પોતાના બાળકોને મેડિકલ નથી કરાવવા માંગતા ભારતના મોટાભાગનાં Doctor, જાણો કારણો

NEET UG 2026નાં ફોર્મ ભરવાનાં પૂર્ણ થઈ ચૂક્યાં છે. ચાલુ વર્ષે લગભગ 20 લાખ જેટલાં વિદ્યાર્થીઓએ Doctor બનવા માટે NEETનાં એન્ટ્રન્સ એક્ઝામનાં ફોર્મ ભર્યા છે. આ દરમ્યાન એક સર્વેમાં ભારતમાં મેડિકલનાં અભ્યાસને લઈન એક એવી રિપોર્ટ સામે આવી છે, જે ધારણાઓ કરતાં બિલકુલ અલગ છે.

0
99
Doctor
Doctor

NEET UG 2026નાં ફોર્મ ભરવાનાં પૂર્ણ થઈ ચૂક્યાં છે. ચાલુ વર્ષે લગભગ 20 લાખ જેટલાં વિદ્યાર્થીઓએ Doctor બનવા માટે NEETનાં એન્ટ્રન્સ એક્ઝામનાં ફોર્મ ભર્યા છે. આ દરમ્યાન એક સર્વેમાં ભારતમાં મેડિકલનાં અભ્યાસને લઈન એક એવી રિપોર્ટ સામે આવી છે, જે ધારણાઓ કરતાં બિલકુલ અલગ છે.

ઉજ્જવલ ભવિષ્ય

સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે Doctorનાં બાળકો ભણીગણીને ડોક્ટર જ બને છે. આપણાં ભારતીય સમાજમાં એ વાત ખૂબજ પ્રચલિત છે કે, એક ડોક્ટર પોતાનાં બાળકોને ડોક્ટર બનાવવા માટે દરેક પ્રકારનાં પ્રયત્નો કરે છે. પરંતુ હાલમાં જ એક અભ્યાસનો એવો રિપોર્ટ સામે આવ્યો છે, જે આ માન્યતાથી તદ્દન ઉલટો છે. ભારતમાં કરવામાં આવેલાં આ સર્વે મુજબ દેશમાં લગભગ 91 ટકા Doctor એવા છે, જે નથી ઇચ્છતા કે તેમનાં બાળકો મેડિકલનાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે.

Doctor
NEET UG 2026નાં ફોર્મ ભરવાનાં પૂર્ણ થઈ ચૂક્યાં છે. ચાલુ વર્ષે લગભગ 20 લાખ જેટલાં વિદ્યાર્થીઓએ Doctor બનવા માટે NEETનાં એન્ટ્રન્સ એક્ઝામનાં ફોર્મ ભર્યા છે. આ દરમ્યાન એક સર્વેમાં ભારતમાં મેડિકલનાં અભ્યાસને લઈન એક એવી રિપોર્ટ સામે આવી છે, જે ધારણાઓ કરતાં બિલકુલ અલગ છે.

જે દેશમાં મેડિકલની પ્રવેશ પરીક્ષા NEET UG માટે દર વર્ષે 20 લાખથી વધુ અરજીઓ આવતી હોય, ત્યાં આ વાત પર વિશ્વાસ કરવો અઘરો લાગે છે. પરંતુ મુંબઈની એક સંસ્થા દ્વારા 6 માસ કરતાં વધુ સમય સુધી કરવામાં આવેલાં સરવેમાં એક અલગ જ વાત સામે આવી છે.

પોતાનાં બાળકોને મેડિકલ શા માટે નથી કરાવવા માંગતા Doctors?

સંસ્થા દ્વારા 6 મહિના કરતાં વધુ સમય સુધી નાના શહેરોથી લઈને મેટ્રો સિટીઝ સુધી, 1200થી વધુ ફિઝિશિયન્સ (ડોક્ટર્સ)ને આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા. જેમાં સરકારી તથા પ્રાઇવેટ બંને પ્રકારનાં Doctor હતા. જનરલ મેડિસીન, સર્જરી, પીડિયાટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગનાં ડોક્ટર સર્વેમાં સામેલ થયા હતા.

સર્વેમાં જે રિઝલ્ટ આવ્યું, તેમાં એવા ચાર મુખ્ય કારણો સામે આવ્યા જેનાં લીધે ડોક્ટર્સ સહુથી વધુ ત્રસ્ત રહે છે. ત્યાં સુધી કે દુનિયાભરમાં Doctorsમાં ડિપ્રેશનનો રેટ 29%ની આસપાસ છે. સર્વેમાં સામે આવેલ ચારણ કારણ એ જ છે, જેનાં લીધે મોટાભાગનાં ડોક્ટર્સ પોતાનાં બાળકોને મેડિકલ ક્ષેત્રમાં ધકેલવા નથી માંગતા. જે ક્રમવાર નીચે જણાવવામાં આવ્યા છે.

