USAમાં Study માટે ગયેલાં વિદ્યાર્થીઓએ ઘણી વાતનું ધ્યાન રાખું પડે છે. તેમણે એ પણ જોવું પડે છે કે, તેઓ જે જગ્યાએ Rent પર મકાન કે એપાર્ટમેન્ટ લઈ રહ્યાં છે તે યોગ્ય છે કે નહીં.
ઉજ્જવલ ભવિષ્ય
USAમાં અભ્યાસ કરતાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ કોલેજ હોસ્ટેલમાં જ રહે છે, પરંતુ પહેલું વર્ષ પૂર્ણ થયા બાદ તેઓ કોલેજની બહાર જ રહેવું પસંદ કરે છે. વિદ્યાર્થીઓને લાગે છે કે, અભ્યાસની સાથે વધુ ફ્લેક્સિબિલિટીની જરૂર છે અને તે ત્યારે જ મળશે, જ્યારે તેઓ કોલેજની બહાર રહેશે. આ જ કારણ છે કે, કોઈ વિદ્યાર્થી ઘર ભાડે લે છે, તો કોઈ એપાર્ટમેન્ટ Rent પર લે છે, જેથી તેમને આઝાદ રહીને જીવવાનો મોકો મળી શકે.

જોકે, ઘણાં વિદ્યાર્થીઓ સાથે મળીને ઘર કે એપાર્ટમેન્ટ લેવાનું પસંદ કરે છે, જેથી તેઓને ખર્ચ ઓછો થઈ શકે. પરંતુ અમેરિકામાં ઘર કે એપાર્ટમેન્ટ લેતી વખતે લીઝ એગ્રીમેન્ટનો સામનો કરવો પડે છે. ભારતથી વિપરિત અમેરિકામાં લીઝ એ કોઈ સાધારણ સંમતિ નથી, પરંતુ એક કાયદેસર રીતે બાધ્ય કોન્ટ્રાક્ટ છે. એકવાર તે સાઇન કર્યા બાદ આપ તેમાં નક્કી કરેલાં ભાડા તથા અન્ય શરતો સાથે કાનૂની રીતે બંધાઈ જાઓ છો. એવામાં આવો એવી 6 વાતો વિશે જાણીએ, જેનું ધ્યાન આપે લીઝ સાઇન કરતી વખતે રાખવું જોઈએ.
લીઝનો સમયગાળો અને આપનો પ્લાન
USAમાં સામાન્ય રીતે લીઝનો સમયગાળો 6, 9 કે 12 મહિનાનો હોય છે. ગ્રેજ્યુએશન, સમર ઇન્ટર્નશિપ અને OPTનું ધ્યાન રાખીને જ યોગ્ય લીઝનો સમયગાળો પસંદ કરવો જોઈએ. જો આપનો અભ્યાસ મે મહિનામાં પૂર્ણ થઈ રહ્યો હોય તો આપે ઓગસ્ટ સુધી જ લીઝ સાઇન કરવી જોઈએ.
માત્ર Rent નહીં, યૂટિલિટીઝ પણ પૂછો
વિદ્યાર્થીઓ એવું માનીને ચાલે છે કે, તેમને ત્યાં રહેવા દરમ્યાન માત્ર ભાડું જ આપવાનું રહેશે, પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે, તેઓએ વીજળી, ગેસ, પાણી, ઇન્ટરનેટ અને વિંટર હીટિંગનો ખર્ચ પણ જાતે જ ઉઠાવવો પડશે. એવામાં એ વાત ક્લિયર કરી લો કે ભાડામાં કઈ-કઈ ચીજોનો સમાવેશ થઈ જાય છે.
સિક્યોરિટી ડિપોઝીટ અને મૂવ ઇન ઇન્સ્પેક્શન
USAમાં ભાડા ઉપરાંત સિક્યોરિટી ડિપોઝીટ પણ આપવી જરૂરી છે. જે દિવસે એપાર્ટમેન્ટમાં રહેવા જવાનું છે, તે દિવસે તેનું મૂવ-ઇન-ઇન્સ્પેક્શન જરૂર કરો, અથવા સમગ્ર એપાર્ટમેન્ટનો વીડિયો બનાવી લો. જો કોઈ વસ્તુ ક્યાંકથી તૂટી-ફૂટી છે અથવા ફર્નીચર ઠીક નથી, તો તેની જાણ તરત જ મેનેજરને કરો, જેથી એપાર્ટમેન્ટ છોડતી વખતે કોઈ તકલીફ ન આવે.
રૂમમેટ લાયબિલિટી અને જોઈન્ટ લીઝ
મિત્રોની સાથે એપાર્ટમેન્ટ શેર કરવાથી ખર્ચ તો ઓછો થઈ જાય છે, પરંતુ એક વાત ચેક કરવી જરૂરી છે કે લીઝ ઇન્ડિવિઝ્યુઅલ છે કે જોઈન્ટ. જોઈન્ટ લીઝમાં જો કોઈ એક રૂમમેટ પોતાનો ભાગ નથી આપતો, તો બાકીનાં દરેક લોકો પર તેની બાકી રકમ આપવાની જવાબદારી આવે છે.
સબલેટિંગ અને અર્લી ટર્મિનેશન
જો આપને ગરમીની રજાઓમાં કોઈ અન્ય શહેરમાં ઇન્ટર્નશિપ મળી જાય અને આપ રૂમ કોઈ અન્યને આપવા માંગો, તો તેની પરવાનગી છે? આ સવાલ ઘણાં વિદ્યાર્થીઓનાં મનમાં આવે છે. દરેક લીઝમાં સબલેટિંગની અનુમતિ નથી હોતી. આ રીતે અચાનક લીઝ વચ્ચે તોડવા પર લાગતી પેનલ્ટીનો નિયમ પણ પહેલાંતી જ જાણી લો.
ગેરંટર તથા ડોક્યૂમેન્ટ્સ
અમેરિકામાં લાંબી ક્રેડિટ હિસ્ટ્રી ન હોવાને લીધે કેટલાંક લેન્ડલોર્ડ્સ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ગેરંટર અથવા કો-સાઈનેરની માંગ કરે છે. આ ઉપરાંત પાસપોર્ટ, I-20 અને ફંડ્સનાં પુરાવા જેવા દસ્તાવેજો તૈયાર રાખો. જો કોઈ એપાર્ટમેન્ટ માર્કેટ રેટથી ખૂબજ સસ્તો મળી રહ્યો છે, અને લેન્ડલોર્ડ દેશની બહાર હોવાનું બહાનું બતાવીને તે બતાવ્યા વગર જ પૈસા અથવા વાયર ટ્રાન્સફર માંગી રહ્યો છે, તો સાવધ થઈ જાઓ.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

