ઇન્ડિયન આર્મી Agniveer ભરતી માટેનું નોટિફિકેશન જારી, ઉંમરમર્યાદામાં છૂટ

ઇન્ડિયન આર્મી Agniveer ભરતી શરૂ થવાની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે. ભારતીય સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ, ટ્રેડ્સમેન, સૈનિક ફાર્મા સહિત અલગ અલગ પદો પર ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

0
264
Agniveer
Agniveer

ઇન્ડિયન આર્મી Agniveer ભરતી શરૂ થવાની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે. ભારતીય સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ, ટ્રેડ્સમેન, સૈનિક ફાર્મા સહિત અલગ અલગ પદો પર ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઉજ્જવલ ભવિષ્ય

ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા માંગતા લાખો યુવાનો જે ક્ષણની રાહ જોઈ રહ્યાં હતા, તે આવી ગઈ છે. ભારતીય સેનામાં Agniveer ભરતી 2026 માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે. સૌથી મોટા ખુશીના સમાચાર ઉમેદવારો માટે એ છે કે, હવે ઉંમરમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

Agniveer
ઇન્ડિયન આર્મી Agniveer ભરતી શરૂ થવાની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે. ભારતીય સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ, ટ્રેડ્સમેન, સૈનિક ફાર્મા સહિત અલગ અલગ પદો પર ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

એવામાં જે ઉમેદવારોને પોતાની ઉંમર વધુ હોવાની ચિંતા થઈ રહી હતી, તેઓ પણ અરજી કરી શકશે. જોકે, સરકારે ઉમેદવારોની માંગ અનુસાર બે વર્ષની તો ઉંમર નથી વધારી, પરંતુ હવે 22 વર્ષ સુધીનાં ઉમેદવારોને Agniveer ભરતી માટેનું ફોર્મ ભરવાનો મોકો મળશે.

[table id=18 /]

ભારતીય સેનામાં Agniveer માટે શું યોગ્યતા જોઈએ?

  • Agniveer (જનરલ ડ્યૂટી): માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10/મેટ્રિક ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ. પાંચેય બેસિક સબ્જેક્ટ્સમાં ઓછામાં ઓછા 33 ટકા ગુણ હોવા જોઈએ. તથા ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અગ્નિવીર ટેકનિકલઃ 10+2/ઇન્ટરમીડિએટ પરીક્ષા સાયન્સ/ફિઝિક્સ/મેથ્સ અને ઇંગ્લિશમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ. ઉંમરમર્યાદા 17.5થી 22 વર્ષ સુધી માન્ય રહેશે.
  • અગ્નિવીર (ક્લાર્ક/સ્ટોરકીપર/ટેકનિકલ): 10+2/ઇન્ટરમીડિએટ પરીક્ષા આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ. ધોરણ-12માં ઇંગ્લિશ, મેથ્સ/એકાઉન્ટ્સ/બુક કીપિંગમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા જોઈએ. ઉંમરમર્યાદા 17.5થી 22 વર્ષ સુધી માન્ય રહેશે.
  • અગ્નિવીર ટ્રેડ્સમેનઃ ધોરણ-10 પાસ/ધોરણ-8 પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે જ પાંચેય મુખ્ય વિષયોમાં 33 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. ઉંમરમર્યાદા 17.5થી 22 વર્ષ સુધી માન્ય રહેશે.
  • અગ્નિવીર જનરલ ડ્યૂટીઃ (વુમેન મિલિટરી પોલીસ) : ધોરણ-10 ઓછામાં ઓછા 45 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. જેમાંથી દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા ગુણ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
  • સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટઃ ધોરણ-12 સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તથા અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે જ દરેક વિષયમાં 40 ટકા ગુણ ઓછામાં ઓછા હોવા જોઈએ.
  • સિપાહી ફાર્માઃ 10+2 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ડી ફાર્મામાં ઓછામાં ઓછા 55 ટકા ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ તથા ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ. અથવા બી ફાર્મામાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ તથા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટર્ડ કરનારા અરજી કરી શકશે.
  • જેસીઓ ધાર્મિક શિક્ષકઃ હિન્દુ ઉમેદવારો જેમણે શાસ્ત્રી/આચાર્ય સંસ્કૃત કર્મ કાંડ વિષયમાં એક વર્ષનો ડિપ્લોમા કર્યો હોય. RT બુદ્ધિસ્ટ માટે બેચલર ડિગ્રી સાથે કોઈપણ સ્ટ્રીમમાં, RT મૌલવી માટે મુસ્લિમ ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, આલિમ એરાબિકા, દીબ એ માહિર/ઉર્દૂ માહિર ઉર્દૂ. આ જ પ્રકારે આરટી પાદરી, આરટી ગ્રંથી માટે પણ બેચલર ડિગ્રી સાથે સંબધિત વિષયની જાણકારી હોવી જોઈએ.

આર્મી અગ્નિવીર માટે ઉંમરમર્યાદા શું હોવી જોઈએ?

  • અગ્નિવીર જીડી/ટેકનિકલ/આસિસ્ટન્ટ/ટ્રેડ્સમેનઃ 17.5થી 22 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારનો જન્મ 1 જુલાઈ, 2005થી 1 જુલાઈ 2009ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
  • સોલ્જર ટેકનિકલઃ 17.5થી 23 વર્ષ. જન્મ 1 જુલાઈ, 2004થી 1 જુલાઈ, 2009ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
  • સિપાહી ફાર્માઃ 19-25 વર્ષ
  • JCO ધાર્મિક ટીચરઃ 24-25 વર્ષ. ઉમેદવારની ઉંમરની ગણતરી 1 જુલાઈ-2027ના આધાર પર કરવામાં આવશે.

આર્મી અગ્નિવીરની ભરતી સંબંધિત અન્ય કોઈપણ પ્રકારની માહિતી માટે ઉમેદવાર ઇન્ડિયન આર્મીની સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.