ભારતીય નૌકાદળ દ્વારા જાન્યુઆરી 2027 (ST 27) કોર્સ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી ઝૂંબેશનો હેતુ એક્ઝિક્યુટિવ, શિક્ષણ અને ટેકનિકલ શાખાઓમાં 260 જગ્યાઓ ભરવાનો છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતીય નૌકાદળ દ્વારા જાન્યુઆરી 2027 (ST 27) કોર્સ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી ઝૂંબેશનો હેતુ એક્ઝિક્યુટિવ, શિક્ષણ અને ટેકનિકલ શાખાઓમાં 260 ખાલી જગ્યાઓ ભરવાનો છે. પાત્રતા માપદંડને પૂર્ણ કરતાં અપરિણિત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

આ શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓની ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 24 જાન્યુઆરી, 2026નાં રોજ શરૂ થઈ ગઈ છે. જે 24 ફેબ્રુઆરી 2026નાં રોજ પૂર્ણ થશે. એ્જિનિયરિંગ સ્નાતકો અને અનુસ્નાતકો માટે પ્રતિષ્ઠિત ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જોડાવાની આ સુવર્ણ તક છે. આ અંગેની વધુ વિગતો નીચે મુજબ છે.
- સંગઠનઃ ભારતીય નૌકા દળ (નૌસેના ભરતી)
- કોર્સનું નામઃ SSC ઓફિસર (એક્ઝિક્યુટિવ, એજ્યુકેશન, ટેકનિકલ) – જાન્યુઆરી 2027 કોર્સ
- કુલ ખાલી જગ્યાઓઃ 260 પોસ્ટ્સ
- અરજી માટેની તારીખઃ 24 જાન્યુઆરી, 2026થી 24 ફેબ્રુઆરી, 2026
- અરજી ફીઃ તમામ ઉમેદવારો માટે શૂન્ય
- સત્તાવાર વેબસાઇટઃgov.in
ખાલી જગ્યા અને પાત્રતાની વિગતોઃ
એક્ઝિક્યુટિવ શાખા (પુરુષો અને મહિલાઓ: શોર્ટ સર્વિસ કમિશન (SSC) સામાન્ય સેવાની કુલ 76 જગ્યાઓ માટે ઉમેદવાર કોઈપણ પ્રવાહમાં BE /BTech (ઓછામાં ઓછા 60% ગુણ સાથે થયેલ હોવો જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2002થી 1-7-2007ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની કુલ 18 જગ્યાઓ માટે ઉમેદવાર BE /BTech (ઓછામાં ઓછા 60% ગુણ સાથે) થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત ધોરણ-10 અને 12માં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. આ ઉપરાંત અંગ્રેજીમાં ધોરણ-10 કે 12માં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2002થી 1-1-2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
નેવલ એર ઓપરેશન્સ ઓફિસર (NAOC)ની કુલ 20 જગ્યાઓ માટે ઉમેદવાર BE /BTech (ઓછામાં ઓછા 60% ગુણ સાથે) થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત ધોરણ-10 અને 12માં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. આ ઉપરાંત અંગ્રેજીમાં ધોરણ-10 કે 12માં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2003થી 1-1-2008ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
પાયલોટની 25 જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર BE /BTech (ઓછામાં ઓછા 60% ગુણ સાથે) થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત ધોરણ-10 અને 12માં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. આ ઉપરાંત અંગ્રેજીમાં ધોરણ-10 કે 12માં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2003થી 1-1-2008ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
લોજિસ્ટિક્સની 10 પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર BE /BTech અથવા MBA પ્રથમ વર્ગમાં પાસ કરેલ હોવું જોઈએ. અથવા MCA/M.Sc IT (પ્રથમ વર્ગ) અથવા B.Sc./B.Com./B.Sc. IT (પ્રથમ વર્ગ) + ફાઈનાન્સ/લોજિસ્ટિક્સ/સપ્લાય ચેઇનમાં પીજી ડિપ્લોમા કરેલ હોવું જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2002થી 1-6-2007ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
આ ઉપરાંત શિક્ષણ અધિકારી (એમએસસી)ની 7 પોસ્ટ માટે 60% સાથે એમએસસી (બીએસસીમાં ભૌતિકશાસ્ત્ર સાથે ગણિત/ઓપરેશનલ રિસર્ચ અથવા બીએસસીમાં ગણિત સાથે ભૌતિકશાસ્ત્ર/એપ્લાઇડ ભૌતિકશાસ્ત્ર અથા બીએસસીમાં ભૌતિકશાસ્ત્ર સાથે રસાયણશાસ્ત્ર) કરેલ હોવું જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2002થી 1-1-2006ની વચ્ચે થયો હોવો જોઈએ.
શિક્ષણ અધિકારી (ટેક)ની 8 પોસ્ટ માટે ઉમેદવારે BE/BTech (પ્રથમ વર્ગ) અથવા MBA (પ્રથમ વર્ગ) અથવા MCA/MSc. IT (પ્રથમ વર્ગ) અથવા B.Sc./B.Com/B.Sc. IT (પ્રથમ વર્ગ) + PG ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ. તથા ઉમેદવારનો જન્મ 2-1-2000થી 1-1-2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત જીએસ એન્જીનિયરિંગ શાખા તથા જીએસ ઇલેક્ટ્રિકલ શાખા માટે B.E./B.Tech. 60% સાથે કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત સબમરીન ટેન્ક (એન્જિ.) તથા સબમરીન ટેન્ક (ઇલે.) માટે B.E./B.Tech. કર્યું હોવું જોઈએ.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

