H-1B Visaનો 60 દિવસનો ગ્રેસ પીરિયડ થઈ શકે છે સમાપ્ત, ટ્રમ્પનાં નવા પ્લાને વધાર્યું ભારતીયોનું ટેન્શન

અમેરિકામાં જોબ માટે H-1B Visa ઘણા લાંબા સમયથી પોપ્યુલર છે. પરંતુ આ વિઝા બાબતે હવે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેમકે, વિઝાનાં ગ્રેસ પીરિયડને પૂર્ણ કરવાની તૈયારી થઈ રહી છે, જે ભારતીયો માટે ખરાબ સમાચાર છે.

0
57
H-1B Visa
H-1B Visa

અમેરિકામાં જોબ માટે H-1B Visa ઘણા લાંબા સમયથી પોપ્યુલર છે. પરંતુ આ વિઝા બાબતે હવે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેમકે, વિઝાનાં ગ્રેસ પીરિયડને પૂર્ણ કરવાની તૈયારી થઈ રહી છે, જે ભારતીયો માટે ખરાબ સમાચાર છે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકામાં H-1B Visa પર કામ કરી રહેલાં ભારતીય વર્કર્સ માટે ખરાબ સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક એવો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં H-1B Visa હોલ્ડર્સ માટે નોકરી ગયા બાદ મળનારો 60 દિવસનો ગ્રેસ પીરિયડ સમાપ્ત થઈ શકે છે. અમેરિકામાં H-1B Visaનો સૌથી મોટો હિસ્સો ભારતીયોને મળતો આવ્યો છે. અહીં ભણવા આવનાર ભારતીય વિદ્યાર્થીઓ પણ જોબ માટે H-1B Visaને જ અગ્રિમતા આપે છે.

H-1B Visa
અમેરિકામાં જોબ માટે H-1B Visa ઘણા લાંબા સમયથી પોપ્યુલર છે. પરંતુ આ વિઝા બાબતે હવે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેમકે, વિઝાનાં ગ્રેસ પીરિયડને પૂર્ણ કરવાની તૈયારી થઈ રહી છે, જે ભારતીયો માટે ખરાબ સમાચાર છે.

જો આ નિયમ લાગૂ થઈ જાય, તો તેની અમેરિકામાં કામ કરનારા ભારતીય પ્રોફેશનલ્સ પર ઘણી મોટી અસર પડી શકે છે. ખાસ કરીને તે લોકો પર જેઓ એમ્પ્લોયમેન્ટ બેસ્ડ ગ્રીન કાર્ડની રાહ જોતાં રહીને પોતાનું વિઝા સ્ટેટસ બનાવી રાખવા માટે નોકરી પર આધારિત છે. હાલમાં ગ્રેસ પીરિયડ હટાવવામાં નથી આવ્યો. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યોરિટી (DHS)એ આ પ્રસ્તાવને રેગ્યુલેટરી રિવ્યૂ પ્રોસેસ (નિયમોની સમીક્ષાની પ્રક્રિયા)માં મોકલી આપ્યો છે, પરંતુ પ્રસ્તાવિત નિયમોની ડિટેલ હજી લાગુ નથી થઈ.

H-1B Visaનો 60 દિવસનો ગ્રેસ પીરિયડ શું છે?

  • અમેરિકન ઇમિગ્રેશન નિયમો પ્રમાણે, એચ-1બી વર્કરને જેટલાં દિવસો માટે વિઝા મળે છે, જો તે પહેલાં તેની નોકરી જતી રહે છે, તો તેને 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે.
  • ગ્રેસ પીરિયડના સમયગાળામાં H-1B Visa હોલ્ડર બીજી કંપનીમાં નોકરી શોધી શકે છે, જે તેને સ્પોન્સર કરવા માટે તૈયાર હોય. તે બીજા વિઝા પર શિફ્ટ થઈ શકે છે અથવા અમેરિકા છોડવાની તૈયારી કરી શકે છે.
  • ગ્રેસ પીરિયડનો મતલબ એ નથી કે, બેરોજગાર એચ-1બી હોલ્ડર અન્ય કામ કરવા લાગે. તેને નોકરીની પરવાનગી ત્યારે જ મળશે, જ્યારે કોઈ કંપની સ્પોન્સરશિપ માટે તૈયાર હોય.
  • એચ-1બી પોર્ટેબિલિટીનાં અલગ નિયમો વર્કરને કોઈ નવી કંપની માટે કામ શરૂ કરવાની પરવાનગી આપે છે, પરંતુ શરત એટલી કે નવી કંપની USCIS પાસે યોગ્ય રીતે નવી એચ-1બીની અરજી દાખલ કરી શકે.

એચ-1બી ગ્રેસ પીરિયડમાં શું બદલવાની વાત થઈ છે?

DHSનો પ્રસ્તાવ એ સુરક્ષાને રદ કરવાનો છે, જે હાલમાં એચ-1બી વિઝા વર્કરને 60 દિવસનાં ગ્રેસ પીરિયડ તરીકે મળે છે. જો એચ-1બી ગ્રેસ પીરિયડ પૂર્ણ કરી દેવામાં આવે છે, તો નોકરી ગુમાવનારા ભારતીય વર્કરને ઇમિગ્રેશન-સ્ટેટસ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો બહુ જલદી કરવો પડી શકે છે.

