IITમાં જવા માટે પહેલાં JEE એડવાન્સ્ડ આપવા છતાં પૂરી કરવી પડશે આ 5 શરતો

IITમાં એડમિશન લેવા માટે સારા માર્ક્સની સાથે JEE પરીક્ષા પણ પાસ કરવી પડતી હોય છે, પરંતુ JEE એડવાન્સ્ડ એક્ઝામમાં બેસવા માટે પણ 5 શરતો પૂરી કરવી પડે છે. એ શરતો પૂરી કર્યા વગર આપ IITની પ્રવેશ પરીક્ષા નથી આપી શકતા.

0
188
IIT
IIT

IITમાં એડમિશન લેવા માટે સારા માર્ક્સની સાથે JEE પરીક્ષા પણ પાસ કરવી પડતી હોય છે, પરંતુ JEE એડવાન્સ્ડ એક્ઝામમાં બેસવા માટે પણ 5 શરતો પૂરી કરવી પડે છે. એ શરતો પૂરી કર્યા વગર આપ IITની પ્રવેશ પરીક્ષા નથી આપી શકતા.

ઉજ્જવલ ભવિષ્ય

IITમાંથી BTech કરવાનું સ્વપ્ન એક-બે નહીં, પરંતુ કેટલીય સીડીઓ ચડવા તથા કેટલીય શરતો પર ખરા ઉતર્યા બાદ પૂર્ણ થાય છે. કેમકે માત્ર કોઈ એક પરીક્ષા પાસ કરવાથી આપને IITમાં એડમિશન નહીં મળી જાય. IIT માટેની મુખ્ય પરીક્ષા ભલે JEE Advanced એક્ઝામ આપ આપી શકશો કે નહીં, તેનો નિર્ણય ધોરણ-12માંથી જ શરૂ થઈ જાય છે. આ માટેની JEE Mains Session-1ની પરીક્ષા 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહ છે. ત્યારબાદ સેશન-2 અને ત્યારબાદ JEE Advanced 2026 આવશે. પરંતુ માત્ર JEE Advanced 2026માં બેસવાની યોગ્યતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ આ 5 શરતોને પૂરી કરવી પડશે.

IIT
IITમાં એડમિશન લેવા માટે સારા માર્ક્સની સાથે JEE પરીક્ષા પણ પાસ કરવી પડતી હોય છે, પરંતુ JEE એડવાન્સ્ડ એક્ઝામમાં બેસવા માટે પણ 5 શરતો પૂરી કરવી પડે છે. એ શરતો પૂરી કર્યા વગર આપ IITની પ્રવેશ પરીક્ષા નથી આપી શકતા.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એટલે કે 2026માં IIT રૂડકી દ્વારા JEE એડવાન્સ્ડ પરીક્ષા આયોજિત થઈ રહી છે. સંસ્થાએ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર યોગ્યતા અંગેની તમામ માહિતી આપી છે. જેમાં 5 ક્રાઇટેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દરેકને પૂર્ણ કરવા જરૂરી છે. તો પરીક્ષાની તૈયારીની સાથે-સાથે આપ આ શરતો પર પણ નજર નાંખી લો, તેને પૂર્ણ કરવી જરૂરી છે.

JEE Mains 2026માં પર્ફોર્મન્સ

JEE Advanced 2026માં સામેલ થવા માટેની પહેલી શરત એ છે કે, વિદ્યાર્થીએ Jee Mains 2026માં પાસ થવા ઉપરાંત દેશનાં ટોપ 2.50 લાખ વિદ્યાર્થીઓની રેન્ક લિસ્ટમાં સામેલ થવાનું રહેશે. તેમાં પણ અનામત લાગૂ રહેશે, જેમકે…

