ફ્રેન્ચ ભાષા શીખીને Canadaમાં જોબ કરવા જાઓ, અને PR મેળવો

Canadaમાં પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાની ઇચ્છા રાખનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. અહીં વિદેશી વર્કર્સને પણ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવે છે.

0
131
Canada
Canada

Canadaમાં પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાની ઇચ્છા રાખનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. અહીં વિદેશી વર્કર્સને પણ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવે છે.

ઉજ્જવલ ભવિષ્ય

Canadaમાં જોબ માટે જતાં વિદેશી વર્કર્સનું ટારગેટ ત્યાં પરમેનન્ટ રેસિડેન્સી (PR) મેળવવાનું હોય છે. જો કોઈ એવી જોબ કરી રહ્યું છે, જેમાં વર્કર્સની અછત છે અથવા તો તેની સ્કિલની ડિમાન્ડ ખૂબ વધુ છે, તો તેને સરળતાથી PR પણ મળી જાય છે. પરંતુ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામનાં ઘણા રસ્તા પર PR મેળવવાનું અઘરું પણ હોય છે, કેમકે દર વર્ષે એક નિશ્ચિત સંખ્યામાં જ લોકો પરમેનન્ટ રેસિડેન્ટ બને છે. અંગ્રેજી ભાષી લોકો માટે સ્પર્ધા વધુ હોય છે.

Canada
Canadaમાં પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાની ઇચ્છા રાખનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. અહીં વિદેશી વર્કર્સને પણ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવે છે.

આ જ કારણ છે કે, જો આપ Canadaમાં જોબ કરવા માટે જઈ રહ્યાં છો અને જતાં પહેલાં ફ્રેન્ચ ભાષા શીખી ચૂક્યા છો, તો આપને સરળતાથી PR મળી શકે છે. એનું કારણ એ છે કે, Canadaમાં 2026માં ફ્રેન્ચ ભાષા બોલનારા લોકો માટે 5000 PR સ્લોટ રિઝર્વ રાખવામાં આવ્યા છે, જેથી ક્યૂબેક રાજ્ય ઉપરાંત અન્ય જગ્યાઓ પર પણ ફ્રેન્ચ ભાષી લોકોની વસ્તી વધારી શકાય. IRCCએ સરકારનાં આ પગલાંની જાહેરાત કરી છે. ફ્રેન્ચ અને અંગ્રેજી કેનેડાની બે સત્તાવાર ભાષાઓ છે, જ્યારે ક્યૂબેકમાં ફ્રેન્ચ ભાષી લોકો વધુ છે.

ફ્રેન્ચ ભાષી લોકોની વસ્તી વધારવા પર જોર

સરકારનું કહેવું છે કે, રિઝર્વ સ્લોટ ફેરડલ PR સિલેક્શન માટે તો હશે જ, એમાં પણ કેટલાંક સ્લોટ રાજ્યો દ્વારા PR માટે નામાંકિત કામદારોને પણ આપવામાં આવશે. Canadaમાં રાજ્યોને પણ PR માટે વિદેશી વર્કર્સને નામાંકિત કરવાનો હક મળે છે. સરકાર દર વર્ષે ફ્રેન્ચ ભાષી લોકોને વસાવવા માટેનો ટારગેટ સેટ કરે છે. IRCCએ જણાવ્યું કે, ક્યૂબેકની બહાર 2025માં 8.5% ફ્રેન્ચ ભાષી લોકોને વસાવવાનો ટારગેટ સેટ કરવામાં આવ્યો હતો, જ્યારે 8.9% લોકોને વસાવવામાં આવ્યા. આ સંખ્યા ટારગેટથી વધુ રહી.

રાજ્યો માટે આનો માપદંડ શું છે?

IRCCએ જણાવ્યું કે, 5000 સ્લોટ હોવાને લીધે હવે મોટાભાગના રાજ્યો ફ્રેન્ચભાષી વર્કર્સને પોતાને ત્યાં બોલાવી શકશે. ખાસ કરીને એ જોબ્સ માટે લોકોને રાખવામાં આવશે,જેમાં વર્કર્સની અછત વર્તાય છે. આનો મતલબ છે કે, જો કોઈ રાજ્યમાં વર્કર્સની અછત છે, તો તે PRની ઓફર આપીને ફ્રેન્ચભાષી વિદેશી વર્કર્સને બોલાવી શકે છે. આ રીતે વિદેશી વર્કર્સ તે રાજ્યમાં આવીને કામ કરશે અને ત્યાંની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકશે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.