Reserve Bank of Indiaમાં 650 આસિસ્ટન્ટ માટેની ભરતી, ગ્રેજ્યુએટ્સ માટે શાનદાર તક

Reserve Bank of India દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ઓફિસ આસિસ્ટન્ટની 650 જગ્યાઓ પર ભરતી માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન પણ શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ, આમાં કોણ એપ્લાય કરી શકે છે.

0
205
Reserve Bank of India
Reserve Bank of India

Reserve Bank of India દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ઓફિસ આસિસ્ટન્ટની 650 જગ્યાઓ પર ભરતી માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન પણ શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ, આમાં કોણ એપ્લાય કરી શકે છે.

ઉજ્જવલ ભવિષ્ય

Reserve Bank of Indiaમાં જોબ મેળવવા માટે એક પછી એક તકો આવી રહી છે. હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા 650 પદો પર આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. જે માટે સત્તાવાર વેબસાઇટ opportunities.rbi.org.in પર ભરતી માટેનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. ઓનલાઇન અરજીની પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. આરબીઆઈ આસિસ્ટન્ટ માટે શું યોગ્યતા જોઈએ? અને તે માટે કોણ અરજી કરી શકે છે? તેમાં કોણ અરજી કરી શકે છે? આવો જાણીએ…

Reserve Bank of India
Reserve Bank of India દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ઓફિસ આસિસ્ટન્ટની 650 જગ્યાઓ પર ભરતી માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન પણ શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ, આમાં કોણ એપ્લાય કરી શકે છે.

RBI આસિસ્ટન્ટ વેકેન્સી 2025

RBI દ્વારા આસિસ્ટન્ટની આ વેકેન્સી પોતાની દેશભરની ઓફિસો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આપ અહીંથી ચેક કરી શકો છો કે, કઈ જગ્યાઓ પર કેટલી વેકેન્સી નીકળી છે?

[table id=19 /]

Reserve Bank of India આસિસ્ટન્ટની જગ્યા માટે શું યોગ્યતા હોવી જોઈએ?

  • ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવો જોઈએ.
  • એસસી/એસટી/પીડબલ્યૂડી કેન્ડિડેટ્સ માત્ર પાસ હશે, તો પણ અરજી કરી શકશે.
  • ઉમેદવાર જે પણ રિક્રૂટિંગ ઓફિસ માટે અરજી કરી રહ્યાં છે, ત્યાંની સાથાનીય ભાષાને બોલતા, લખતા અને વાંચતા આવડવું જોઈએ.
  • ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ સુધી હોવી જોઈએ. એટલે કે ઉમેદવારની જન્મતિથિ 2 ફેબ્રુઆરી, 1998થી પહેલાં અને 1 ફેબ્રુઆરી 2006 બાદ ન હોવી જોઈએ.

[table id=20 /]

Reserve Bank of India આસિસ્ટન્ટ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • આરબીઆઈની આ નવી વેકેન્સી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય, તેમણે સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જવાનું રહેશે.
  • અહીં Recruitment સેક્શનમાં આપને ભરતી માટેની લિંક મળી જશે.
  • આપ જેવું આ લિંક પર ક્લિક કરશો, આપ એક વિંડો ibprs.in પર પહોંચી જશો.
  • જો આપ તેની પર રજિસ્ટર્ડ નથી, તો પહેલાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવા માટે Click Here for New Registration પર ક્લિક કરો.
  • હવે પોતાનું નામ, મોબાઇલ નંબર, ઈમેલ આઈડીની ડિટેલ્સ ભરીને સેવ કરો.
  • આપની સામે એક પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ થશે.
  • આની મદદથી વેબસાઇટ પર લોગઇન કરો.
  • હવે આપની બાકીની ડિટેલ્સ, જેમકે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, માર્ક્સ, સ્કૂલ, કોલેજ, કેટેગરી, જન્મતિથિ, એડ્રેસ વગેરે જેવી માહિતી ભરી દો.
  • પોતાનો લેટેસ્ટ ફોટોગ્રાફ અને સિગ્નેચર સ્કેન કરીને યોગ્ય સાઇઝમાં અપલોડ કરો.
  • હવે પેમેન્ટ ટેબ પર જઈને એપ્લિકેશન ફી ભરીને પ્રોસેસ કમ્પલેટ કરો.
  • અરજીપત્રને ફાઇનલી સબમિટ કરીને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અને હા, આરબીઆઈની આ ભરતી માટે જો તમે અરજી કરવા માંગતા હોય તો છેલ્લા દિવસની રાહ ન જોતા, આજે જ ફોર્મ ભરી દેજો.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.