H-1B નહીં, O-1 Visa મેળવો, ભારતીય Studentsને પણ મળી શકે છે આ વિઝા

USAમાં કેટલાંય પ્રકારનાં વિઝા આપવામાં આવે છે, જેમાં O-1 પણ એક પોપ્યુલર વિઝા છે. આ વિઝા મોટાભાગે એવાં લોકોને મળે છે, જેઓ પોતાનાં ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવતા હોય. સારી વાત એ છે કે, ભારતીય Studentsને પણ આ વિઝા મળી શકે છે.

0
85
O-1 Visa
O-1 Visa

USAમાં કેટલાંય પ્રકારનાં વિઝા આપવામાં આવે છે, જેમાં O-1 Visa પણ એક પોપ્યુલર વિઝા છે. આ વિઝા મોટાભાગે એવાં લોકોને મળે છે, જેઓ પોતાનાં ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવતા હોય. સારી વાત એ છે કે, ભારતીય Studentsને પણ આ વિઝા મળી શકે છે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકામાં F-1 વિઝા પર અભ્યાસ કરવા માટે ગયેલાં ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં પોતાની કારકિર્દી બનાવવા માટે માત્ર H-1B વિઝા જ એકમાત્ર રસ્તા તરીકે દેખાતો હોય છે. પરંતુ તેઓને આ વાતની ખબર નથી કે, અહીં જોબ કરવા માટે એવાં કેટલાંય રસ્તા છે, જે H-1B વિઝા કરતાં વધુ સરળ છે. આવો જ એક ઉપાય O-1 Visa છે. મોટાભાગનાં વિદ્યાર્થીઓને લાગે છે કે, આ વિઝા આપણને ન મળી શકે. કારણ કે તેની શરતો તેમને કન્ફ્યુઝિંગ લાગે છે.

O-1 Visa
USAમાં કેટલાંય પ્રકારનાં વિઝા આપવામાં આવે છે, જેમાં O-1 પણ એક પોપ્યુલર વિઝા છે. આ વિઝા મોટાભાગે એવાં લોકોને મળે છે, જેઓ પોતાનાં ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવતા હોય. સારી વાત એ છે કે, ભારતીય Studentsને પણ આ વિઝા મળી શકે છે.

જોકે, F-1 વિઝા પર અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ OPT કે STEM OPT દરમ્યાન પણ O-1 Visa પર શિફ્ટ થઈ શકે છે. આવું કરવા માટે વિદ્યાર્થીઓને O-1A કે O-1Bની ઓછામાં ઓછી ત્રણ શરતોને પૂર્ણ કરવી પડશે. જેનાંથી એ સાબિત થઈ જશે કે તેમની પાસે અસાધારણ ક્ષમતા છે. સૌથી સારી વાત એ છે કે, કોઈપણ વર્ક ઓથોરિટી વગર પણ, F-1 વિઝા પર અભ્યાસ દરમ્યાન O-1Aની 8માંથી 6 શરતોને પૂર્ણ કરી શકાય છે. આવો જાણીએ વિદ્યાર્થીઓ આ વિઝા કેવી રીતે મેળવી શકે છે.

O-1 Visa શું છે?

અમેરિકામાં O-1 Visa એક પ્રકારનાં વર્ક વિઝા છે, જે એવાં લોકોને આપવામાં આવે છે, જેમની પાસે સાયન્સ, આર્ટ્સ, એજ્યુકેશન, બિઝનેસ કે સ્પોર્ટ્સમાં અસાધારણ ક્ષમતા છે. આપે પણ એવી સાબિતી આપવાની રહે છે કે, આપ પોતાનાં ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવો છો. O-1 Visaની બે મુખ્ય કેટેગરી છે, જેમાંથી O-1A એવાં લોકો માટે છે, જેમની પાસે સાયન્સ, એજ્યુકેશન, બિઝનેસ અથવા એથ્લેટિક્સમાં અસાધારણ ક્ષમતા છે. આ જ રીતે O-1B એવાં લોકો માટે છે, જેમની પાસે આર્ટ્સ અથવા મોશન પિક્ચર, ટેલીવિઝનમાં અસાધારણ ક્ષમતા છે.

શું આપ F-1માંથી O-1 Visa પર જઈ શકો છો?

