Japanમાં ભણીને બની શકાય છે ડોક્ટર, જાણો MBBS કરવાનો ખર્ચ કેટલો આવે છે?

મેડિકલના અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઘણાં એશિયાઈ દેશ પોપ્યુલર છે. જેમાંથી Japan જેવા દેશમાં વિદ્યાર્થીઓને ભારતની પ્રાઇવેટ મેડિકલ યૂનિવર્સિટીની સરખામણીમાં ખૂબજ ઓછા ખર્ચમાં ડિગ્રી મળી જાય છે.

0
116
Japan
Japan

મેડિકલના અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઘણાં એશિયાઈ દેશ પોપ્યુલર છે. જેમાંથી Japan જેવા દેશમાં વિદ્યાર્થીઓને ભારતની પ્રાઇવેટ મેડિકલ યૂનિવર્સિટીની સરખામણીમાં ખૂબજ ઓછા ખર્ચમાં ડિગ્રી મળી જાય છે.

ઉજ્જવલ ભવિષ્ય

ભારતમાં MBBSમાં એડમિશન મેળવવા માટે NEETની પરીક્ષા આપવી પડે છે, જે માટે મોટાભાગના વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા હશે. આમાંથી કેટલાંય વિદ્યાર્થીઓ એવા પણ છે, જે NEET એક્ઝામ એટલે આપી રહ્યાં છે. કારણ કે તેઓ વિદેશમાં મેડિકલ એજ્યુકેશન મેળવીને ભારતમાં પ્રેક્ટિસ કરી શકે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવા માટે જાય છે. આમ તો ભારતી વિદ્યાર્થીઓમાં રશિયા, યૂક્રેન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન જેવા દેશો મેડિકલનાં અભ્યાસ માટે વધુ પ્રખ્યાત છે, પરંતુ આજે અમે Japanની વાત કરી રહ્યાં છીએ, જ્યાંથી પણ આપ મેડિકલની ડિગ્રી મેળવી શકો છો.

Japan
મેડિકલના અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઘણાં એશિયાઈ દેશ પોપ્યુલર છે. જેમાંથી Japan જેવા દેશમાં વિદ્યાર્થીઓને ભારતની પ્રાઇવેટ મેડિકલ યૂનિવર્સિટીની સરખામણીમાં ખૂબજ ઓછા ખર્ચમાં ડિગ્રી મળી જાય છે.

Japanમાં ભારતની ખાનગી યૂનિવર્સિટીઓની સરખામણીમાં ખૂબજ ઓછા ખર્ચમાં ડિગ્રી મળી જાય છે. આમ તો અહીં એડમિશન મેળવવા માટે NEETની પરીક્ષા આપવી જરૂરી નથી, પરંતુ FMGEની ગાઈડલાઈન્સ એવું કહે છે કે, વિદેશમાંથી મેડિકલની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ ભારતમાં ત્યારે જ પ્રેક્ટિસ કરી શકે છે, જ્યારે તેઓએ એડમિશન લેતા પહેલાં NEET ક્વોલિફાઈ કર્યું હોય. એવામાં આવો જાણીએ કે, જો Japanમાં કોઈએ મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનવું હોય તો તેને કેટલો ખર્ચ આવે છે?

Japanમાં મેડિકલ એજ્યુકેશન સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

  • એશિયાનાં આ દેશમાં મેડિકલની ડિગ્રીને બેચલર ઓફ મેડિસીન અથવા Igaku-shi કહેવામાં આવે છે. વિદેશી વિદ્યાર્થીઓ તેને MD પ્રોગ્રામ તરીકે પણ ઓળખે છે.
  • જાપાનમાં મેડિકલ કોર્સ પૂર્ણ થવામાં 6 વર્ષનો સમય લાગે છે, જેમાં અભ્યાસથી લઈને ક્લિનિકલ ટ્રેનિંગ સુધી સામેલ હોય છે.
  • જાપાનમાં મેડિકલ કોર્સમાં એડમિશન લેવા માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની સાથે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે.
  • અંગ્રેજીમાં ભણાવવામાં આવતા કોર્સ માટે TOEFL/IELTS સ્કોર જરૂરી હોય છે. આ ઉપરાંત N1 અથવા N2 લેવલની જાપાની ભાષાની પણ જાણકારી હોવી જરૂરી છે.
  • એક્ઝામિનેશન ઓફ જાપાની યૂનિવર્સિટી (EJU) એડમિશન અહીંની પોપ્યુલર એન્ટ્રન્સ એક્ઝામ છે, જે આપવી જરૂરી હોય છે.
  • કેટલીક જાપાની યૂનિવર્સિટીઓમાં પોતાની એન્ટ્રન્સ એક્ઝામ પણ કરાવવામાં આવે છે.

