Gen Zનો જોબ સ્વિચ કરવાનો રેશિયો વધુ શા માટે?

જ્યાં વાત નોકરી બદલવાની આવે છે, ત્યાં Gen Z સૌથી ઉપર છે. જો કાંઈ નવું શીખવા ન મળે કે વર્ક-લાઇફ બેલેન્સની વાત આવે તો તેઓ જોબ બદલતા વિચાર નથી કરતા.

0
81
Gen Z
Gen Z

જ્યાં વાત નોકરી બદલવાની આવે છે, ત્યાં Gen Z સૌથી ઉપર છે. જો કાંઈ નવું શીખવા ન મળે કે વર્ક-લાઇફ બેલેન્સની વાત આવે તો તેઓ જોબ બદલતા વિચાર નથી કરતા.

ઉજ્જવલ ભવિષ્ય

Gen Z માટે નોકરી એ માત્ર સેલેરી અને હોદ્દાનો ખેલ નથી. જો જોબમાં કાંઈ નવું શીખવા નથી મળી રહ્યું અથવા વર્ક-લાઇફનું બેલેન્સ બગડી રહ્યું છે, તો નોકરી બદલી નાંખવામાં પણ તેઓ પાછળ નથી રહેતા. એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આજનાં યુવાઓ માટે પ્રગતિ, શીખવું અને મેન્ટલ હેલ્થ સારી રહેવી એ બાબતો નોકરીમાં ટકી રહેવા માટેનાં મુખ્ય કારણો છે.

Gen Z
જ્યાં વાત નોકરી બદલવાની આવે છે, ત્યાં Gen Z સૌથી ઉપર છે. જો કાંઈ નવું શીખવા ન મળે કે વર્ક-લાઇફ બેલેન્સની વાત આવે તો તેઓ જોબ બદલતા વિચાર નથી કરતા.

કોર્પોરેટ કલ્ચરમાં જેન ઝેડનાં આગમન સાથે જ કામ કરવાની પદ્ધતિમાં પણ ઘણાં ફેરફાર જોવા મળી રહ્યાં છે. ધીમે-ધીમે જેન જી જેન ઝેડ હવે વર્ક કલ્ચરનો ભાગ બની રહ્યાં છે અને કામ કરવાનાં પરંપરાગત ઢાંચાને પણ પોતાની રીતે બદલી રહ્યાં છે. પછી ભલે તે વાત શિફ્ટની બહાર કામ ન કરવાની હોય, અથવા જેટલો પગાર એટલું જ કામ, કે ઓફિસમાં હેડફોન લગાવીને કામ કરવાની હોય. Gen Z હવે નોકરીને માત્ર પગારને ધ્યાનમાં રાખીને જ નથી જોઈ રહ્યાં, પરંતુ લર્નિંગ, કેરિયર ગ્રોથ અને વર્ક-લાઇફ બેલેન્સને પણ મહત્વ આપી રહ્યાં છે. પરંતુ આ સાથે મૂળ સવાલ એ પણ છે કે, તેઓ એક સંસ્થા કે ઓર્ગેનાઇઝેશનને કેટલો સમય આપી રહ્યાં છે?

હાલમાં જ એક સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં Gen Z નાં ત્રણમાંથી એક કરતાં વધુ પ્રોફેશનલ્સ કોઈ નોકરીમાં બે-ત્રણ વર્ષથી વધુ આપવા નથી માંગતા. તેઓ પોતાની કારકિર્દીમાં પ્રગતિ, વર્ક-લાઇફ બેલેન્સ અને માનસિક આરોગ્યને પણ પ્રાથમિકતા આપી રહ્યાં છે. વારે-વારે નોકરી બદલવાનું કારણ માત્ર પગારધોરણ નથી, પરંતુ શીખવાની તકો અને શ્રેષ્ઠ વર્ક-લાઇફ બેલેન્સ જેવી આશાઓ પૂર્ણ ન થવી પણ છે. કોર્પોરેટ ઇન્ડિયામાં Gen Z માટે ટ્રાન્સપરન્સી (પારદર્શકતા) એટલે કે કામ અને ગ્રોથ અંગેની સ્પષ્ટ માહિતી જરૂરી છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 80થી વધુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં 23 હજારથી વધુ Gen Z પ્રોફેશનલ્સનાં જવબો પર આધારિત છે. આ રિપોર્ટ એ વાત તરફ પણ ઇશારો કરે છે કે, ભારતની યુવા વર્કફોર્સ હવે કારકિર્દીમાં સ્થિરતાને પહેલાં કરતાં અલગ રીતે જોઈ રહી છે.

મોટાભાગે એવું માનવામાં આવે છે Gen Z વધુ પગારની લાલચમાં વારેવારે નોકરી બદલે છે. પરંતુ રિપોર્ટમાં એવું નથી જોવા મળ્યું. Gen Zનું નોકરી બદલવાનું મુખ્ય કારણ એ છે કે, નોકરીમાં શીખવાની તકો નથી મળી રહી, અથવા તેમનું વર્ક-લાઇફનું બેલેન્સ બગડી રહ્યું છે, એવામાં વધુ પૈસા મળવાની રાહ જોયા વગર પણ નોકરી બદલવા બાબતે વિચારવા લાગે છે.

રિપોર્ટ મુજબ, Gen Z માટે કારકિર્દીમાં ગ્રોથનો મતલબ માત્ર પ્રમોશન અથા સેલેરી વધવી નથી. 57% લોકો માટે ગ્રોથનો મતલબ જોબમાં નવી સ્કિલ્સ શીખવી છે, જ્યારે 21%એ સેલેરી વધવા અને 12%એ પ્રમેશનને કારકિર્દીમાં પ્રગતિ સાથે જોડ્યું. આ વિચાર ડિઝાઇન અને એડ જેવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ જોવા મળી, જ્યાં 78% લોકોએ કાંઈક નવું શીખવાને કારકિર્દીનાં ગ્રોથનું સૌથી મોટું ફેક્ટર જણાવ્યું.

રિપોર્ટ મુજબ, 81% જેન જી પ્રોફેશનલ્સ માત્ર વખાણથી નહીં પરંતુ ટ્રેનિંગ, સર્ટિફિકેટ અને નવા પ્રોજેક્ટ્સ માટે નવી તકો મળવાને જરૂરી સમજે છે. માત્ર 9%એ માત્ર પ્રશંસાને પ્રાધાન્ય આપ્યું. તો 15-25 લાખ રૂપિયા વાર્ષિક કમાનારા લોકોમાં પૈસાથી મળનારા ઇનામને લઈને થોડો વધુ રસ જોવા મળ્યો. પરંતુ અલગ-અલગ પગારધોરણ વાળા Gen Z લોકોની વચ્ચે કારકિર્દીમાં આગળ વધવા અને નવી ચીજો શીખવાની તકો સૌથી વધુ જરૂરી રહી.

રિપોર્ટમાં આગળ Gen Zને વર્કસ્પેસમાં મળનારા સ્ટ્રેસ બાબતે પણ જણાવવામાં આવ્યું. 34% લોકોએ વર્કલાઇફમાં બેલેન્સની ઉણપને સૌથી મોટું ફેક્ટર જણાવ્યું, જ્યારે 31%એ ગ્રોથની ઓછી તકોને તેનું કારણ માન્યું. તો 19% Gen Z પ્રોફેશનલ્સે ટોક્સિક ઓફિસ કલીગ્સને વર્કપ્લેસમાં સ્ટ્રેસનું કારણ જણાવ્યું.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.