વિદેશમાં Job-Sponsorshipનાં નામ પર થઈ શકે છે સ્કેમ, જાણો કેવી રીતે સાવધ રહેવું?

વિદેશમાં Job-Sponsorshipનાં નામથી થનારા સ્કેમ ખૂબજ વધી ગયા છે. જેથી વિદ્યાર્થીઓએ જોબ લેતા પહેલાં એ ચકાસી લેવું જોઈએ કે તેઓ જે નોકરી કરવા જઈ રહ્યાં છે તે કોઈ સ્કેમ તો નથી ને?

0
64
Job-Sponsorship
Job-Sponsorship

વિદેશમાં Job-Sponsorshipનાં નામથી થનારા સ્કેમ ખૂબજ વધી ગયા છે. જેથી વિદ્યાર્થીઓએ જોબ લેતા પહેલાં એ ચકાસી લેવું જોઈએ કે તેઓ જે નોકરી કરવા જઈ રહ્યાં છે તે કોઈ સ્કેમ તો નથી ને?

ઉજ્જવલ ભવિષ્ય

વિદેશમાં અભ્યાસ કરવા જનારા ભારતીય વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે, તેમને ત્યાં જોબ પણ મળી જાય. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ તરત જ પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા માટે અરજી પણ કરી શકે છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે વર્ક વિઝા મેળવવા એટલા મુશ્કેલ નથી, જેટલું મુશ્કેલ ત્યાં વેલિડ જોબ ઓફર અને Job-Sponsorship મેળવવાં હોય છે. વિદેશમાં નોકરીનાં નામે સ્કેમ પણ ઘણાં ચાલી રહ્યાં હોય છે, જેમાં જોબ કે સ્પોન્સરશિપ અપાવવાનાં બહાને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવે છે.

Job-Sponsorship
વિદેશમાં Job-Sponsorshipનાં નામથી થનારા સ્કેમ ખૂબજ વધી ગયા છે. જેથી વિદ્યાર્થીઓએ જોબ લેતા પહેલાં એ ચકાસી લેવું જોઈએ કે તેઓ જે નોકરી કરવા જઈ રહ્યાં છે તે કોઈ સ્કેમ તો નથી ને?

કોઈ કંપની જોબ ઓફર માટે પૈસા માંગતી હોય છે, તો કોઈ કહે છે કે તે Job-Sponsorship માટે તૈયાર છે. પરંતુ તેના માટે કેટલીક ફી આપવી પડશે. USA-UKમાં કેટલાંક નિર્દોષ વિદ્યાર્થીઓ સ્કેમર્સની આ જાળમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા ગુમાવી બેસે છે. કેટલીક વાર તો જોબ ઓફર એવો હોય છે, કે તેને જોઈને એવું કહી જ ન શકાય કે આ નકલી છે. આ જ કારણ છે કે, આજે આપણે જાણીશું કે, વિદ્યાર્થીઓએ નકલી જોબ ઓફર કે Job-Sponsorshipથી પોતાને કેવી રીતે બચાવવા જોઈએ?

માત્ર સોશિયલ મીડિયા પ્રોફાઇલ હોવી પૂરતું નથી

  • વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં એ સમજી લેવું જોઈએ કે, માત્ર લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ પર પોફાઇલ હોવાનો મતલબ એ નથી થતો કે કંપની અસલી છે.
  • જો કોઈ જોબ ઓફર મળે, તો સૌથી પહેલાં તે કેપનીની વેબસાઇટ પર જઈને ચેક કરો. વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં એ જોવું જોઈએ કે, શું ખરેખર આવી કોઈ જોબ કંપનીમાં છે કે નહીં.
  • વિદ્યાર્થીઓએ એ પણ ચકાસવું જોઈએ કે, તે જાતે રિક્રૂટર કે કંપનીને વેરિફાઈ કરી શકે છે કે નહીં. કંપનીની ડિટેલ્સ સરળતાથી ઇન્ટરનેટ પર મળી રહી છે કે નહીં.
  • જોબ ઓફરમાં એ પણ જોવું જોઈએ કે, દરેક પ્રકારની ડિટેલ્સ એક સમાન હોય. જોબ ઓફરમાં જે ભાષાનો ઉપયોગ થયો હોય તે પણ પ્રોફેશનલ હોવી જોઈએ.

પૈસા માંગનારા લોકોથી સાવધાન રહો

જો કોઈ કંપની કહે છે કે, જોબ અથવા સ્પોન્સરશિપ લેતા પહેલાં આપે કેટલાંક પૈસા ચૂકવવાં પડશે, તો સચેત થઈ જાઓ. રિક્રૂટમેન્ટ પ્રોસેસ જો જેન્યુઇન હોય, તો કંપની જ ત્યાં દરેક પ્રકારનાં પૈસા આપતી હોય છે, ઉમેદવાર પાસેથી કાંઈ લેવામાં આવતું નથી. જો કોઈ ફી આપવી પડે છે, તો આપ સારી રીતે સમજી લો કે, કોણ પૈસા માંગી રહ્યું છે અને તેની ખરેખર જરૂર શું છે? જો આપને કોઈ શંકા છે, તો કોઈપણ પેમેન્ટ કરતા પહેલાં પોતાની યૂનિવર્સિટીની કેરિયર ટીમ અથવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટીમ સાથે ચર્ચા કરો.

ગેરંટેડ રિઝલ્ટ આપનારાઓથી બચો

વિદેશમાં આપને ઘણી એવી રિક્રૂટમેન્ટ એજન્સી પણ મળી જશે, જે આપને કહેશે કે તેઓ 100% જોબ ઓફર અથવા વિઝા સ્પોન્સરશિપ અપાવી દેશે. આવી એજન્સીઓથી આપે એલર્ટ રહેવું જોઈએ, કેમકે તેઓ આપની સાથે સ્કેમ કરી શકે છે. સ્પોન્સરશિપ કંપની, રોલ, ઉમેદવારની લાયકાત તથા દેશનાં ઇમિગ્રેશન નિયમો પર આધાર રાખે છે. Job-Sponsorshipની ગેરંટી આપવાનો કોઈ શોર્ટકટ નથી.

અંગત માહિતી શેર ન કરો

વિદ્યાર્થીઓએ માત્ર આ જ કારણથી પાસપોર્ટની કોપી, બેંકની માહિતી, ઇમિગ્રેશન સાથે જોડાયેલાં દસ્તાવેજ તથા અન્ય સંવેદનશીલ માહિતી ન મોકલવી જોઈએ, કારણ કે તે વ્યક્તિ પોતાને રિક્રૂટર બતાવી રહ્યો છે. પહેલાં તે વ્યક્તિ તથા કંપનીની યોગ્ય તપાસ કરો અને સમજો કે વાસ્તવમાં આ માહિતી શા માટે માંગવામાં આવી રહી છે. કંપનીની તપાસ કરો. ઓફિશિયલ કેરિયર પેજ પર જોબની તપાસ કરો. ગેરંટેડ સ્પોન્સરશિપનો વાયદો કરનારા દરેક વ્યક્તિથી સવાલ કરો.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.