દુનિયાભરમાં કેટલીક Universities એવી છે, જ્યાં એડમિશન મેળવવું મુશ્કેલ છે. જેની પાછળનું કારણ તેનો કડક એડમિશન ક્રાઇટેરિયા છે.
ઉજ્જવલ ભવિષ્ય
શું આપ પણ વિદેશમાં અભ્યાસ માટેનું પ્લાનિંગ કરી રહ્યાં છો? જો આપનો જવાબ હા છે, તો પછી આપને એ ખબર હોવી જોઈએ કે દુનિયાભરમાં એવી કઈ Universities છે, જ્યાં એડમિશન મેળવવું સૌથી વધુ મુશ્કેલ હોય છે. તે બાબતે જાણવું પણ જરૂરી છે, કેમકે આ એ સંસ્થાઓ છે, જ્યાંનાં ગ્રેજ્યુએટ્સની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં છે. દુનિયાની ઘણી કંપનીઓ આ Universitiesમાંથી અભ્યાસ કરનારા ગ્રેજ્યુએટ્સને નોકરી આપવામાં પ્રાથમિકતા આપે છે.

ઇન્ટીગ્રેટેડ પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન ડેટા સિસ્ટમ (IPEDS) જેવી સરકારી એજન્સીઓ, યૂનિવર્સિટીની વેબસાઇટ અને એડમિશન રિપોર્ટ તથા એડુરેંક જેવા પ્લેટફોર્મની મદદથી એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. જેના આધારે આ 5 Universities બાબતે જણાવવામાં આવ્યું છે, જ્યાં એડમિશન મેળવવું સૌથી અઘરું હોય છે. અહીં એડમિશન માટે માત્ર માર્ક્સ જ નથી જોવામાં આવતાં, પરંતુ અન્ય ઘણી ચીજો પર પણ ફોકસ કરવામાં આવે છે. આવો આ Universities અને ત્યાંનાં એડમિશન ક્રાઇટેરિયા બાબતે વિગતવાર જાણીએ…
ઓક્સફર્ડ યૂનિવર્સિટી
આ લિસ્ટમાં પહેલું નામ ઓક્સફર્ડ યૂનિવર્સિટીનું છે. એડમિશન રિપોર્ટ પ્રમાણે, યૂનિવર્સિટીમાં એડમિશન આપવાના મામલે પસંદગી પ્રક્રિયા ખૂબજ કડક છે. બેચલર્સ લેવલ પર તો ઘણો ઓછો એક્સેપ્ટેન્સ રેટ છે. યૂનિવર્સિટીમાં એડમિશન લેવા માટે સૌથી મુશ્કેલ કોર્સ BA/MMath મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિક્સ છે, જેનો એક્સેપ્ટેન્સ રેટ માત્ર 3.5% છે. દા.ત. આ કોર્સમાં એડમિશન ત્યારે જ મળે છે, જ્યારે મેથ્સમાં એ ગ્રેડ હોય. આ ઉપરાંત યૂનિવર્સિટીની મેથ એડમિશન ટેસ્ટ પણ પાસ કરવી પડે છે, જે 2.30 કલાકની એક એન્ટ્રન્સ એક્ઝામ છે.
કેમ્બ્રિજ યૂનિવર્સિટી
દુનિયાની સૌથી જૂની યૂનિવર્સિટીમાંથી એક કેમ્બ્રિજમાં પણ એડમિશનનો ક્રાઇટેરિયા ખૂબજ કડક છે. અહીંથી લગભગ 90 જેટલાં નોબલ વિજેતા અભ્યાસ કરીને બહાર આવ્યા છે. કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં એડમિશન માટે સૌથી મુશ્કેલ કોર્સ BA કોમ્પ્યુટર સાયન્સ છે, જેનો એક્સેપ્ટન્સ રેટ 9.3% છે. કોમ્પ્યુટર સાયન્સ કોર્સમાં એડમિશન ત્યારે જ મળે છે, જ્યારે સ્કૂલ લેવલ પર વિદ્યાર્થીને દરેક વિષયમાં એ ગ્રેડ મળ્યો હોય. અહીં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સની સાથેસાથે મેથેમેટિક્સ અને ફર્દર મેથેમેટિક્સ નામનાં કોર્સ પણ ભણવા પડે છે. અહીં આ વિષય પર ખૂબજ ભાર મૂકવામાં આવે છે.
સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી
સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી અમેરિકામાં સ્થિત છે. તેને અમેરિકાની સૌથી શ્રેષ્ઠ યૂનિવર્સિટીમાંથી એક માનવામાં આવે છે, જ્યાંથી 20થી વધુ નોબેલ પુરસ્કાર વિજેતાઓ, 17 અંતરિક્ષયાત્રીઓ તથા 30 અરબપતિઓએ અભ્યાસ કર્યો છે. 2025માં વિદેશી વિદ્યાર્થીઓ માટે અહીં એક્સેપ્ટેન્સ રેટ માત્ર 3.9% હતો, જે 2026માં ઘટીને 3.6% થઈ ચૂક્યો છે. સ્ટેનફોર્ડમાં પણ સૌથી પોપ્યુલર કોર્સ કોમ્પ્યુટર સાયન્સ છે. તેમાં એડમિશન માટે SAT અથવા ACT જેવા ટેસ્ટનાં સ્કોરની જરૂર પડે છે. યૂનિવર્સિટીનું કહેવું છે કે, એડમિશન માટે કોઈ નક્કી સ્કોર નથી.
હાર્વર્ડ યૂનિવર્સિટી
અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીમાં એડમિશન મેળવવું પણ ખૂબજ મુશ્કેલ છે. આને એવી રીતે સમજી શકાય કે, 2028માં ગ્રેજ્યુએટ થનારી બેચ માટે આ વર્ષે 54,008 લોકોએ એપ્લાય કર્યું હતું, જેમાંથી માત્ર 1970ને જ એડમિશન મળ્યું હતું. આ રીતે અહીંનો એક્સેપ્ટેન્સ રેટ 3.65% છે. અહીં સૌથી પ્રખ્યાત ફિલ્ડ સોશિયલ સાયન્સ છે. હાર્વર્ડમાં એડમિશન માટે પણ SAT અથવા ACTનાં સ્કોરની જરૂર પડે છે. એવું નથી કે, માત્ર સારા માર્ક્સ હોય તો અહીં એડમિશન મળી જાય છે. યૂનિવર્સિટી LOR, ઇન્ટરવ્યૂ અને એક્સ્ટ્રા કરિક્યુલરનાં આધારે એડમિશનને પ્રાથમિકતા આપે છે.
સિડની યૂનિવર્સિટી
ઓસ્ટ્રેલિયાની સિડની યૂનિવર્સિટીની સ્થાપના આજથી 200 વર્ષ પહેલાં થઈ હતી. અહીંના 5 નોબેલ વિજેતા અને 8 ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રીઓએ અભ્યાસ કર્યો છે. આ યૂનિવર્સિટીમાં એડમિશન મેળવવું સરળ નથી. અહીં ભણાવવામાં આવતા સૌથી પોપ્યુલર કોર્સ આર્ટ્સ અને હ્યુમેનિટીઝ સાથે જોડાયેલાં છે. અહીં બેચલર ઓફ આર્ટ્સ પ્રોગ્રામમાં એડમિશન લેવા માટે આપને માત્ર આઈબી ડિપ્લોમા અથવા તેના સમકક્ષમાં 26 માર્ક્સ જ જોઈએ. જોકે, IELTS જેવી અંગ્રેજી ટેસ્ટમાં ઓછામાં ઓછા 6.5 બેન્ડ સ્કોર હોવો જરૂરી છે. દરેક કેટેગરીમાં ઓછામાં ઓછો 6.0 બેન્ડ સ્કોર તો હોવો જ જોઈએ.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