જો કોઈ વિદ્યાર્થી આ બધી શરતોને પૂર્ણ કરે છે, તો તેનતે જાપાનની મેડિકલ કોલેજોમાં એડમિશન આપવામાં આવે છે. અહીં એડમિશન મળ્યા બાદ ‘સર્ટિફિકેટ ઓફ એલિજીબિલિટી’ (COE) આપવામાં આવે છે. જેની મદદતી જાપાની સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવાનું હોય છે. વિદ્યાર્થીઓએ એ પણ સાબિત કરવાનું હોય છે કે, તેમની પાસે જાપાનમાં અભ્યાસ કરવા માટે પૂરતું ફંડ છે. જાપાન પહોંચ્યા બાદ રેજિડેન્ટ કાર્ડ માટે રજીસ્ટર કરવાનું હોય છે અને નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમનો ભાગ બનવું પડે છે. જેના દ્વારા બીમાર પડવા પર ઇલાજની પણ સુવિધા મળે છે.

Japanની ટોચની યૂનિવર્સિટીઓ કઈ છે?

Japanમાં 82 મેડિકલ કોલેજ છે, જેમાંથી 51 સરકારી અને 31 પ્રાઇવેટ છે. જ્યાં દર વર્ષે 9 હજાર મેડિકલ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. જાપાનમાં મેડિકલનાં અભ્યાસ માટે ઘણી ટોચની યૂનિવર્સિટીઓ મોજૂદ છે. જેમાં ટોક્યો યૂનિવર્સિટી, કિયો યૂનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન, ઓસાકા યૂનિવર્સિટી, તોહોકૂ યૂનિવર્સિટી અને હિરોસાકી યૂનિવર્સિટી સામેલ છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે.

Japanમાં મેડિકલ અભ્યાસનો ખર્ચ

જો આપ પણ જાપાનમાં ડોક્ટર બનવા માંગો છો, તો આપને પહેલાં આ બે ચીજો બાબતે જાણવું જરૂરી છે. જેમાં સૌથી પહેલાં ટ્યૂશન ફી અને બીજું રહેવા-ખાવાનો ખર્ચ. આ બંને પ્રકારનાં ખર્ચ એ વાત પર આધાર રાખે છે કે, આપ કયા શહેરમાં રહો છો અને ક્યાં અભ્યાસ કરો છો. સરકારી યૂનિવર્સિટી વધુ સસ્તી હોય છે, કારણ કે અહીંની વાર્ષિક ફી 5,35,800 જાપાની યેન (લગભગ 3.12 લાખ રૂપિયા) સુધી થાય છે.

બીજી તરફ, પ્રાઇવેટ યૂનિવર્સિટીઝમાં ઊંચી ફી ઉઘરાવવામાં આવે છે, જે ખાસ કરીને 12 લાખથી 20 લાખ યેન (લગભગ 7 લાખથી 11.65 લાખ રૂપિયા) વાર્ષિકની વચ્ચે હોય છે. દા.ત. ટોક્યો મેડિકલ યૂનિવર્સિટીમાં છહ વર્ષનાં એમડી પ્રોગ્રામની કુલ ફી 2.94 કરોડ યેન છે, જે સરેરાશ 49 લાખ યેન (લગભગ 28.55 લાખ રૂપિયા) વાર્ષિક થાય છે.

રહેવા-જમવાનો ખર્ચ પણ વિદ્યાર્થીની લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે. વિદ્યાર્થી સામાન્ય રીતે દર મહિને 1,20,000થી 1,50,000 યેન (લગભગ 70,000થી 87,000 રૂપિયા) ખર્ચ કરે છે, જેમાં કરિયાણું, ભોજન, વીજળી-પાણી તથા ટ્રાન્સપોર્ટનો ખર્ચ સામેલ છે. ટોક્યો જેવા મોટા શહેરમાં આ ખર્ચ વધુ અને નાના શહેરોમાં ઓછો થાય છે. જો ફી અને રહેવાનાં ખર્ચનો સરવાળો કરીએ તો અહીં અભ્યાસ કરવાનો કુલ ખર્ચ સરકારી યૂનિવર્સિટીમાં લગભગ 13 લાખ યેન (7.57 લાખ રૂપિયા)થી લઈને પ્રાઇવેટ મેડિકલ સંસ્થાઓમાં લગભગ 22 લાખ યેન (અંદાજિત 12.82 લાખ રૂપિયા) સુધી થાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.