હિંસાનો ડર

ઘણીવાર ડોક્ટર અને દરદી વચ્ચે માથાકૂટ, ગાળાગાળીથી લઈને મારામારી સુધીનાં સમાચારો આવે છે. ઘણીવાર ઇમર્જન્સી, ICU અથવા ગંભીર કિસ્સાઓમાં આવું જોવા મળે છે. DAF સર્વેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, 84 ટકા ડોક્ટર્સે દરદીઓ-સગાસંબંધીઓ દ્વારા મૌખિક તથા શારીરિક હુમલાઓનો ડર જાહેર કર્યો છે. આ ચિકિત્સકોએ એવું પણ જણાવ્યું છે કે, આવી ઘટનાઓ માત્ર તેમની સાથે જ નથી બનતી, પરંતુ હવે આ સામાન્ય વાત બનતી જાય છે.

કામનો લોડ

સતત 10-12 અથવા તેનાથી પણ વધુ કલાકો સુધી કામ, નાઇટ શિફ્ટ, કોઈપણ સમયે ક્લિનિક, હોસ્પિટલ અથવા દરદીનો કોલ… આ બધી ચીજો મળીને વર્કલોડ એટલો બધો વધારી દે છે કે, પોતાનાં કે પોતાનાં પરિવાર માટે ક્વોલિટી ટાઇમ કાઢવો પણ અઘરો બની જાય છે. આ સર્વેમાં લગભગ 78 ટકા ડોક્ટર્સે કહ્યું છે કે, ગત વર્ષે તેમણે આ બધી બાબતો દ્વારા હાઈ લેબલ બર્ન આઉટ અનુભવ્યું છે.

કાયદાકીય માથાકૂટો

મેડિકલ એ એક ખૂબજ જવાબદારીભર્યું ક્ષેત્ર છે. આપના હાથમાં કોઈની જિંદગી હોય છે. આ ક્ષેત્રની ગંભીરતાને ધ્યાનમાં રાખીને Doctors તથા મેડિકલ ક્ષેત્ર માટે એટલાં જ વધુ નિયમ-કાયદા પણ બન્યા છે. છતાં પણ તેમને હંમેશા નાની-નાની વાતોને લઈને કેસનો ડર સતાવે છે. સર્વેમાં સામે આવ્યું છે કે, આ બધી કાયદાકીય ગૂંચવણોથી બચવા માટે ડોક્ટર દરદીઓને અલગ-અલગ પ્રકારનાં ટેસ્ટ કરાવવા માટે કહે છે. જેથી ક્યાંય કોઈપણ પ્રકારની ભૂલ થવાનો અવકાશ ન રહે.

મહેનત તથા ધારણા

DAF સર્વેમાં મેડિકલ પ્રોફેશનલ્સે જે સૌથી મોટી ચિંતા જાહેર કરી છે, તે સામાન્ય લોકોમાં તેમના પ્રત્યે બનતી-ખરાબ થતી ધારણાઓને લઈને છે. 10માંથી 6 ડોક્ટર્સનું માનવું છે કે, લોકોનો તેમની પર ભરોસો ઘટ્યો છે. જેનાં લીધે ડોક્ટર્સ એવું અનુભવે છે કે, મેડિકલનો અઘરો અભ્યાસ, આકરી ટ્રેનિંગ અને વ્યક્તિગત જીવનમાં માનસિક શાંતિની કુરબાની છતાં પણ તેઓને તે સમ્માન નથી મળતું, જેનાં તેઓ હકદાર હોય છે.

Doctorsની ભારતમાં તથા વિશ્વમાં સ્થિતિ

JAMAની એક સ્ટડી પ્રમાણે, વૈશ્વિક સ્તર પર પણ મેડિકલ ક્ષેત્રને લઈને ડોક્ટર્સમાં ચિંતા વધી રહી છે. અમેરિકા, બ્રિટન જેવાં દેશોમાં પણ કેટલાંક ડોક્ટર્સ એવાં છે, જે પોતાનાં બાળકોને મેડિકલ ક્ષેત્રમાં મોકલવા નથી માંગતા. પરંતુ ભારતમાં આ ચિંતા ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. JAMA સ્ટડી જણાવે છે કે, વૈશ્વિક સ્તરે ડોક્ટર્સમાં ડિપ્રેશનનું સ્તર 29% સુધી છે, જ્યારે ડીએલએફ સ્ટડી મુજબ ભારતમાં ડોક્ટરોમાં ડિપ્રેશન અને બર્નઆઉટનો રેટ 78 ટકા સુધી છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.