Germany હાયર એજ્યુકેશન માટે ખૂબજ સારો દેશ માનવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. અહીં મોટાભાગે વિદ્યાર્થીઓ માસ્ટર્સ કરવા માટે જાય છે.
ઉજ્જવલ ભવિષ્ય
વિદેશમાં અભ્યાસનું પ્લાનિંગ કરી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓ એવા દેશમાં ડિગ્રી લેવા માંગે છે, જ્યાં અભ્યાસનો ખર્ચ ઓછો હોય. આ જ કારણ છે કે, તેમના માટે હવે Germany એક પોપ્યુલર દેશ તરીકે બહાર આવ્યો છે. અહીં સરકારી યૂનિવર્સિટીઝમાં ટ્યૂશન ફી આપવાની નથી રહેતી, કેમકે જર્મન સરકાર સબ્સિડાઇઝ એજ્યુકેશન ઉપલબ્ધ કરાવે છે. આનો ફાયદો વિદેશી વિદ્યાર્થીઓને પણ મળે છે. એડમિશન દરમ્યાન માત્ર 100 યૂરો એડમિનિસ્ટ્રેશન ફી આપવાની રહે છે. તેમ છતાં પણ અહીં અભ્યાસ કરવો ખૂબજ સસ્તો પડે છે.

Germanyમાં ભણવા માટે જનારા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં માસ્ટર્સ કરવા માટે જાય છે. એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટ સહિત ઘણાં કોર્સનો અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીને પસંદ કરી રહ્યાં છે, કેમકે અમેરિકા, બ્રિટન જેવા દેશોની સરખામણીએ અહીં ડિગ્રી લેવી વધુ સસ્તી છે. જર્મનીમાં માસ્ટર્સ કરનારા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 70% માર્ક્સ હોવા જોઈએ. એવામાં આવો જાણીએ કે, જર્મનીમાં માસ્ટર્સ કરવા માટે કઈ શરતોને પૂરી કરવી પડે છે અને એડમિશન લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે.
એડમિશન માટેની શરતો શું છે?
- બેચલર્સ ડિગ્રીઃ એડમિશન માટે માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી બેચલર્સની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
- ગ્રેડ્સઃ મોટાભાગની જર્મન યૂનિવર્સિટીઝમાં એડમિશન લેવા માટે ઓછામાં ઓછા 7.0 CGPAની જરૂર હોય છે.
- એક સરખાં વિષયોવાળા કોર્સઃ જે વિષયમાં બેચલર્સની ડિગ્રી છે, તેનાથી સંબંધિત કોર્સમાં માસ્ટર્સ કરી શકાય છે.
- APS સર્ટિફિકેટઃ ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે APS સર્ટિફિકેટની પણ જરૂર પડે છે. જેનાથી જાણી શકાય છે કે વિદ્યાર્થીની ડિગ્રી અસલી છે.
- લેંગ્વેજ સર્ટિફિકેટઃ જો કોર્સ અંગ્રેજીમાં છે, તો IELTS જેવી ટેસ્ટનાં સ્કોરની જરૂર પડશે.
- ભણવા માટે પૈસાઃ જર્મનીમાં ભણવા માટે બ્લોક એકાઉન્ટ ખોલાવવાનું હોય છે, જેમાં 11,904 યૂરો સેવિંગ માટે જમા કરાવવાનાં હોય છે.
- GRE/GMAT: આમ તો આ ટેસ્ટની જરૂર નથી પડતી, પરંતુ ટોપ યૂનિવર્સિટીઝમાં GRE સ્કોર જરૂરથી માંગવામાં આવે છે.
- SOP: સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ (SOP)માં દર્શાવવાનું રહે છે કે, આપ જર્મનીમાં અભ્યાસ શા માટે કરવા માંગો છો?
- LOR: લેટર ઓફ રિકમન્ડેશન (LOR) કોલેજનાં પ્રોફેસર અથવા મેનેજર દ્વારા લખેલ હોવું જોઈએ.
એડમિશન માટે કયા ડોક્યૂમેન્ટ્સ હોવા જોઈએ?
- બેચલર્સ ડિગ્રી સર્ટિફિકેટ
- દરેક સેમેસ્ટરની માર્કશીટ
- APS સર્ટિફિકેટ
- વેલિડ પાસપોર્ટ
- અપડેટેડ CV
- SOP
- LOR
- એકેડમિક પ્રોજેક્ટ ડિટેલ્સ
- ઇન્ટર્નશિપ અથવા વર્ક એક્સપીરિયન્સ સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- એપ્લિકેશન ફોર્મ
જો આપની પાસે આ તમામ ડોક્યૂમેન્ટ્સ છે, તો પછી આપના માટે Germanyની યૂનિવર્સિટીમાં અરજી કરવી સરળ થઈ જશે. જર્મનીની યૂનિવર્સિટીમાં સીધી જ અરજી કરી શકાય છે. આ ઉપરાંત Uni-Assist જેવા પ્લેટફોર્મ દ્વારા પણ અરજી કરી શકાય છે. આ સૌથી સારું પોર્ટલ છે, જ્યાં દરેક પ્રકારની ડિટેલ્સ મળી જાય છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

