ઓક્સફર્ડ, હાર્વર્ડ કે સ્ટેનફોર્ડ… દુનિયાની ટોપ Medical University કઈ છે? THEએ જારી કરી રેન્કિંગ

Medicalનાં અભ્યાસ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓએ હંમેશા ટોપ સંસ્થાઓ પસંદ કરવી જોઈએ. જ્યાં વિદ્યાર્થીઓને સારી મેડિકલ ટ્રેનિંગ મળી શકે છે.

0
122
Medical
Medical

Medicalનાં અભ્યાસ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓએ હંમેશા ટોપ સંસ્થાઓ પસંદ કરવી જોઈએ. જ્યાં વિદ્યાર્થીઓને સારી મેડિકલ ટ્રેનિંગ મળી શકે છે.

ઉજ્જવલ ભવિષ્ય

વિદેશમાં Medicalનાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓ માટે ખૂબજ કામનાં સમાચાર છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE)માં 2026 માટે વિષયના આધારે વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, કયા વિષય માટે કઈ યૂનિવર્સિટી ટોપ પર છે. THE રેન્કિંગમાં મેડિસિનના અભ્યાસ માટે પણ ટોપ સંસ્થાઓનાં નામ દર્શાવવામાં આવ્યા છે. લિસ્ટને તૈયાર કરવા માટે 102 દેશોમાં સ્થિત 130 યૂનિવર્સિટીનું એનાલિસિસ કરવામાં આવ્યું છે.

Medical
Medicalનાં અભ્યાસ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓએ હંમેશા ટોપ સંસ્થાઓ પસંદ કરવી જોઈએ. જ્યાં વિદ્યાર્થીઓને સારી મેડિકલ ટ્રેનિંગ મળી શકે છે.

બ્રિટનની ઓક્સફર્ડ યૂનિવર્સિટીને દુનિયાની નંબર વન મેડિકલ યૂનિવર્સિટી હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. પહેલાં સ્થાન આવવું એ દર્શાવે છે કે, ઓક્સફર્ડમાં સારા શિક્ષણની સાથે-સાથે સારું રિસર્ચ વર્ક પણ થાય છે. અમેરિકાની યૂનિવર્સિટીઓએ પણ રેન્કિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. અમેરિકાની યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલે પણ ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ જ પ્રકારે ટોપ-3માં અમેરિકાની એક સંસ્થા સામેલ છે, જેનું નામ હાર્વર્ડ યૂનિવર્સિટી છે.

Medicalના અભ્યાસ માટેની ટોપ યૂનિવર્સિટીઝ

[table id=16 /]

2026માં જારી થયેલી રેન્કિંગ જોઈને એટલી ખબર પડે છે કે, અમેરિકાની ટોપની સંસ્થાએ સતત ગ્લોબલ રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બ્રિટેન પણ તેને બરાબરની ટક્કર આપી રહ્યું છે. ટોપ-10માં અમેરિકાની 4 તો બ્રિટનની 5 યૂનિવર્સિટીઓએ સ્થાન મેળવ્યું છે. આ રીતે કેનેડાની એક યૂનિવર્સિટીને પણ સ્થાન મળ્યું છે. અમેરિકાની સંસ્થાઓ દ્વારા સારું પ્રદર્શન કરવાનું મુખ્ય કારણ તેમને મળનારું ફંડિંગ છે. અહીં લાખો ડોલર્સનું ફંડિંગ થાય છે, જેથી વિદ્યાર્થીઓને સારા રિસર્ચ માટેનું વાતાવરણ મળી શકે.

બ્રિટનની યૂનિવર્સિટીઓનો પણ રેન્કિંગમાં દબદબો જોવા મળે છે. ઓક્સફર્ડનો પહેલો નંબર દર્શાવે છે કે, કઈ રીતે ત્યાં શ્રેષ્ઠ રિસર્ચ કરવામાં આવે છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, ઇમ્પીરિયલ અને UCL ટોપ-10માં સામેલ છે. આ ચારેય યૂનિવર્સિટી લંડન, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ શહેરમાં છે, જે મેડિકલ રિસર્ચનું કેન્દ્ર બનેલી છે. બ્રિટનની યૂનિવર્સિટીઝ દુનિયાનાં અન્ય કેટલાંય દેશોની સંસ્થાઓ સાથે મળીને પણ કામ કરે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.