Canadaમાં ઘણી કેટેગરી દ્વારા પરમેનન્ટ રેસિડેન્સી (PR) આપવામાં આવે છે. કેનેડિયન એક્સપીરિયન્સ ક્લાસ (CEC) પણ એક એવી કેટેગરી છે, જેમાં આવનારા લોકોને પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવે છે. આવો આ અંગે વિસ્તારથી જાણીએ.
ઉજ્જવલ ભવિષ્ય
Canadaની ઇમિગ્રેશન સ્ટ્રેટેજી સતત બદલાઈ રહી છે અને હવે એ લોકોને દેશમાં વસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જે પહેલાંથી જ અહીં છે. ઇમિગ્રેશન રિફ્યૂજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા હાલમાં જ કેનેડિયન એક્સપીરિયન્સ ક્લાસ (CEC) ડ્રોની જાહેરાત કરવામાં આવી છે. CEC ડ્રો દ્વારા 1000 લોકોને ‘ઇન્વિટેશન ટુ અપ્લાય’ જારી કરવામાં આવ્યા છે, એટલે કે તે લોકોને પરમેનન્ટ રેસિડેન્સી આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

જો લઘુત્તમ કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ કટઓફની વાત કરીએ તો તે 523 છે. વર્ષની શરૂઆતથી હજી સુધી PR માટે કુલ 48 રાઉન્ડ થઈ ચૂક્યાં છે અને અલગ-અલગ સ્ટ્રીમમાં 1,14,865 ITA જારી કરવામાં આવ્યા છે. તેમાંથી 49,250 ખાસ કરીને સીઈસી માટે હતા. એવામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સને માટે એ સમજી લેવું પહેલાંથી વધુ જરૂરી થઈ ગયું છે કે, આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને Canadaમાં PR કેવી રીતે મેળવી શકાય.
હાલ કેટલાં લોકોને PR મળશે?
હાલનાં ઇમિગ્રેશન ટ્રેન્ડને જોઈએ તો ખ્યાલ આવે છે કે, Canada એ લોકોને સ્થાયી કરી રહ્યું છે, જે લોકોએ દેશમાં જ અભ્યાસ કર્યો હોય, અહીં વર્ક એક્સપીરિયન્સ મેળવ્યો હોય અને અહીંની ભાષા પર તેમની પકડ પણ ખૂબજ સારી હોય. જેનો સીધો મતલબ એ થાય કે, Canadaમાં અભ્યાસ કર્યા બાદ અહીં જોબ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની પાસે CEC ડ્રો હેઠળ PR મેળવવાની તક છે.
હાલમાં તે લોકોને જ PR આપવામાં આવશે, જેમનો CRS સ્કોર 523 અથવા તેથી વધુ છે. CRS સ્કોર એજ્યુકેશન, ઉંમર, વર્ક એક્સપીરિયન્સ જેવા કેટલાંય ફેક્ટર્સ પર આધાર રાખે છે. CRS સ્કોરની સાથે-સાથે અરજદારે જો પોતાની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ 17 ઓગસ્ટ, 2026 પહેલાં બનાવી હશે તો જ તેમને PR મળશે. આનો અર્થ એ થયો કે, CEC કેટેગરીમાં આવનાર લોકો જો આ બે શરતો પૂરી કરે છે તો તેમને સરળતાથી દેશમાં વસાવવામાં આવશે.
CEC દ્વારા કેવી રીતે PR મળે?
- યોગ્યતા ચકાસોઃ ગત 3 વર્ષોમાં ઓછામાં ઓછા 1 વર્ષ (1560 કલાક)નો કેનેડિયન સ્કિલ વર્ક એક્સપીરિયન્સ (TEER 0, 1 અથવા 3) હોવો જોઈએ. આ સાથે, નિર્ધારિત ભાષા સ્કોર (CLB) અને એજ્યુકેશન હોવું જોઈએ.
- ડોક્યુમેન્ટ તૈયાર કરોઃ લેંગ્વેજ એક્ઝામ (જેમકે IELTS) આપો અને જો અભ્યાસ બહારનો છે, તો ECA રિપોર્ટ બનાવડાવો.
- એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ બનાવોઃ IRCC પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટર કરો. તેનાંથી આપને ઉંમર, વર્ક એક્સપીરિયન્સ અને એજ્યુકેશનનાં આધારે CRS સ્કોર મળશે અને આપ પૂલમાં સામેલ થઈ શકશો.
- ITA મળ્યા બાદ PR માટે અરજી કરોઃ જો આપનો સ્કોર કટ-ઓફ સાથે મેળ ખાય છે, તો આપને ITA મળે છે, ત્યારબાદ આપને 60 દિવસની અંદર સમગ્ર PR અરજી અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનાં હોય છે.
CEC કેટેગરી હેઠળ સૌથી વધુ સરળતાથી પરમેનન્ટ રેસિડેન્સી એ લોકોને જ મળી શકે છે, જેમણે Canadaમાં અભ્યાસ કર્યો હોય. અહીં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) પર જોબ કરી રહ્યાં હોય, જેનાંથી તેમને કેનેડિયન વર્ક એક્સપીરિયન્સ પણ મળી જાય છે. જેનાંથી તેઓ CEC કેટેગરી માટે લાયક બને છે અને ત્યારબાદ આગળની શરતો પૂરી કરીને PR માટે અરજી કરી શકે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

