France એજ્યુકેશન ક્વોલિટી બાબતે ખૂબજ ઝડપતી પોપ્યુલર થઈ રહેલો દેશ છે, જ્યાં ભારતીયો ધીમે-ધીમે અભ્યાસ માટે પહોંચી રહ્યાં છે. ત્યાંની સરકાર પણ ભારતીયોને અભ્યાસ માટે બોલાવી રહી છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતનાં પ્રવાસે આવેલાં Franceના રાષ્ટ્રપતિ ઇમૈનુલ મેક્રોએ જણાવ્યું કે, તેમનો દેશ 2030 સુધીમાં 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં France ભારતીય વિદ્યાર્થીઓ માટે એક પોપ્યુલર હાયર એજ્યુકેશન ડેસ્ટીનેશન તરીકે આગળ આવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ France સરકાર દ્વારા હાયર એજ્યુકેશન પર આપવામાં આવતી સબસિડી છે, જે અભ્યાસને ઘણો સસ્તો બનાવી દે છે. પરંતુ મોટાભાગનાં વિદ્યાર્થીઓને લાગે છે કે, ફ્રાંસમાં ભણવું સસ્તું છે અને તેની ફી વધુ નથી. તો ત્યાંની એજ્યુકેશન ક્વોલિટી પણ એટલી સારી નહીં હોય.

જોકે, રાષ્ટ્રપતિ ઇમૈનુલ મેક્રોએ આ વાતને રદિયો આપ્યો છે. તેમનું કહેવું છે કે, ઓછી ટ્યૂશન ફીનો મતલબ ખરાબ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ક્યારેય નથી થતો. તેમણે જણાવ્યું કે, ֥આ એક વિચિત્ર તર્ક છે, પરંતુ ફ્રાન્સમાં અભ્યાસ કરવાનો ખર્ચ અન્ય કેટલાંય દેશોની સરખામણીમાં ઘણો ઓછો છે. પરંતુ આ કોઈ ખરાબ ક્વોલિટીનો સંકેત નથી. હું ગંભીરતા સાથે કહી રહ્યો છું. મને એવું સાંભળવામાં આવ્યું છે કે, અમારે ત્યાં ઘણાખા અંશે ફ્રી પણ છે. આનો મતલબ ખરાબ ક્વોલિટીનું એજ્યુકેશન નથી.’ તો આવો જાણીએ કે ફ્રાન્સમાં અભ્યાસ માટે કેટલો ખર્ચ થાય છે.
ફ્રાન્સમાં ભણવાનો ખર્ચ કેટલો આવે છે?
ફ્રાન્સની સરકાર હાયર એજ્યુકેશન સાથે જોડાયેલા એક મોટા ખર્ચને જાતે ઉઠાવે છે, જે લાખો રૂપિયા સુધી હોય છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સમાં અભ્યાસ માટેનો ખર્ચ એ વાત પર આધાર રાખે છે કે, તેઓ ક્યાંથી ડિગ્રી લઈ રહ્યાં છે. જો તેઓ સરકારી યૂનિવર્સિટીમાંથી ડિગ્રી લઈ રહ્યા છે, તો બિન-યૂરોપિયન યૂનિયન દેશોથી આવનારા વિદ્યાર્થીઓને અમેરિકા અથવા બ્રિટનની સરખામણીએ ઘણી ઓછી ફી આપવી પડે છે. જેમકે અહીં બેચલર્સની ફી 2.60 લાખ વાર્ષિક, માસ્ટર્સ લગભગ 3.50 લાખ રૂપિયા વાર્ષિક અને પીએચડી લગભગ 35 હજાર રૂપિયા વાર્ષિક હોય છે.
જોકે, જો કોઈ પ્રાઇવેટ સંસ્થામાં ડિગ્રી લેવા જાય છે, તો તેમાં ખર્ચ વધુ કરવો પડશે. સૌથી વધુ ફી બિઝનેસ અને એન્જીનિયરિંગ કોલેજની હોય છે. અહીં પ્રાઈવેટ કોલેજોમાં ડિગ્રી લેવાનો વાર્ષિક ખર્ચ વાર્ષિક 7 લાખથી 18 લાખ રૂપિયાની વચ્ચે આવી શકે છે. આ તો વાત થઈ ફીની, પરંતુ અહીં રહેવા-જમવા પર પણ વિદ્યાર્થીએ અલગથી ખર્ચ કરવો પડે છે. જેમકે અહીં રહેવા માટે દર મહિને 36 હજારથી 72 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. જમવાનો ખર્ચ 18 હજાર રૂપિયાથી 27 હજાર રૂપિયાની વચ્ચે થઈ શકે છે.
આ જ રીતે ટ્રાન્સપોર્ટ પર 2700થી 6800 રૂપિયા ખર્ચ થાય છે. સારી વાત એ છે કે વિદ્યાર્થીઓને હેલ્થકેર ઇન્સ્યોરન્સ ફ્રીમાં આપવામાં આવે છે. માત્ર એટલું જ નહિ, જો વિદ્યાર્થી Caisse d’Allocations Familliales (CAF)નાં માધ્યમથી અરજી કરે છે, તો તેને દર મહિને આપવામાં આવતા ભાડામાં 20%થી 40% સુધી રિફંડ મળી શકે છે. આ ઉપરાંત અહીંની સરકાર ભારતીયો ને ઘણાં પ્રકારની સ્કોલરશિપ આપે છે, જેમાંથી કેટલાંકમાં તો દર મહિને સ્ટાઇપેન્ડ આપવાની વ્યવસ્થા છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

