટડી પરમિટ સ્ટેટસ ખરાબ થઈ શકે છે. અથવા ક્લાસ એટેન્ડ નહીં કરવા પર કોલેજમાંથી નામ કપાય તો પણ સ્ટેટસ ખરાબ થઈ શકે છે. એવી પરિસ્થિતિમાં PGWP માટે ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. સ્ટેટસને ચાલુ રાખવા માટે નીચેની ચીજો કરો.

  • જો કોર્સનો સમયગાળો વધી શકે તેમ હોય, તો હાલની સ્ટડી પરમિટ એક્સપાયર થતાં પહેલાં એક્સટેન્શન માટે અરજી કરો.
  • રિમોટ લર્નિંગની એલિજિબિલિટી બાબતે IRCCની નીતીઓ પર નજર રાખો.
  • એ નક્કી કરવું પણ જરૂરી છે કે, કોર્સ કોઇપણ પરિસ્થિતિમાં કેનેડાથી બહાર ન પૂર્ણ કરવામાં આવ્યો હોય.
  1. કોલેજ-યૂનિવર્સિટી તથા કોર્સની માન્યતા

કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને માત્ર ‘ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટીટ્યુશન’ (DLI)માં જ અભ્યાસ કરવાની છૂટ હોય છે. કેનેડાની કોલેજ તથા યૂનિવર્સિટીઝ બંને DLI હોઈ શકે છે, પરંતુ વિદ્યાર્થીએ અહીં પણ માત્ર તે જ કોર્સનો અભ્યાસ કરવો જોઈએ, જેનાંથી ડિગ્રી, ડિપ્લોમા તથા સર્ટિફિકેટ મળી શકે છે. માત્ર એટલું જ નહિ, વિદ્યાર્થીઓએ એ પણ ચેક કરવું જોઈએ કે જે કોર્સનો અભ્યાસ ચાલી રહ્યો છે, શું તેના માટે વર્ક પરમિટ મળી શકે છે કે નહીં. કેનેડા સરકારની ઇમિગ્રેશન વેબસાઇટ પર તેને ચેક કરી શકાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.