ઇન્ડિયા એક્ઝીમ બેન્ક દ્વારા Deputy Managerની 20 પોસ્ટ માટે ભરતી

ઇન્ડિયા એક્ઝીમ બેન્ક દ્વારા Deputy Managerની 20 પોસ્ટ માટે અરજી 26 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. જે 15 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારોએ વિગતો ધ્યાનપૂર્વક વાંચીને સત્વરે ફોર્મ ભરી દેવું

0
231
Deputy Manager
Deputy Manager

ઇન્ડિયા એક્ઝીમ બેન્ક દ્વારા Deputy Managerની 20 પોસ્ટ માટે અરજી 26 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. જે 15 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારોએ વિગતો ધ્યાનપૂર્વક વાંચીને સત્વરે ફોર્મ ભરી દેવું

ઉજ્જવલ ભવિષ્ય

ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને ધિરાણ અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક અગ્રણી અખિલ ભારતીય નાણાંકીય સંસ્થા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (India Exim Bank) દ્વારા Deputy Managersની 20 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ડ્રાઇવ વિશેષ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી (MBA/PGDBA/MMS ઇન ફાઈનાન્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ અથા ફોરેન ટ્રેડ) અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની લાયકાત ધરાવતા એવા ગતિશીલ વ્યક્તિઓ માટે એક મહત્વપૂર્ણ કારકિર્દીની તક પૂરી પાડે છે, જેમની પાસે ઓછામાં ઓછા એક વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોય. લાયક ભારતીય નાગરિકોએ સત્તાવાર એપ્લિકેશન લિંક દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે, જે લિંક 26 જાન્યુઆરી, 2026થી 15 ફેબ્રુઆરી 2026 સુધી સક્રિય રહેશે.

Deputy Manager
ઇન્ડિયા એક્ઝીમ બેન્ક દ્વારા Deputy Managerની 20 પોસ્ટ માટે અરજી 26 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. જે 15 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારોએ વિગતો ધ્યાનપૂર્વક વાંચીને સત્વરે ફોર્મ ભરી દેવું

[table id=14 /]

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

ડેપ્યુટી મેનેજર માટે ઉમેદવારે ઓછામાં ઓછા ત્રણ વર્ષના પૂર્ણ સમયના સ્નાતક અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 60% ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. તથા ફાઈનાન્સ / આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વેપારમાં વિશેષતા સાથે ઓછામાં ઓછો 2 વર્ષનો પૂર્ણ સમયનો પોસ્ટ ગ્રેજ્યુએશન (MBA / PGDBA / PGDBM / MMS) અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. ઉમેદવારે પ્રતિષ્ઠિત વાણિજ્યિક બેંક/નાણાંકીય સંસ્થા/રાજ્ય સ્તરની ટર્મ લેન્ડિંગ સંસ્થામાં ઓછામાં ઓછો 1 વર્ષનો પોસ્ટ લાયકાત કાર્ય અનુભવ હોવો જોઈએ. ઉમેદવાર પ્રોજેક્ટ ફાઈનાન્સ, ક્રેડિટ મૂલ્યાંકન, ટર્મ લેન્ડિંગ, સરહદ પારના જોખમોનું વિશ્લેષણ તથા વિદેશી સંયુક્ત સાહસોમાં નિપુણતા ધરાવતો હોવો જોઈએ.

વયમર્યાદા

ઇન્ડિયા એક્ઝિમ બેન્ક Deputy Managerની પોસ્ટ માટે વયમર્યાદાની ગણતરી 31 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવશે. ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ તથા મહત્તમ ઉંમર 28 વર્ષ સુધી હોવી જોઈએ.

[table id=15 /]

અરજી ફી

ઇન્ડિયા એક્ઝિમ બેન્ક Deputy Managerની પોસ્ટ માટેની અરજી ફી 26 જાન્યારીથી 15 ફેબ્રુઆરી, 2026ની વચ્ચે ઓનલાઇન ચૂકવવાની રહેશે. જે પરત મળવાપાત્ર નથી. આ પોસ્ટ માટે જનરલ, ઓબીસી ઉમેદવારોની અરજી ફી રૂ. 600/- રહેશે. જ્યારે SC/ST/PwBD/EWS તથા મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100/- રહેશે.

પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયા એક્ઝિમ બેન્ક Deputy Managerની પોસ્ટ માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં રહેશે. સૌથી પહેલાં ઉમેદવારે વ્યાવસાયિક જ્ઞાન-વ્યક્તિલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષાના પ્રદર્શનના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂનાં સંયુક્ત સ્કોરના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

ઇન્ડિયા એક્ઝિમ બેન્ક Deputy Managerની પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ 26 જાન્યુઆરી, 2026થી 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં અરજી કરી દેવી. અરજી કરવા માટે સૌપ્રથમ સંસ્થાની વેબસાઇટ https://www.eximbankindia.in/careers પર જવું. ત્યારબાદ Online Application પર ક્લિક કરી New Registration પર ક્લિક કરવું. રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મેળવવા માટે નામ, કોન્ટેક્ટ ડિટેઇલ્સ અને ઈમેઇલ આઈડી દાખલ કરો. લોગઇન કરીને તમામ એજ્યુકેશન ડોક્યુમેન્ટ્સ, અંગૂઠાની છાપ, ફોટોગ્રાફ, સિગ્નેચર વગેરે જેવી તમામ જરૂરી વિગતો અપલોડ કરો. ત્યારબાદ યોગ્ય રીતે ભરેલી વિગતો ચકાસીને Complete Registration પર ક્લિક કરો. ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરો. પેમેન્ટ કર્યા બાદ e-Receipt જનરેટ થશે. જેને ભવિષ્યનાં કોઈપણ રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખો.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.