વિદેશી વિદ્યાર્થીઓને પણ Germanyમાં FREEમાં ભણવાની તક

હાયર એજ્યુકેશન માટે Germany વિશ્વનાં સારા દેશોમાંથી એક છે. અહીં એકથી ચઢિયાતી એક ટોપ યૂનિવર્સિટીઝ આવેલી છે, જ્યાંથી ડિગ્રી મેળવી શકાય છે.

0
141
Germany
Germany

હાયર એજ્યુકેશન માટે Germany વિશ્વનાં સારા દેશોમાંથી એક છે. અહીં એકથી ચઢિયાતી એક ટોપ યૂનિવર્સિટીઝ આવેલી છે, જ્યાંથી ડિગ્રી મેળવી શકાય છે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા અંગ્રેજી ભાષી દેશોમાં ઇમિગ્રેશનનાં નિયમો કડક બની રહ્યાં છે, તેમજ અભ્યાસનો ખર્ચ પણ વધી રહ્યો છે. આ કારણથી હવે વિદ્યાર્થીઓ એવા દેશોમાં અભ્યાસ માટે જવા માંગે છે, જ્યાં તેમને ઓછા ખર્ચમાં ડિગ્રી મળી જાય. આ પ્રોફાઇલમાં Germany એકદમ ફીટ બેસે છે, જે છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતીયોની વચ્ચે ખૂબજ લોકપ્રિય થઈ રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે. સરકારી આંકડા મુજબ, હાલ Germanyમાં 52 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

Germany
હાયર એજ્યુકેશન માટે Germany વિશ્વનાં સારા દેશોમાંથી એક છે. અહીં એકથી ચઢિયાતી એક ટોપ યૂનિવર્સિટીઝ આવેલી છે, જ્યાંથી ડિગ્રી મેળવી શકાય છે.

Germanyને ભારતીય વિદ્યાર્થીઓ બે કારણથી પસંદ કરી રહ્યાં છે. જેનું પહેલું કારણ ત્યાં ફ્રીમાં થનારો અભ્યાસ છે. જર્મનીની યૂનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓએ કોઈ ટ્યૂશન ફી નથી આપવી પડતી. તેમને આને બદલે કેટલીય એડમિનિસ્ટ્રેટીવ ફી અથવા સેમેસ્ટર ફી આપવી પડે છે. આ રીતે અહીં ટ્યૂશન ફી ચૂકવ્યા વગર ડિગ્રી મેળવી શકાય છે. જર્મનીને પસંદ કરવાનું બીજું કારણ ત્યાંની ટોપ યૂનિવર્સિટીઝ છે, જેમાં ટેકનિકલ યૂનિવર્સિટી ઓફ મ્યુનિખ, હાઇડિલબર્ગ યૂનિવર્સિટી, લુડવિગ મેક્સિમિલિયન યૂનિવર્સિટી ઓફ મ્યૂનિખ, બર્લિન યૂનિવર્સિટી જેવી સંસ્થાઓ સામેલ છે.

યૂરોપનાં આ દેશમાં જતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે, Germanyમાં જવા માટે સ્ટુડન્ટ વિઝા કેવી રીતે મળશે? કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? કયા પ્રકારનાં સ્ટૂડન્ટ વિઝા હોય છે? સ્ટુડન્ટ વિઝાની ફી શું હોય છે? આવો આ બધી બાબતે વિસ્તારથી જાણીએ.

કેટલાં પ્રકારનાં જર્મન સ્ટૂડન્ટ વિઝા છે?

Germanyમાં બે પ્રકારનાં સ્ટુડન્ટ વિઝા હોય છે. જેમાં પહેલાં Visum Zu Studienzwecken અને Visum Zur Studienbewerbung છે. Visum Zu Studienzwecken સ્ટુડન્ટ વિઝા એ વિદ્યાર્થીઓને મળે છે, જેમને પહેલાંથી જ કોઈ જર્મન યૂનિવર્સિટીમાં એડમિશન મળી ચૂક્યું છે. આ જ પ્રકારે Visum Zur Studienbewerbung વિઝા એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેમને હજી સુધી કોઈ યૂનિવર્સિટીમાં એડમિશન મળ્યું નથી અથવા તેઓ એપ્લાય કરી ચૂક્યાં છે અને હજી નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે. આ બંને વિઝા નેશનલ વિઝાની કેટેગરીમાં આવે છે. સ્ટુડન્ટ વિઝાને જર્મન દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસ દ્વારા એપ્લાય કરી શકાય છે.

વિઝા ફી અને પ્રોસેસિંગ ટાઇમ કેટલો હોય છે?

Germanyનાં સ્ટુડન્ટ વિઝાની ફી 75 યૂરો છે. કેટલાંક કિસ્સામાં આ ફી માફ પણ થઈ શકે છે. જો પ્રોસેસિંગ ટાઇમની વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝા મળવામાં કેટલાંય મહિનાનો સમય લાગી શકે છે. આ જ કારણ છે કે, વિદ્યાર્થીઓએ Germanyમાં તેમનાં વર્ગો શરૂ થતાં પહેલાં જ વિઝા માટે અરજી કરી દેવી જોઈએ, જેથી તે સમય પર મળી જાય અને તેઓ જર્મની આવીને અભ્યાસ શરૂ કરી શકે.

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે?

અરજદારોને ખાસ કરીને માન્ય પાસપોર્ટ, હેલ્થ ઇન્સ્યોરન્સનાં દસ્તાવેજ, અભ્યાસ માટે યોગ્ય ફંડ હોવાની સાબિતી તથા એજ્યુકેશન સર્ટિફિકેટની જરૂર પડે છે. આ ઉપરાંત અંગ્રેજી ભાષા આવડે છે તેની પણ સાબિતી દર્શાવવાની રહેશે. આ સાથે જ જર્મન યૂનિવર્સિટીમાંથી મળેલ લેટર ઓફ એક્સેપ્ટેન્સ પણ હોવો જોઈએ. કેટલાંક કિસ્સાઓમાં વિઝા માટે સીવી અને લેટર ઓફ મોટિવેશનની પણ જરૂર પડે છે. વિઝા એપ્લિકેશન જર્મન દૂતાવાસ અથવા વિઝા સેન્ટર પર જઈને સબમિટ કરી શકાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.