World Bankમાં Internshipની તક, પૈસા પણ મળશે, જાણો કેવી રીતે કરવી અરજી?

World Bankનું મુખ્ય કામ વિકાસશીલ દેશોમાં ગરીબી ઓછી કરવાનું, આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવી અને સમૃદ્ધિ વધારવાનું છે. આના માટે તે ઓછા વ્યાજ દરો પર લોન પણ ઉપલબ્ધ કરાવે છે.

0
123
World Bank
World Bank

World Bankનું મુખ્ય કામ વિકાસશીલ દેશોમાં ગરીબી ઓછી કરવાનું, આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવી અને સમૃદ્ધિ વધારવાનું છે. આના માટે તે ઓછા વ્યાજ દરો પર લોન પણ ઉપલબ્ધ કરાવે છે.

ઉજ્જવલ ભવિષ્ય

શું આપ World Bankમાં Internship કરવા માંગો છો? જો આપનો જવાબ હા છે, તો આપના માટે એક સારા સમાચાર છે. વર્લ્ડ બેંક ગ્રુપનાં ‘WBG  પાયનિયર્સ’ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ World Bankનો એક મુખ્ય Internship Program છે, જેમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દુનિયાની મુખ્ય આર્થિક સંસ્થામાં કામ કરવાની તક મળે છે. ઇન્ટર્નશિપ દરમ્યાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ તો મળે છે, સાથે તે World Bankમાં કામ કરવાની પદ્ધતિને પણ સમજી શકે છે.

World Bank
World Bankનું મુખ્ય કામ વિકાસશીલ દેશોમાં ગરીબી ઓછી કરવાનું, આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવી અને સમૃદ્ધિ વધારવાનું છે. આના માટે તે ઓછા વ્યાજ દરો પર લોન પણ ઉપલબ્ધ કરાવે છે.

તેમને World Bankનાં મિશન બાબતે જણાવવામાં આવે છે. આ ઇન્ટર્નશિપનો ભાગ બનનારા વિદ્યાર્થીઓને વૈશ્વિક વિકાસમાં ફાળો આપવાનો મોકો મળે છે. WBG પાયનિયર્સ ઇન્ટર્નશિપમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં શીખવામાં આવેલી વસ્તુઓને વાસ્તવિક દુનિયામાં લાગૂ કરવા દેવામાં આવે છે. ઇન્ટર્ન પ્રભાવશાળી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. અનુભવી લોકો પાસેથી શીખે છે અને તેમને ખબર પડે છે કે, દુનિયાની સૌથી પ્રભાવશાળી સંસ્થા કઈ રીતે સંચાલન કરી રહી છે. વિદ્યાર્થીઓને નવી સ્કિલ શીખવાનો મોકો મળે છે.

કોણ અને કેવી રીતે એપ્લાય કરી શકે?

  • બેચલર્સનો અભ્યાસ કરી ચૂકેલાં વિદ્યાર્થીઓ, જે હાલ માસ્ટર્સ કરી રહ્યાં છે, તેઓ આ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.
  • માસ્ટર્સ ડિગ્રી અથવા પીએચડીનો અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ પણ આના માટે અરજી કરી શકે છે.
  • ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરનાર વ્યક્તિ પાસે 0થી 6 વર્ષનો વર્ક એક્સપીરિયન્સ હોવો જોઈએ.
  • અરજદાર પાસે કોમ્પ્યુટર અને ટેકનિકલ સ્કીલ પણ હોવી જોઈએ.

વર્લ્ડબેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકાય છે. અહીં વિદ્યાર્થીઓને સીવી, સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને એકેડમિક ટ્રાન્સસ્ક્રિપ્ટ અપલોડ કરવાની રહેશે. જો કોઈની પસંદગી થઈ જાય છે, તો તેને માર્ચ 2026 સુધીમાં જણાવી દેવામાં આવશે. આ સાથે જ તેને ઇન્ટરવ્યુ માટે પણ બોલાવવામાં આવશે.

World Bank Groupમાં પાયનિયર્સ માટે અરજી શા માટે કરવી જોઈએ?

આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સ, ઇન્વેસ્ટમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ, સોશિયલ સાયન્સીસ, એગ્રીકલ્ચર, એન્વાયર્નમેન્ટ, એન્જીનિરિંગ, અર્બન પ્લાનિંગ તથા પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ મળે છે. ઇન્ટર્ન એકાઉન્ટિંગ, કોમ્યુનિકેશન, હ્યૂમન રિસોર્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ફાઈનાન્સ જેવી વસ્તુઓને પણ શીખે છે. ઇન્ટર્નને દર કલાકના હિસાબે પૈસા પણ મળે છે. આ બાબતે જણાવવામાં નથી આવ્યું કે ઇન્ટર્નને કેટલાં પૈસા આપવામાં આવશે.

ઇન્ટર્ને રહેવાની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે. આ ઇન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને અમેરિકાનાં પાટનગર વોશિંગ્ટન ડીસી અને વર્લ્ડબેંકનાં અન્ય કાર્યાલયોમાં કામ કરવા જવું પડી શકે છે. 17 ફેબ્રુઆરી સુધી આ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.