USAમાં દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે. ઘણાં લોકોને લાગે છે કે ત્યાં રહેવું અને અભ્યાસ કરો ખરેખર રોમાંચક છે. જ્યારે કેટલાંક લોકો તેનાથી બિલકુલ ઉલટું વિચારે છે.
ઉજ્જવલ ભવિષ્ય
હોલિવૂડની ફિલ્મોમાં USAને એક એવા દેશ તરીકે દર્શાવવામાં આવે છે, જ્યાં ઊંચી-ઊંચી બિલ્ડિંગો છે. રસ્તાઓ એકદમ ચોખ્ખા છે અને લોકો પોતાની જિંદગીનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યાં છે. પરંતુ, અમેરિકામાં ભણનારા વિદ્યાર્થીઓને ઘણીવાર અહીંના વાતાવરણમાં પોતાને સેટ કરવામાં તકલીફ પડે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર વિદ્યાર્થીઓ એવી ફરિયાદ પણ કરે છે કે, USAમાં રહેવું મોંઘું છે, અહીં વાતાવરણ ખરાબ રહે છે અને પરિવારની ખૂબજ યાદ આવે છે. કેટલાંક લોકો તો અમેરિકાની લાઇફને એકદમ બેરંગ પણ બતાવે છે.

જોકે, આ વાતો કેટલાંક અંશે સાચી પણ છે, પરંતુ આમાં બધી સાચી હકીકત દર્શાવવામાં નથી આવી. આનું કારણ એ છે કે, યેલ યૂનિવર્સિટીમાંથી MBA કરી રહેલાં એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં રહેવા સાથે જોડાયેલ એક અન્ય પાસું પણ દર્શાવ્યું છે. IIT દિલ્હીમાંથી ભણેલો આ વિદ્યાર્થી હાલમાં જ અમેરિકા પહોંચ્યો છે. તેનું કહેવું છે કે, અહીં આવ્યા બાદથી જ તેની જિંદગીમાં સુધારો થયો છે. લિંક્ડઇન પર એક પોસ્ટમાં આ વિદ્યાર્થીએ કહ્યું છે કે, તે છ મહિના પહેલાં જ અમેરિકા આવ્યો છે અને યેલ યૂનિવર્સિટીમાંથી MBA કરી રહ્યો છે.
USAમાં જીવન કેવું છે?
તેણે જણાવ્યું કે, તેણે સોશિયલ મીડિયા પર ઘણીવાર USAમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થોને ફરિયાદ કરતાં જોયા છે. તેણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયા અલ્ગોરિદમ એક ખાસ પ્રકારનાં કન્ટેન્ટને આગળ વધારી રહ્યું છે. જેમકે USAમાં રહેનારા વિદ્યાર્થીઓ તેમનાં જીવનમાં આવનારી તકલીફોની ફરિયાદ કરી રહ્યાં છે. તેમને ઘરનાં કામમાં મદદ કરનાર નથી મળી રહ્યું. ભારતીયો અહીં ખરાબ વાતાવરણ અને ક્વિક કોમર્સની ઉણપ વગેરે જેવાં ઉદાહરણ આપીને આશા અને વાસ્તવિકતાની વચ્ચેની વાત કરતા વીડિયો શેર કરે છે.’
તેણે આ ફરિયાદોને રિપીટ કરવાને બદલે અમેરિકાની જિંદગીમાં બીજા પાસાની બાબતે પણ વાત કરી છે. અમને સૌથી પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગસુરક્ષા બાબતે વાત કરી. ભારતીય શહેરોમાં પોતાના અનુભવની સરખામણી કરતાં તેણે કહ્યું કે અમેરિકામાં ક્યાંય પણ આવવું-જવું ખૂબજ સરળ લાગે છે. તેણે કહ્યું કે, ‘અહીં એવા રસ્તા છે, જ્યાં ખાડા બિલકુલ નથી. બેંગ્લોરમાં દરરોજ કોઈ ગાડીથી અથડાવાની બીકથી હું દોડવાનું તો વિચારી પણ નહોતો શકતો. લોકો અહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. મારી પત્નીએ બીકને કારણે પાંચ વર્ષ સુધી ભારતમાં કાર નહોતી ચલાવી અને અહીં તેણે બીજા મહિનાથી જ કાર ચલાવવાનું શરૂ કરી દીધું.’
