AIનો હવે એપ્રિલ મહિનાથી અભ્યાસ કરશે સ્કૂલનાં બાળકો

સીનિયર ક્લાસીસમાં AIનો નવો અભ્યાસક્રમ હવે 2027થી લાગૂ થઈ જશે. ધોરણ-11 તથા 12 માટે NCERT દ્વારા 16 સભ્યોની ટેક્સ્ટ બુક ડેવલપમેન્ટ ટીમ બનાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને AI Summitમાં જણાવ્યું હતું કે, AI ભારતને 2047 સુધી મહત્વપૂર્ણ રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ રોલ અદા કરશે.

0
110
AI
AI

સીનિયર ક્લાસીસમાં AIનો નવો અભ્યાસક્રમ હવે 2027થી લાગૂ થઈ જશે. ધોરણ-11 તથા 12 માટે NCERT દ્વારા 16 સભ્યોની ટેક્સ્ટ બુક ડેવલપમેન્ટ ટીમ બનાવી છે. 

ઉજ્જવલ ભવિષ્ય

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને અપનાવવાને લઈને નવા રસ્તાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સ્કૂલમાં ઉચ્ચ વર્ગો બાદ હવે બીજા વર્ગોનાં બાળકોને પણ એઆઈથી રૂબરૂ કરાવવામાં આવશે. એપ્રિલથી શરૂ થનારા નવા સેશનમાં ત્રીજા વર્ગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ શરૂ થઈ જશે. શિક્ષણ મંત્રાલયે ત્રીજાથી 12માં વર્ગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં અભ્યાસનો રોડમેપ તૈયાર કરી લીધો છે અને નવા કોર્સનો અભ્યાસક્રમ પણ તૈયાર થઈ ગયો છે.

AI
સીનિયર ક્લાસીસમાં AIનો નવો અભ્યાસક્રમ હવે 2027થી લાગૂ થઈ જશે. ધોરણ-11 તથા 12 માટે NCERT દ્વારા 16 સભ્યોની ટેક્સ્ટ બુક ડેવલપમેન્ટ ટીમ બનાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને AI Summitમાં જણાવ્યું હતું કે, AI ભારતને 2047 સુધી મહત્વપૂર્ણ રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ રોલ અદા કરશે.

ધોરણ-8માં પણ થશે AIનો અભ્યાસ

ધોરણ-8 સુધીનાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અભ્યાસક્રમ પર ચર્ચા માટે હાલમાં જ શિક્ષણ મંત્રાલય અને CBSEનાં અધિકારીઓની વચ્ચે મીટિંગ થઈ હતી, જેમાં એઆઈનાં અભ્યાસક્રમ બાબતે પણ ચર્ચા થઈ હતી. તો ધોરણ-9થી ધોરણ-12નાં વિદ્યાર્થીઓને પહેલાંથી એઆઈને એક વિષયનાં રૂપમાં અભ્યાસ કરવાનો વિકલ્પ મળે છે અને 2026માં આ જ અભ્યાસક્રમ જારી રહેશે.

સરકારી સ્કૂલોમાં અટલ ટિંકરિંગ લેબ્સ

અટલ ઇનોવેશન મિશન હેઠળ અટલ ટિંકરિંગ લેબ્સમાં મોટા પાયે AIને લાગૂ કરવામાં આવશે. બાળકોમાં ઇનોવેશન અને વૈજ્ઞાનિક વિચારને પ્રોત્સાહન આપવા માટે સરકારી શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપવામાં આવી રહી છે. AI આવ્યા બાદ આપણું મૂળ ફોકસ માત્ર જોબ ક્રિએશન અને જોબ લોસ ઉપરાંત આ નવી ટેકનિકને જેટલી જલ્દીથી અપનાવી શકીએ, અને તેનો ફાયદો લોકો સુધી પહોંચે, તેના પર હોવું જોઈએ.

AIનો નવો અભ્યાસક્રમ 2027થી

ઉચ્ચ વર્ગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો અભ્યાસક્રમ 2027થી લાગૂ થઈ જશે. ધોરણ-11 તથા ધોરણ-12 માટે NCERT દ્વારા 16 સભ્યોની એક ટેક્સ્ટબુક ડેવલપમેન્ટ ટીમ બનાવવામાં આવી છે. સ્કૂલ શિક્ષણ તથા સાક્ષરતા વિભાગના સચિવનાં જણાવ્યા અનુસાર, પરંપરાગત શિક્ષણપ્રથામાં ઘણીવાર એક શિક્ષક માટે 40-50 વિદ્યાર્થીઓનાં વર્ગમાં દરેક વિદ્યાર્થી પર ધ્યાન આપવું ખૂબજ અઘરું થઈ જાય છે, આ ભૂમિકા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિભાવી શકે છે. એઆઈ પરંપરાગત પુસ્તકો ઉપરાંત વીડિયો, એનિમેશન, પોડકાસ્ટ તથા હાસ્ય સામગ્રી જેવા સ્વરૂપોમાં સામગ્રી પીરસીને વર્ગોને વધુ રોમાંચક બનાવી શકાય છે. ભારત જેવા બહુભાષી દેશમાં બોધન એઆઈ ભાષાને લગતી અડચણઓને દૂર કરવામાં એક ક્રાંતિકારી ટૂલ સાબિત થઈ શકે છે.

AIને પૂરી ક્ષમતા સાથે ઉપયોગ કરે યુવાઓઃ ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એઆઈ સમિટમાં જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. સમિટમાં તેમણે યુવાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પૂરી ક્ષમતાન ઉપયોગ કરીને તેની તકોને અપનાવવાનું આહ્વાન કર્યું. પ્રધાને કહ્યું કે, ભારત એક બહુઆયામી, બહુસાંસ્કૃતિક અને બહુભાષી સમાજ છે, જેનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો છે. એવામાં જટિલ સામાજિક ઢાંચાને સમજવા તથા તેની બહુસ્તરીયતાને સાધવામાં એઆઈ એક પ્રભાવી ઉપકરણ બની શકે છે. તેમણે યુવાઓને જણાવ્યું હતું કે, AIથી ડરવાની નહીં, પરંતુ તેની સાથે મળીને ચાલવાની જરૂર છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.