ઓસ્ટ્રેલિયામાં Engineering કરવાની તક, ભારતીય વિદ્યાર્થીનીઓને Scholarship આપશે આ યૂનિવર્સિટી

વિદેશમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ માટે Scholarship સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. જેનાં દ્વારા વિદ્યાર્થીનીઓ સરળતાથી અભ્યાસ કરી શકે છે. જેનાં લીધે વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની આર્થિક તકલીફનો સામનો નથી કરવો પડતો.

0
43
Scholarship
Scholarship

વિદેશમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ માટે Scholarship સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. જેનાં દ્વારા વિદ્યાર્થીનીઓ સરળતાથી અભ્યાસ કરી શકે છે. જેનાં લીધે વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની આર્થિક તકલીફનો સામનો નથી કરવો પડતો.

ઉજ્જવળ ભવિષ્ય

વિદેશમાં એન્જીનિયરિંગ કે કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરવાનું પ્લાનિંગ કરી રહેલી ભારતીય વિદ્યાર્થીનીઓ માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાનાં મેલબર્ન શહેરમાં સ્થિત સ્વિનબર્ન યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ ‘વીમેન ઇન એન્જીનિયરિંગ લીડરશિપ Scholarship’ શરૂ કરી છે. જે હેઠળ, 2027માં પોતાનાં હોથોર્ન કેમ્પસમાં એન્જીનિયરિંગનો અભ્યાસ શરૂ કરનાર વિદેશી વિદ્યાર્થીનીઓને ટ્યૂશન ફીમાં 30%ની છૂટ મળશે.

Scholarship
વિદેશમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ માટે Scholarship સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. જેનાં દ્વારા વિદ્યાર્થીનીઓ સરળતાથી અભ્યાસ કરી શકે છે. જેનાં લીધે વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની આર્થિક તકલીફનો સામનો નથી કરવો પડતો.

આ Scholarshipનો હેતુ વધુ વિદ્યાર્થીનીઓને એન્જીનિયરિંગ અને કન્સ્ટ્રક્શનનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કેમકે આ ક્ષેત્રમાં તેમની ભાગીદારી હજી ઘણી ઓછી છે. સાથે જ તે ભારતીય વિદ્યાર્થીનીઓ માટે આ એક શ્રેષ્ઠ ઓપ્શન છે, જે ઓછા ખર્ચમાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગે છે. આવો આ સ્કોલરશિપ સાથે જોડાયેલી કેટલીક વિગતો જાણીએ.

Scholarshipમાં શું શું કવર થશે અને એલિજિબલ કોર્સ?

પસંદગી પામેલ વિદ્યાર્થીનીઓને તેમનાં કોર્સનાં સમગ્ર સમયગાળા દરમ્યાન ટ્યુશન ફીમાં 30%ની છૂટ મળશે, માત્ર પહેલાં વર્ષ માટે નહીં. આનો મતલબ એ થયો કે ડિગ્રીનાં સમગ્ર સમયગાળા દરમ્યાન ઘણી બચત થશે. હવે આવો જાણીએ કે કયો કોર્સ આ માટે યોગ્ય છે? આ સ્કોલરશિપ અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ, બંને પ્રકારનાં પ્રોગ્રામ માટે છે, જેમાં સામેલ છેઃ

  • બેચલર ઓફ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ (ઓનર્સ)
  • બેચલર ઓફ એન્જીનિયરિંગ (ઓનર્સ)
  • માસ્ટર ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ
  • માસ્ટર ઓફ એન્જીનિયરિંગ સાયન્સ
  • માસ્ટર ઓફ પ્રોફેશનલ એન્જીનિયરિંગ

કોણ એન્જીનિયરિંગ કરી શકે છે?

ઉપર દર્શાવવામાં આવેલાં બધા કોર્સ 2027થી શરૂ થઈને મેલબર્નમાં સ્વિનબર્નનાં હોથોર્ન કેમ્પસમાં કરાવવામાં આવશે. સ્કોલરશિપ માટે નીચેની વિદ્યાર્થીનીઓ જ યોગ્ય ઠરી શકે છે.

  • એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ (જેમાં ભારતીય વિદ્યાર્થીની સામેલ છે) હોવી જોઈએ અને પોતાના પસંદ કરાયેલ કોર્સની ખાસ એન્ટ્રી જરૂરિયાતોને પૂર્ણ કરતી હોવી જોઈએ.
  • પહેલાંથી જ સ્વિનબર્ન ટ્યૂશન સ્કોલરશિપ અથવા ફીમાં કપાતવાલી અન્ય કોઈ સુવિધા જેને ન મળી રહી હોય.
  • તે જ સમયે કોઈ અન્ય સંસથામાંથી કોઈ અન્ય ટ્યુશન સ્કોલરશિપવાળી ફીમાં છૂટ ન મળી રહી હોવી જોઈએ.

અરજી કેવી રીતે કરવી?

સૌથી સારી વાત એ છે કે, આ માટે અલગથી કોઈ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેતું નથી, જે વિદ્યાર્થીની 2027માં પહેલી વાર સ્વિનબર્નનાં હોથોર્ન કેમ્પસમાં કોઈ યોગ્ય કોર્સ માટે અરજી કરે છે, તેમને તેમનાં પાછલા શૈક્ષણિક રેકોર્ડનાં આધારે આ Scholarship માટે ઓટોમેટિક રીતે યોગ્ય માનવામાં આવશે.

જો આપનું સિલેક્શન થઈ જાય છે, તો Scholarshipનો ઉલ્લેખ સીધો આપના ઓફર લેટરમાં કરવામાં આવશે. અરજી કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી, 2027 છે. આ તકનો લાભ લેવા માંગતી ભારતીય વિદ્યાર્થીનીઓએ આ તારીખથી ઘણાં વહેલાં પોતાનાં કોર્સ માટે અરજી જમા કરાવી દેવી જોઈએ. કારણકે સમયસર અરજી કરનાર વિદ્યાર્થીનીઓને જ Scholarship માટે પસંદ કરવામાં આવશે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.