વાતાવરણ અને ક્વિક કોમર્સના મુદ્દે પણ વાત
તેણે અમેરિકામાં હવાની ગુણવત્તા અંગે પણ વાત કરી. તેણે કહ્યું કે, દિલ્હી અહીં આવ્યા બાદ અહીં શ્વાસ લેવો એ તો કોઈ અમૃતરૂપી શ્વાસ લેતા હોય તેમ લાગે છે.’ વાતાવારણ બાબતે વાત કરતાં તેણ ઠંડીની સીઝનનાં ખરાબ વાતાવરણ અને અન્ય સીઝન સમયે મળતી ચેતવણીઓનો પણ ઉલ્લેખ કર્યો. ભારતીય વિદ્યાર્થીએ સમજાવ્યું કે, ‘હું પાનખરની ઋતુમાં અહીં આવ્યો હતો. લોકોએ મને ઠંડીને કારણે થનારી તકલીફો પર ખૂબજ ચેતવ્યો. પરંતુ મને આનો એકદમ ઉલટો જ અનુભવ થયો. મેં એક સરું જેકેટ (40 ડોલરમાં) ખરીદ્યું અને તે પૂરતું હતું. બરફનાં વરસાદ છતાં પણ અહીં કોઈ જાદુઈ દુનિયા જેવું વાતાવરણ લાગતું હતું.’
તેણે જણાવ્યું કે, USA આવ્યા બાદ અહીં ક્વિક કોમર્સ અથવા ફૂડ ડિલીવરી સર્વિસને બિલકુલ પણ મિસ નથી કરતો. તેણે આગળ જણાવ્યું કે, ‘મને બ્લિંકઇટ અથવા જોમેટોની જરાય પણ યાદ નથી આવતી. હું આમ પણ અનહેલ્દી ખાવાનું જ ઓર્ડર કરતો હતો. ઇંસ્ટાકાર્ટ જેવી એપ્સથી અઠવાડિયામાં એકબાર કરિયાણાનો સામાન મંગાવવાનું સામાન્ય રીતે ઠીક રહે છે. જમવાનાં વિકલ્પોની કોઈ ખોટ નથી. મને જમવાનું બનાવવાની ખોટ નથી વરતાતી. ચોખ્ખા અને હાઈ ક્વોલિટીવાળા ભોજનથી 150 ગ્રામ પ્રોટીનની માત્રા આસાનીથી મેળવી શકાય છે.
જોબને લઈને શું કહ્યું?
વિદ્યાર્થીએ બતાવ્યું કે, તે એક નાના શહેરમાં રહે છે. આમ છતાં પણ સરોવર, પહાડ અને સમુદ્ર સુધી જવું સરળ છે, જેનાંથી આઉટડોર એક્ટીવિટી સારી રહે છે. તેણે એ પણ કહ્યું કે, જો કોઈ અહીં મનથી કામ કરે છે, તો તેને જોબ પણ મળી જાય છે. ‘જો આપ મહેનત કરવા માટે તૈયાર છો, તો તકનાં દરવાજા ઝડપથી ખુલી જાય છે. હું પહેલાથી જ એક અરબ ડોલરનાં વેન્ચર કેપિટલ ફંડની સાથે નાના સ્તર પર કામ કરી રહ્યો છું. સતત હોર્ન વાગવા અને આસપાસના ઘોંઘાટની કમીથી એક અલગ જ પ્રકારની માનસિક શાંતિ મળે છે. એકંદરે, જો આપની માનસિકતા નિરાશાવાદી નથી, તો આપ અમેરિકામાં રહેવાનાં ફાયદાનાં વખાણ કરશો.’
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

