New Zealandએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા ગુડ ન્યૂઝ! હવે 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ અપાવશે વર્ક વિઝા

ન્યૂઝીલેન્ડમાં વિદ્યાર્થીઓ જોબનો ઓપ્શન આપવામાં આવે છે, જેથી તેઓ વર્ક એક્સપીરિયન્સ મેળવી શકે. તેમને આના માટે વર્ક વિઝા મળે છે.

0
115
New Zealand
New Zealand

New Zealandમાં વિદ્યાર્થીઓને જોબનો ઓપ્શન આપવામાં આવે છે, જેથી તેઓ વર્ક એક્સપીરિયન્સ મેળવી શકે. તેમને આના માટે વર્ક વિઝા મળે છે.

ઉજ્જવલ ભવિષ્ય

New Zealandએ ભારતીયો સહિત અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ બાદ જોબની તકોને વધારવાનું એલાન કર્યું છે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે એક નવો શોર્ટ ટર્મ ગ્રેજ્યએટ વર્ક વિઝા શરૂ કરવા તથા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે શરતોમાં ફેરફાર કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. જેનો હેતુ વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતા વર્ક વિઝાનાં માધ્યમથી દેશની વર્કફોર્સની જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે. હજી સુધી New Zealandમાં બેચલર્સ તથા માસ્ટર્સ વિદ્યાર્થીઓને જ પોસ્ટ સ્ટડી વર્જ વિઝા આપવામાં આવે છે. કેટલાંક કિસ્સાઓમાં જ સર્ટિફિકેટ-ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓ વિઝા મેળવે છે.

New Zealand
ન્યૂઝીલેન્ડમાં વિદ્યાર્થીઓ જોબનો ઓપ્શન આપવામાં આવે છે, જેથી તેઓ વર્ક એક્સપીરિયન્સ મેળવી શકે. તેમને આના માટે વર્ક વિઝા મળે છે.

સરકારે જણાવ્યું છે કે, આ પ્લાન દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા બાદ સરળતાથી નોકરી મેળવી શકશે તથા દેશની જરૂરિયાત પણ પૂર્ણ થશે. અધિકારીઓનું કહેવું છે કે, નવા નિયમને લીધે એવી આશા કરવામાં આવે છે કે, સ્કિલ્ડ વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં જ રોકી લેવામાં આવે. આ સાથે જ દેશનાં શિક્ષણની ગુણવત્તા પણ જળવાઈ રહેશે. New Zealandમાં આ વખતે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જો આપ પણ New Zealandમાં અભ્યાસ કરવાનો પ્લાન કરી રહ્યાં છો, તો આપને પણ આ ફાયદો મળી શકે છે.

શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ વિઝા શું છે?

ઓફર હેઠળ નવો શોર્ટ ટર્મ ગ્રેજયુએટ વિઝા 2026નાં અંત સુધીમાં લાવવામાં આવશે. આ વિઝા વિદેશી વિદ્યાર્થીઓને છ મહિના માટે ઓપન વર્ક રાઇટ આપશે. આનો અર્થ છે કે, વિદ્યાર્થી જાતે જ નોકરી શોધી શકશે.  જો આ દરમ્યાન તેને જોબ મળી જાય છે, તો પછી તે કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ વર્ક વિઝા લઈ શકે છે.  આ વિઝા માટે ક્વોલિફાઈ થવા માટે વિદ્યાર્થીની ક્વોલિફિકેશન ‘ન્યૂઝીલેન્ડ ક્વોલિફિકેશન એન્ડ ક્રેડેન્શિયલ ફ્રેમવર્ક’ પ્રમાણે લેવલ 5થી 7ની હોવી જોઈએ. આમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, બેચલર્સ ડિગ્રી, ગ્રેજ્યએટ સર્ટિફિકેટ તથા ગ્રેજ્યુએટ ડિપ્લોમા સામેલ છે.

લેવલ 5થી 7 વાળા પ્રોગ્રામ New Zealandમાં ઓછામાં ઓછા 24 અઠવાડિયા માટે ફુલ-ટાઇમ ભણેલો હોવો જોઈએ. તે અંગ્રેજી ભાષા, ફાઉન્ડેશન કોર્ષ તથા બ્રિજિંગ ક્વોલિફિકેશન ન હોવી જોઈએ. ખાસ કરીને 24 અઠવાડિયા એટલે કે 6 મહિનામાં મોટાભાગે સર્ટિફિકેટ કોર્સ જ ભણાવવામાં આવે છે. વિઝા માટે એપ્લાય કરતી વખતે વિદ્યાર્થીએ સાબિત કરવું પડશે કે તેની પાસે 5000 ડોલર છે. સ્ટુડન્ટ વિઝા એક્સપાયર થવાનાં ત્રણ મહિનાની અંદર જ આ વિઝા માટે અરજી કરી શકે છે. આ વિઝા વિદ્યાર્થીઓને એપ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ હેઠળ પણ કામ કરવાની પરવાનગી આપશે.

પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે મુદત લંબાવી

સરકારે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે શરતોને પણ વધારી લીધી છે. 2026નાં અંતથી આ વિદ્યાર્થીઓને પણ વર્ક વિઝા માટે અરજી કરવા દેવામાં આવશે, જેમણે માત્ર લેવલ 7 હેઠળ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. બસ તેમણે એ સાબિત કરવાનું રહેશે કે તેમની પાસે બેચલર્સની ડિગ્રી પણ છે. આ ડિગ્રી ન્યૂઝીલેન્ડ અથવા કોઈ અન્ય દેશમાંથી હશે તો પણ ચાલશે. અરજદારે ડિપ્લોમાનો સમગ્ર અભ્યાસ ન્યૂઝીલેન્ડમાં જ કરવાનો રહેશે. અરજી વખતે બેચલર્સ ડિગ્રી જમા કરાવવાની રહેશે. આ રીતે ડિપ્લોમા હોલ્ડર્સને એટલા સમયગાળા માટે જ વર્ક વિઝા મળશે, જેટલા સમયમાં તેનં ડિપ્લોમા પૂર્ણ થયું હોય.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.