12000 કિમી દૂર આવેલો New Zealand હવે વિદ્યાર્થીઓનું નવું સ્ટડી ડેસ્ટીનેશન

New Zealand હાયર એજ્યુકેશન માટે એક પસંદગીનો દેશ બની રહ્યો છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. ન્યુઝીલેન્ડમાં એવી ઘણી યૂનિવર્સિટી છે, જે ભારતીય વિદ્યાર્થીઓને બોલાવી રહી છે.

0
42
New Zealand
New Zealand

New Zealand હાયર એજ્યુકેશન માટે એક પસંદગીનો દેશ બની રહ્યો છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. ન્યુઝીલેન્ડમાં એવી ઘણી યૂનિવર્સિટી છે, જે ભારતીય વિદ્યાર્થીઓને બોલાવી રહી છે.

ઉજ્જવલ ભવિષ્ય

વિશ્વનાં સૌથી સુંદર દેશોની જ્યારે વાત આવે ત્યારે તેમાં New Zealandનું નામ જરૂરથી લેવામાં આવે છે. આ એક એવો દેશ છે જે પોતાનાં કુદરતી સૌંદર્ય માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. હાલનાં દિવસોમાં ન્યૂઝીલેન્ડ માત્ર પોતાની સુંદરતા માટે નહીં પરંતુ હાયર એજ્યુકેશન માટે પણ ખૂબજ પ્રખ્યાત થઈ રહ્યો છે. હાલમાં અહીં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે અને છેલ્લાં કેટલાંક સમયથી આ આંકડો સતત વધી રહ્યો છે.

New Zealand
New Zealand હાયર એજ્યુકેશન માટે એક પસંદગીનો દેશ બની રહ્યો છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. ન્યુઝીલેન્ડમાં એવી ઘણી યૂનિવર્સિટી છે, જે ભારતીય વિદ્યાર્થીઓને બોલાવી રહી છે.

New Zealandમાં એડમિશન લેવા પાછળનું મુખ્ય કારણ અહીંની ટોપ યૂનિવર્સિટીઝ છે. માત્ર એટલું જ નહિ, પરંતુ અહીં ટોપ લેવલની રિસર્ચ સંસ્થાઓ પણ છે. જોકે, વિદ્યાર્થીઓએ 12 હજાર કિલોમીટર દૂર આવેલાં આ દેશમાં માત્ર તેની સુંદરતા અને યૂનિવર્સિટી જોઈને એડમિશન ન લેવું જોઈએ, પરંતુ તેમણે એ પણ ચેક કરવું જોઈએ કે તેમનાં અભ્યાસનો ખર્ચ કેટલો આવશે? આવો આ અંગે વિસ્તારથી જાણીએ.

ભારતીય વિદ્યાર્થીઓને પસંદ આવી રહ્યું છે New Zealand

એક અગ્રણી ઇમિગ્રેશન એક્સપર્ટનાં જણાવ્યા અનુસાર ન્યુઝીલેન્ડની પોપ્યુલરિટી ભારતીય વિદ્યાર્થીઓમાં સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે, ‘ભારત પહેલાંથી જ ન્યૂઝીલેન્ડનાં સૌથી મોટા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માર્કેટમાંથી એક છે. ‘એજ્યુકેશન ન્યુઝીલેન્ડ’ની એક રિપોર્ટ પ્રમાણે જાન્યારીથી ઓગસ્ટ 2024ની વચ્ચે 10,640 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું, જ્યારે સમગ્ર 2023માં આ આંકડો 7930 હતો. જે ભારતીય વિદ્યાર્થીઓનાં વધતા જતાં ઉત્સાહને દર્શાવી રહ્યો છે.

New Zealandમાં રહેવા-જમવાનો ખર્ચ શું આવે છે?

હવે અહીં સવાલ એ આવે છે કે, જો કોઈ વિદ્યાર્થીને ન્યૂઝીલેન્ડમાં ડિગ્રી લેવા માટે જવું છે, તો તેણે કેટલો ખર્ચ કરવો પડશે. ઇમિગ્રેશન એક્સપર્ટનાં જણાવ્યા અનુસાર ત્યાં રહેવા-ખાવાનો વાર્ષિક ખર્ચ 10 લાખ રૂપિયાથી વધુ આવે છે. તેમણે જણાવ્યું કે, ‘ન્યૂઝીલેન્ડમાં પોતાનો અભ્યાસ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે અહીં રહેવા-ખાવાનો ખર્ચ એ ખૂબજ મહત્વનો મુદ્દો છે.’

ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની હાલની શરત પ્રમાણે, હાયર એજ્યુકેશન માટે જનારા વિદ્યાર્થીએ એ સાબિત કરવા માટે કે તે પોતાનો ખર્ચ ઉઠાવી શકે છે, અભ્યાસનાં દરેક વર્ષ માટે 20,000 ન્યુઝીલેન્ડ ડોલર (રૂપિયા 10,80,000 રૂપિયા) અથવા એક વર્ષનાં નાના કોર્સ માટે માસિક 1667 ન્યૂઝીલેન્ડ ડોલર (લગભગ 90,018 રૂપિયા) બતાવવાનાં હોય છે. જોકે શહેર, રહેવાનાં પ્રકાર અને લાઇફસ્ટાઇલ પ્રમાણે અસલ ખર્ચ અલગ હોઈ શકે છે.

ન્યૂઝીલેન્ડમાં રહેવાની જગ્યા એટલે કે આવાસ સૌથી મોટા ખર્ચમાંથી એક છે. સ્ટડી વિધ ન્યૂઝીલેન્ડની સત્તાવાર ગાઇડ મુજબ, શેયર હાઉસમાં એક રૂમનું ભાડું અઠવાડિયાનું લગભગ 140 ન્યુઝીલેન્ડ ડોલર (લગભગ 7560 રૂપિયા)થી શરૂ થઈને, મેસ અથવા કૈટર્ડ ડોલ ઓફ રેજિડેન્સ માટે લગભગ 484 ન્યૂઝીલેન્ડ ડોલર (લગભગ 26,136 રૂપિયા) સુધી થઈ શકે છે. યૂનિવર્સિટીની ગાઈડલાઈન્સથી એ પણ જાણવા મળે છે કે, અહીં વાર્ષિક રહેવાનો ખર્ચ શહેર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. કેટલીક યૂનિવર્સિટી સમગ્ર વર્ષ રહેવા માટે 20,000 ન્યૂઝીલેન્ડ ડોલર (લગભગ 10,80,000 રૂપિયા)નાં ખર્ચનો અંદાજ આપે છે, જ્યારે કેટલીક 27,000 ડોલર (લગભગ 14,58,000 રૂપિયા) હોવાની સલાહ આપે છે.

જેમજેમ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ (ROI)નું ગણિત માંડે છે, તેમતેમ અભ્યાસની ગુણવત્તા, કારકિર્દી અને અભ્યાસ બાદ મળનારી વર્ક પરમિટની સાથે-સાથે રહેવાનો ઓછો ખર્ચ અને રોજિંદો ખર્ચ પણ એક જરૂરિ પરિબળ બની ગયું છે.

ન્યુઝીલેન્ડનાં પ્રખ્યાત કોર્સ અને યૂનિવર્સિટીઝ

ઇમિગ્રેશન એક્સપર્ટનાં જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડમાં એવાં કયા યૂનિવર્સિટી અને કોર્સ છે, જે વિદ્યાર્થીઓ વચ્ચે વધુ પ્રખ્યાત છે. તેમણે જણાવ્યું કે, ‘ભારતીય માર્કેટમાં યૂનિવર્સિટી લિવિંગએ જોયું છે કે, વિદ્યાર્થીઓ હવે એવા પ્રોગ્રામમાં વધુ રસ દાખવી રહ્યાં છે જેમાં નોકરી મળવાની શક્યતા વધુ હોય અને ગ્લોબલ કેરિયરની તકો મળે.’

New Zealandની યૂનિવર્સિટીઓએ એન્જીનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાઇબર સિક્યોરિટી, બિઝનેસ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, હેલ્થકેર અને એન્વાયરમેન્ટલ સાયન્સીસ જેવાં ક્ષેત્રોમાં પણ પોતાની મજબૂત ઓળખ બનાવી છે. જેનાં લીધે યૂનિવર્સિટી ઓફ ઓકલેન્ડ, યૂનિવર્સિટી ઓફ ઓટાગો, વિક્ટોરિયા યૂનિવર્સિટી ઓફ વેલિંગ્ટન, યૂનિવર્સિટી ઓફ કેન્ટબરી, મેસી યૂનિવર્સિટી અને ઓકલેન્ડ યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજી (AUT) જેવી સંસ્થાઓમાં ભારત સહિત વિશ્વભરનાં વિદ્યાર્થીઓ ખૂબજ રસ દાખવી રહ્યાં છે.

એન્જીનિયરિંગ અને ટેકનોલોજી, ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા કમ્પ્યૂટિંગ, ડેટા સાયન્સ અને એનાલિટિક્સ, બિઝનેસ તથા ફાઈનાન્સ તથા હેલ્થ સાથે જોડાયેલાં વિષયો અભ્યાસ માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતા ક્ષેત્રોમાં સામેલ છે. આજકાલ વિદ્યાર્થીઓ પોતાનાં કોર્સની પસંદગી લાંબા સમયની કારકિર્દીની તકો, ઓછી સ્કિલ, ઇન્ડસ્ટ્રીની માંગ તથા અભ્યાસ બાદ મળનારી તકોને ધ્યાનમાં રાખીને કરી રહ્યાં છે. આ કારણથી પ્રોગ્રામ તથા ડેસ્ટિનેસન પસંદ કરવામાં જોબ મળવાની શક્યતા એક મહત્વનો મુદ્દો બની જાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.