સામાન્ય રીતે વિદેશી વિદ્યાર્થીઓને F-1થી O-1 Visa પર શિફ્ટ થવાની પરવાનગી છે. ફેડરલ કાયદો સ્ટેટસ બદલવા પર રોક નથી લગાવી શકતો, ભલે પછી તે OPT કે STEM OPT પર હોય. બસ આપની પાસે એક સ્પોન્સર (કંપની અથવા એજન્ટ) હોવો જોઈએ, જે આપની તરફથી અરજી દાખલ કરી શકે. આ સાથે જ O-1ની ઓછામાં ઓછી ત્રણ શરતોને પૂર્ણ કરવાની રહેશે, જેથી એ સાબિત થઈ શકે કે આપની પાસે અસાધારણ ક્ષમતા છે.

વિદ્યાર્થી તરીકે O-1ની શરતોને કેવી રીતે પૂર્ણ કરી શકાય?

વિદ્યાર્થી યૂનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન જ O-1 વિઝા માટેની શરતોને પૂર્ણ કરી શકે છે. વિદ્યાર્થી કોઈપણ જાતનાં વર્ક ઓથોરાઇઝેશન વગર પણ O-1Aની 6 શરતોને પૂર્ણ કરવા માટેની સાબિતીઓ એકઠી કરી શકે છે. એકેડમિક રિસર્ચ, એવોર્ડ તથા કોઈ સ્પર્ધામાં જજ બનવું, આ કેટલાંક એવાં કાર્યો છે, જે અભ્યાસ દરમ્યાન પણ કરી શકાય છે. આ કાર્યો અસાધારણ ક્ષમતા હોવાની સાબિતી પણ આપે છે. જોબ વગર પણ F-1 સ્ટુડન્ટ્સ નીચેની રીતે O-1A માટેની શરતોને પૂર્ણ કરી શકે છે.

  • એવોર્ડ્સઃ પોતાનાં ક્ષેત્રમાં એકેડમિક અને કોમ્પિટિશનમાં ઇનામ
  • મેમ્બરશિપઃ વિદ્યાર્થીનું કોઈ અગ્રણી સોસાયટીનાં સભ્ય હોવું
  • પબ્લિશ મટીરિયલઃ વિદ્યાર્થીએ કોઈ રિસર્ચ અથવા પ્રોજેક્ટ પબ્લિશ કર્યો હોય
  • જજિંગઃ હેકથોન્સ, પીયર રિવ્યૂ અથવા પેનલ સર્વિસમાં જજ બનવું
  • મૂળ યોગદાનઃ રિસર્ચ આઉટપુટ, પેટન્ટ અથવા સ્કોલરલી ઇમ્પેક્ટમાં યોગદાન આપવું
  • ઓથરશિપઃ કોર્સવર્ક, થીસિસ અથવા કોલોબ્રેશન દ્વારા તૈયાર પેપર લખવા

જોકે O-1A અને O-1B વિઝાની કેટલીક શરતોને પૂર્ણ કરવા માટે CPT કે OPT હેઠળ જોબ હોવી પણ જરૂરી હોય છે. જેમાં O-1A માટે કોઈ કંપની સાથે મળીને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવું અથવા પોતાનાં ક્ષત્રમાં સારો પગાર મેળવવો સામેલ છે. તો  બીજી તરફ, આર્ટ્સ ફિલ્ડ સાથે જોડાયેલાં O-1B અરજદારો માટે કોઈ પ્રખ્યાત યૂનિવર્સિટી અથવા આર્ટ સોસાયટીમાં લીડ ભૂમિકા નિભાવવી તથા વધુ પગાર મેળવવો આ શરતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે.

F-1થી O-1 સ્ટેટસ બદલવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?

F-1થી O-1માં સ્ટેટસ બદલવા માટે, કોઈ અમેરિકન કંપની અથવા O-1 એજન્ટે આપના વતી I-129 ફોર્મ દાખલ કરવું પડશે. જ્યા સુધી આપનો કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી આપે પોતાનાં F-1 વિઝા કે OPT દ્વારા પોતાનું પાછલું સ્ટેટસ જાળવી રાખવું પડશે. જેથી એવી સલાહ છે કે, F-1 સ્ટેટસ કે OPTનો સમયગાળો પૂર્ણ થતાં પહેલાં જ O-1ની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. પછી ભલે આપ પ્રીમિયમ પ્રોસેસિંગનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યાં હોય.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.