ટ્રંપ રાજમાં Student Visa મેળવવા મુશ્કેલ, હવે ભૂલવું પડશે અમેરિકન ડ્રીમ? 4 મુદ્દામાં સમજો ગણિત

USAને હાયર એજ્યુકેશન માટે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ હવે અહીં અભ્યાસ કરવો મુશ્કેલ બની ગયો છે. કારણ કે અહીં સમય પર Student Visa નથી મળી રહ્યા. ઘણાં વિદ્યાર્થીઓ Student Visa ન મળી શકવાને લીધે મૂંઝવણમાં છે.

0
37
Student Visa
Student Visa

USAને હાયર એજ્યુકેશન માટે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ હવે અહીં અભ્યાસ કરવો મુશ્કેલ બની ગયો છે. કારણ કે અહીં સમય પર Student Visa નથી મળી રહ્યા. ઘણાં વિદ્યાર્થીઓ Student Visa ન મળી શકવાને લીધે મૂંઝવણમાં છે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને લઈને ઘણાં નિયમો બનાવવામાં આવ્યા છે, જેને લીધે ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્યાં ભણવું મુશ્કેલ બન્યું છે. કેટલાંક એવાં નિયમ પણ છે, જે લાગૂ થવાની તૈયારીમાં છે, અને કેટલાંક પ્રસ્તાવિત પણ છે. સૌથી વધુ મુશ્કેલી F-1 Visa એટલે કે Student Visa લેવામાં આવી રહી છે, કેમકે તે વગર અમેરિકામાં એન્ટ્રી લેવી શક્ય જ નથી. જ્યારથી સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કર્યા બાદ વિઝા આપવાનો નિયમ આવ્યો છે, ત્યારથી તો તકલીફો ઘણી વધી ગઈ છે.

Student Visa
USAને હાયર એજ્યુકેશન માટે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ હવે અહીં અભ્યાસ કરવો મુશ્કેલ બની ગયો છે. કારણ કે અહીં સમય પર Student Visa નથી મળી રહ્યા. ઘણાં વિદ્યાર્થીઓ Student Visa ન મળી શકવાને લીધે મૂંઝવણમાં છે.

ઇમિગ્રેશન એક્સપર્ટનું કહેવું છે કે, Student Visa અંગેનાં નવા નિયમોને લીધે અમેરિકામાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે છે. પરંતુ તેમનું કહેવું એમ પણ છે કે, ભલે હાલની સ્થિતિ થોડી મુશ્કેલ દેખાતી હોય, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં હાયર એજ્યુકેશનનો ક્રેઝ ઓછો નથી થવાનો. એક્સપર્ટે અમેરિકામાં ઇમિગ્રેશન સાથે જોડાયેલી ઉથલપાથલને ધ્યાનમાં રાખીને એમ પણ જણાવ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓએ કયા 4 મુદ્દા ધ્યાનમાં રાખવાની જરૂર છે.

મુદ્દો-1 : ડિગ્રી પસંદ કરો, અમેરિકા નહીં

  • વિદ્યાર્થીઓએ એવો કોર્સ પસંદ કરવો જોઈએ, જે તેમનાં માટે ઉપયોગી હોય. માત્ર એ જ કારણથી કોર્સ પસંદ ન કરવો જોઈએ કે, તેનાંથી અમેરિકા જવાની તક મળશે.
  • અમેરિકન ડિગ્રીને ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો સમજવાની ભૂલ ન કરવી જોઈએ. ગ્લોબલ સ્ટાન્ડર્ડનાં હિસાબથી નોલેજ અને પ્રેક્ટિકલ એક્સપીરિયન્સ મેળવવા માટે અમેરિકા જાઓ.
  • જો આપ યોગ્ય રીતે આ કરો છો, તો H-1B, PhD, પોસ્ટડોક્ટરલ રિસર્ચની જગ્યાએ J-1 એક્સચેન્જની તક અને લાંબા સમયમાં ગ્રીનકાર્ડ પણ સારા કામનાં પરિણામરૂપે મળી જાય છે.
  • તમારી જાતને પૂછો કે, ‘મેં આ યૂનિવર્સિટી અને કોર્સને પસંદ કેમ કર્યો?’ જો તેનો જવાબ એવો આવે કે – કારણ કે તે અમેરિકામાં છે, તો આપનો પ્લાન યોગ્ય નથી. ફરીથી વિચાર કરો.

મુદ્દો-2 : આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખો

આ વર્ષે ઇમિગ્રેશન પોલિસીમાં જેટલાં ફેરફારો થયા છે, તેને ધ્યાનમાં રાખતા હવે કોઈપણ પરિવારની આર્થિક યોજના માટે માત્ર અનુમાનો પર ભરોસો કરવો સુરક્ષિત નથી. હવે એવું માનવું ભૂલભરેલું છે કે, એજ્યુકેશન લોનની ભરપાઈ અમેરિકામાં સ્થાયી નોકરી દ્વારા થઈ જશે. પોતાની જાતને એ પૂછો કે, ‘શું આ અભ્યાસ એ પરિસ્થિતિમાં પણ ફાયદાકારક રહેશે, જ્યારે મને અમેરિકામાં આશા પ્રમાણેની નોકરી ન મળે?’

મુદ્દો-3 : તપાસ અને મોડું થવું હવે સામાન્ય વાત

જો કોઈ ભારતીય વિદ્યાર્થી આવતા બે વર્ષમાં અમેરિકન યૂનિવર્સિટીમાં અરજી કરવાનું વિચારી રહ્યો હોય, તો તેણે તપાસ, વિલંબ થવો, લાંબી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ તથા પોલિસીમાં ફેરફાર માટે તૈયાર રહેવું પડશે. નિષ્ણાંતનાં મત મુજબ ‘હવે કોઈપણ વિદ્યાર્થીએ હાલમાં ચાલી રહેલાં ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની ટાઇમલાઇન અને બજેટ સેટ કરવા પડશે.’

મુદ્દો-4 : ઓછા ખર્ચવાળા ઓપ્શન વિચારો

ઇમિગ્રેશન એક્સપર્ટનાં મત મુજબ, હવે ઘણી યૂનિવર્સિટી કો-ઓપ. સિસ્ટમ, ઇન્ટર્નશિપથી જોડાયેલાં કોર્સ અથવા છેલ્લું વર્ષ વિદેશમાં અભ્યાસ કરવાની તક આપે છે, જેમાં વિદ્યાર્થીઓ ખૂબજ ઓછા ખર્ચમાં અમેરિકાની ડિગ્રીની સાથે ગ્રેજ્યુએટ થઈ શકે છે. કેટલીક અમેરિકન યૂનિવર્સિટી ભારતમાં સીધી પોતાની હાજરી બનાવી રહી છે. જે પરિવાર ખર્ચ અને અમેરિકામાં અભ્યાસ કરવા સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે બેલેન્સ બનાવવા માંગે છે, તેમણે આ ઓપ્શન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. અને આ વિકલ્પને નાનો ન સમજવો જોઈએ.

આ રીતે ટ્રમ્પ સરકાર દ્વારા અમેરિકામાં વિઝા નીતિ કડક બનાવવાને કારણે હાલમાં ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ વળી રહ્યાં છે. હાલમાં યુરોપ તથા અન્ય નાના દેશો તરફ પણ વિદ્યાર્થીઓનો રસ વધી રહ્યો છે. યૂરોપમાં ઓછા ખર્ચ તથા વિઝા નિયમોની સરળતાને લીધે હાલમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ વધ્યો છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.