NEET વગર પણ કરી શકાય છે મેડિકલનો અભ્યાસ, જાણો 5 ડિમાન્ડિંગ કોર્સ વિશે

NEET વગર પણ મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે. ધોરણ-12 બાદ વિદ્યાર્થીઓ મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલાં કોર્સ કરી શકે છે. અલગ-અલગ કોર્સનાં ફાયદા પણ અલગ-અલગ છે. નિષ્ણાંતોનાં મત મુજબ 5 એવા ડિમાન્ડિંગ કોર્સ છે, જે આપનાં માટે શ્રેષ્ઠ કારકિર્દીનાં વિકલ્પ બની શકે છે.

0
80
NEET
NEET

NEET વગર પણ મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે. ધોરણ-12 બાદ વિદ્યાર્થીઓ મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલાં કોર્સ કરી શકે છે. અલગ-અલગ કોર્સનાં ફાયદા પણ અલગ-અલગ છે. નિષ્ણાંતોનાં મત મુજબ 5 એવા ડિમાન્ડિંગ કોર્સ છે, જે આપનાં માટે શ્રેષ્ઠ કારકિર્દીનાં વિકલ્પ બની શકે છે.

ઉજ્જવલ ભવિષ્ય

મોટાભાગનાં વિદ્યાર્થીઓને એવું લાગે છે કે, મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી માત્ર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) દ્વારા જ બની શકે છે. પરંતુ એવું નથી. એડમિશન માટે સીટો અને ઉમેદવારોનાં આંકડા જોઈએ, તો દરેક નીટ કેન્ડીડેટને MBBS કે BDSમાં સીટ નથી મળતી. એવાં કેટલાંય હેલ્થકેર તથા તેની સાથે જોડાયેલાં મેડિકલ કોર્સ છે, જેના માટે NEETની કોઈ જરૂર નથી. આ કોર્સમાં એડમિશન સામાન્ય રીતે ધોરણ-12નાં માર્ક્સ, યૂનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ અથવા મેરિટ આધારિત સિલેક્શનથી થાય છે.

NEET
NEET વગર પણ મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે. ધોરણ-12 બાદ વિદ્યાર્થીઓ મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલાં કોર્સ કરી શકે છે. અલગ-અલગ કોર્સનાં ફાયદા પણ અલગ-અલગ છે. નિષ્ણાંતોનાં મત મુજબ 5 એવા ડિમાન્ડિંગ કોર્સ છે, જે આપનાં માટે શ્રેષ્ઠ કારકિર્દીનાં વિકલ્પ બની શકે છે.

આ કોર્સ વિદ્યાર્થીઓને હોસ્પિટલ્સ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, રિહેબિલિટેશન સેન્ટર્સ, રિસર્ચ ઓર્ગેનાઇઝર્સ તથા હેલ્થકેર મેનેજમેન્ટમાં કારકિર્દીની શ્રેષ્ઠ તકો આપે છે. જેમ-જેમ હેલ્થ સેક્ટર આગળ વધી રહ્યું છે, આ ક્ષેત્રમાં ટ્રેન્ડ પ્રોફેશનલ્સની માંગ ભારતમાં તેમજ વિદેશોમાં ખૂબજ મોટી સંખ્યામાં છે.

NEET વગર મેડિકલ કોર્સમાં એડમિશન કેવી રીતે મળે છે?

NEET વગર હેલ્થકેર અને મેડિકલ કોર્સમાં એડમિશન લેવા માટે એવાં કેટલાંય એકેડમિક તથા પ્રોફેશનલ પ્રોગ્રામ છે, જેના માટે વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. એટલે એકંદરે એવું કહી શકાય કે કોલેજ નીચેનાં આધાર પર એડમિશન આપે છે.