માની લો કે એક ભારતીય સોફ્ટવેર પ્રોફેશનલની નોકરી જતી રહે છે, જ્યારે તેનું એચ-1બી એપ્રુવલ હજી પણ 2 વર્ષ માટે માન્ય છે. હાલની સિસ્ટમ પ્રમાણે, ભારતીયની પાસે અન્ય એચ-1બી સ્પોન્સર શોધવા માટે 60 દિવસનો સમય હોય છે. જો તે સમય ન મળે તો, ભારતીયે પોતાની હાલની નોકરી પૂર્ણ થવાની તારીખનાં ખૂબજ નજીકનાં ગાળામાં નવી કંપની શોધવી પડશે, જે સ્પોન્સરશિપ માટે તૈયાર હોય.

માત્ર આટલું જ નહિ, પરંતુ તેણે જલ્દી ઇમિગ્રેશન ફાઇલિંગની પણ જરૂર પડી શકે છે. જેથી અચાનક થનારી એચ-1બી લે-ઓફ (નોકરીમાંથી કાઢવા)ની સ્થિતિને પહોંચી વળવું ભારે મુશ્કેલ બની શકે છે. આ જ એ કારણ છે, જે હાલનાં પ્રસ્તાવને ભારતીયો માટે મુશ્કેલી વધારનાર બનાવે છે.

શું જોબ જતાં જ એચ-1બી વર્કરે છોડવું પડશે અમેરિકા?

  • હાલ ટ્રમ્પ સરકારનાં નવા પ્રસ્તાવને લાગૂ નથી કરાયો, જેનો મતલબ એ થાય કે હાલ નોકરી જવા પર એચ-1બી વર્કરે દેશ છોડવાની જરૂર નથી.
  • પ્રસ્તાવિત નિયમ હજી અંતિમ સ્વરૂપમાં પબ્લિશ નથી થયો. આ માટે, આ નિર્ણય પર પહોચવું હાલ થોડું વહેલું કહેવાશે કે નોકરી ગુમાવવાનાં તરત જ બાદ એચ-1બી વર્કરે અમેરિકા છોડવું પડશે.
  • અંતિમ નિયમમાં છૂટ, ફેરફાર દરમ્યાન લાગૂ થનાર નિયમ અથવા અન્ય સુરક્ષા ઉપાયો સામેલ થઈ શકે છે. હાલમાં, એચ-1બી વર્કર માટે 60 દિવસનાં ગ્રેસ-પીરિયડની સુવિધા ઉપલબ્ધ છે.

શું એચ-1બી વર્કર હજી પણ પોતાની કંપની બદલી શકે છે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું એચ-1બી વર્કર પોતાની કંપની બદલી શકે છે? તેનો જવાબ છે હા. 60 દિવસનાં ગ્રેસ પીરિયડમાં પ્રસ્તાવિત ફેરફારનો મતલબ એ નથી કે, અમેરિકામાં એચ-1બી એમ્પ્લોયર ટ્રાન્સફરની સુવિધા ખતમ થઈ રહી છે. જો ઇમિગ્રેશનની સાથે જોડાયેલી તમામ શરતો પૂરી થાય છે, તો એક એચ-1બી પ્રોફેશનલ, એચ-1બી પોર્ટેબિલિટી ફ્રેમવર્ક હેઠળ એક કંપનીમાંથી અન્ય કંપનીમાં જઈ શકે છે.

સૌથી મોટો મુદ્દો એ છે કે, જ્યારે 2 નોકરીઓની વચ્ચે ગેપ હોય છે, ત્યારે શું થાય છે? હાલનો 60 દિવસનો સમય નોકરીમાંથી હાંકી કઢાયેલા વર્કરને અન્ય નોકરી શોધવા તથા એચ-1બી ફાઇલિંગની વ્યવસ્થા કરવાની તક આપે છે. આ સમય-સીમા હટાવી દેવાથી અચાનકથી નોકરીની વચ્ચે આવનાર ગેપની સ્થિતિ ઘણી મુશ્કેલી સર્જી શકે છે.

જો કોઈ એચ-1બી વર્કર રાજીનામું આપે તો શું થાય?

આ મામલો માત્ર છટણી (લે-ઓફ) સુધી જ સીમિત નથી. હાલનાં નિયમો પ્રમાણે, નોકરી પોતાની મરજીથી છોડવા અથવા નોકરીથી હાંકી કાઢ્યા બાદ ગ્રેસ પીરિયડ મળી શકે છે. જો 60 દિવસનાં સમયગાળાને હટાવી દેવામાં આવે તો રાજીનામું આપવાનું વિચારી રહેલાં એચ-1બી હોલ્ડરે એ પાકું કરવું પડે છે કે, હાલની નોકરી છોડતા પહેલાં જ આગળની કંપની અને ઇમિગ્રેશન સાથે જોડેયલી ફાઇલિંગ તૈયાર હોય.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.