  • ધોરણ-12 (PCB/PCM)નાં માર્ક્સ
  • યૂનિવર્સિટી લેવલની એન્ટ્રન્સ પરીક્ષાઓ
  • મેરિટ બેસ્ડ એડમિશન
  • સ્ટેટ લેવલની એડમિશન પ્રક્રિયાઓ

મેડિકલ તથા હેલ્થકેરથી જોડાયેલાં દરેક કોર્સ માટે નીટની પરીક્ષા ક્લિયર કરવી જરૂરી નથી. નીટ વગરનાં કોર્સ તે વિદ્યાર્થીઓ માટે ખૂબજ સારા ઓપ્શન છે, જેઓ MBBS અથવા NEET બેસ્ડ અન્ય ડિગ્રીઓ કર્યા વગર પણ હેલ્થકેરમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

NEET વગર કયો કોર્સ કરવાથી રહેશે ફાયદો

નીટ વગર મેડિકલ તથા હેલ્થકેર સેક્ટરમાં કારકિર્દી બનાવવા માટે કેટલાંય કોર્સ છે. એક અગ્રણી કેરિયર એક્સપર્ટનાં જણાવ્યા અનુસાર B.Pharm, બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT), BSc મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, BSc રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ ટેકનોલોજી તથા BSc ઓપ્ટોમેટ્રી જેવાં કોર્સ તેનાં વિકલ્પ હોઈ શકે છે. આમાં એડમિશન ખાસ કરીને ધોરણ-12નાં માર્ક્સ, મેરિટ અથવા સંસ્થાની પ્રવેશ પ્રક્રિયાનાં આધારે મળે છે. જોકે, દરેક કોલેજ તથા રાજ્યમાં યોગ્યતા અને એડમિશનનાં નિયમો અલગ-અલગ હોઈ શકે છે. જેથી અરજી કરતાં પહેલાં પૂરી વિગત ચકાસી લેવી.

5 એવાં ડિમાન્ડિંગ કોર્સ, જેનાં માટે નીટ જરૂરી નથી

એક્સપર્ટનાં મત મુજબ, હેલ્થકેર/મેડિકલથી જોડાયેલાં દરેક કોર્સ માટે નીટની પરીક્ષા ક્લિયર કરવી જરૂરી નથી. કેટલાંય એવાં ડિમાન્ડિંગ કોર્સ છે, જે નીટ વગર પણ કરી શકાય છે. અહીં 5 કોર્સનાં નામ, ભવિષ્યમાં થનારા ફાયદા તથા કારકિર્દીની તકો અંગે વિગતવાર જાણીએ.

બેચલર ઓફ ફાર્મસી (BPharm) : આ 4 વર્ષનો કોર્સ છે. જેમાં દવાઓનું માળખું, નિર્માણ, ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી તથા દર્દીઓની દવા સંબંધિત સારવારનો અભ્યાસ થાય છે. આ નીટ વગર હેલ્થકેર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો મુખ્ય વિકલ્પ છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ફાર્માસિસ્ટ, ડ્રગ સેફ્ટી એસોસિએટ, ક્લિનિકલ રિસર્ચ એસોસિએટ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્શન ઓફિસર તથા ક્વોલિટી કન્ટ્રોલ એનાલિસ્ટ જેવાં ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે.

બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT) : આ કોર્સ લગભગ 4થી 4.5 વર્ષનો હોય છે. આમાં એક્સરસાઇઝ, મૂવમેન્ટ, ફિઝિકલ થેરાપી તથા રિહેબિલિટેશન દ્વારા દર્દીઓને રિકવરીમાં મદદ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ ફિઝિયોથેરાપિસ્ટ, સ્પોર્ટ્સ થેરાપિસ્ટ, રિહેબિલિટેશન સ્પેશ્યાલિસ્ટ, ઓર્થોપેડિક સ્પેશ્યાલિસ્ટ તથા ન્યૂરોલોજિકલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી શકે છે. કોર્સનો સમયગાળો અને ઇન્ટર્નશિપનું માળખું સંસ્થા મુજબ અલગ અલગ હોઈ શકે છે.

BSc મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (MLT) : ખાસ કરીને આ કોર્સ 3થી 4 વર્ષનો હોય છે. જેમાં બ્લડ, યૂરિન, ટિશ્યૂ અને અન્ય ક્લિનિકલ સેમ્પલની લેબમાં તપાસ દ્વારા બીમારીની ઓળખ કરવામાં મદદરૂપ થવાનું શીખવવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ, પેથોલોજી લેબ એક્ઝીક્યુટિવ, ડાયગ્નોસ્ટિક લેબ સુપરવાઇઝર અને રિસર્ચ લેબોરેટરી આસિસ્ટન્ટ જેવા હોદ્દા પર કામ કરી શકે છે.

BSc રેડિયોલોજી અને ઇમર્જિંગ ટેકનોલોજી : આ લગભગ ત્રણથી ચાર વર્ષનો એલાઇડ હેલ્થ કોર્સ છે. આમાં X-ray, CT સ્કેન, MRI અને અન્ય મેડિકલ ઇમેજિંગ ટેકનિક સાથે જોડાયેલાં સાધનોનું સંચાલન અને દર્દીઓની તપાસ કરવામાં સહાયની તાલીમ આપવામાં આવે છે. કોર્સ બાદ વિદ્યાર્થી રેડિયોલોજી ટેક્નોલોજીસ્ટ, MRI ટેક્નીશિયન, CT સ્કેન ટેક્નિશિયન અને ઇમેજિંગ સ્પેશ્યાલિસ્ટ જેવાં ક્ષેત્રોમાં કામ કરી શકે છે.

BSc ઓપ્ટોમેટ્રી : આ 3થી 4 વર્ષનો કોર્સ છે. આમાં આંખોની તપાસ, વિઝન ટેસ્ટિંગ, આઈ કેર અને કરેક્ટિવ લેન્સ સાથે જોડાયેલાં વિષયો ભણાવવામાં આવે છે. આ કોર્સ બાદ વિદ્યાર્થી ઓપ્ટોમેટ્રિસ્ટ, વિઝન કન્સલ્ટન્ટ, આઈ કેર સ્પેશ્યાલિસ્ટ અને કોન્ટેક્ટ લેન્સ પ્રેક્ટિશનર તરીકે કારકિર્દી બનાવી શકે છે. જોકે, કોર્સનો સમયગાળો અને એડમિશન માટેની યોગ્યતા અલગ-અલગ સંસ્થાઓ મુજબ અલગ-અલગ હોઈ શકે છે.

NEET વગર મેડિકલ કોર્સમાં ફાયદો ક્યાં મળે છે?

ઘણાં પ્રોફેશનલ મેડિકલ અને અલાઇડ હેલ્થ કોર્સ નીટ વગર પણ સારો અભ્યાસ, નોકરી અને કારકિર્દી તથા એડમિશનની શ્રેષ્ઠ તકો આપે છે. બીફાર્મ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT), BSc મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી, રેડિયોલોજી, ઓપ્ટોમેટ્રી, ડાયલિસિસ ટેક્નોલોજી, ઓક્યૂપેશનલ થેરાપી, પબ્લિક હેલ્થ અને હોસ્પિટલ મેનેજમેન્ટ જેવા પ્રોગ્રામ હેલ્થકેર સેક્ટરમાં ફાળો આપવાની સારી તક આપે છે.

આ કોર્સ બાદ અનુભવ અને જરૂરી લાયસન્સ/રજિસ્ટ્રેશન મેળવવામાં પણ ફાયદો મળે છે. કેટલાંક ક્ષેત્રોમાં પોતાનાં સેન્ટર અથવા પ્રેક્ટિસ પણ શરૂ કરી શકાય છે. જોકે, ક્લીનિક અથવા સેન્ટર ખોલવાની પરવાનગી સંબંધિત પ્રોફેશન અને રાજ્યનાં નિયમો પર આધાર રાખે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.