  • જનરલ કેટેગરીનાં 40.5% એટલે કે, 1,01,205 વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટ થશે. એમાં પણ 5% વિદ્યાર્થીઓ દિવ્યાંગ ક્વોટા (General PwD)નાં હશે.
  • એ જ રીતે જનરલ ઈડબલ્યૂએસ અને General EWS PwDનાં 25,000 વિદ્યાર્થીઓ (10%) હશે.
  • ઓબીસી એનસીએલ અને OBC NCL દિવ્યાંગ ક્વોટામાં કુલ 67,500 (27%) પસંદ કરવામાં આવશે.
  • એસસી અને SC દિવ્યાંગ શ્રેણીમાં કુલ 37,500 (15%) વિદ્યાર્થીઓ પસંદ કરાશે.
  • એસટી અને ST PWD શ્રેણીમાંથી કુલ 18750 વિદ્યાર્થીઓ (7.5%) પાત્ર ઠરશે.
  • IIT રૂડકી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો બે કે વધુ વિદ્યાર્થીઓનાં રેન્ક અથવા માર્ક્સ સરખા (ટાઈ) થાય છે, તો આ પરિસ્થિતિમાં JEE Advanced માટે જેઈઈ મેઇન્સમાં શોર્ટલિસ્ટ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2.50 લાખથી થોડી વધુ થઈ શકે છે.

JEE Advanced માટે વયમર્યાદા

JEE Advancedની વાત કરીએ, તો આમાં માત્ર એ જ વિદ્યાર્થીઓ સામેલ થઈ શકશે, જેમનો જન્મ ઓક્ટોબર, 2001 અથવા તે પછી થયો હશે. જોકે એસસી, એસટી અને દિવ્યાંગ શ્રેણીનાં ઉમેદવારોને લઘુત્તમ વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટ મળશે. આ મુજબ આ શ્રેણીઓમાં ઉમેદવારો માટે વયમર્યાદાની કટઓફ ડેટ 1 ઓક્ટોબર, 1996 નક્કી કરવામાં આવી છે.

IIT JEEમાં કેટલાંય પ્રયત્ન

ત્રીજી શરત છે, જેઈઈ એડવાન્સ્ડમાં વધુમાં વધુ પ્રયત્નોની સંખ્યા. એક વિદ્યાર્થી આઈઆઈટી જેઈઈ એડવાન્સ્ડની પરીક્ષા વધુમાં વધુ બે વાર આપી શકે છે. એ પણ સળંગ બે વર્ષ. ગેપ સાથે નહીં.

ધો. 12 બોર્ડ પરીક્ષાનો JEE સાથે સંબંધ

એવું નથી કે ધોરણ-12 બોર્ડની પરીક્ષા પાસ કર્યાના 3-4 વર્ષ બાદ પણ આપ જેઈઈની પરીક્ષા આપી શકશો. અહીં સૌથી પહેલી શરત એ લાગૂ પડે છે કે, વિદ્યાર્થીએ પહેલી વાર ધોરણ 12ની બોર્ડ પરીક્ષા વર્ષ 2025 કે 2026માં આપેલી હોવી જોઈએ. એમાં તેમના ફરજિયાત વિષયોમાં ફીઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ હોવા જોઈએ. અહીં પરીક્ષા આપવાનો મતલબ છે કે, બોર્ડે તે વર્ષે પરિણામ જાહેર કરેલ હોવા જોઈએ, ભલે પરીક્ષા આયોજિત થઈ હોય કે નહીં. જો રિઝલ્ટ આવ્યું છે, અને કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ રોકી દેવામાં આવ્યું છે, તો તેને તે વર્ષે અપીયર્ડ માનવામાં આવશે.

જો કોઈ વિદ્યાર્થીનું શૈક્ષણિક સત્ર 2023-24 માટે બોર્ડનું રિઝલ્ટ 18 જૂન 2024 કે તે પછી જાહેર થયું હોય, તો તે બોર્ડના તેવા વિદ્યાર્થી કે જેણે 2024માં તે પરીક્ષા આપી હતી, તેને પણ જેઈઈ એડવાન્સ 2026ની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. પરંતુ તે અન્ય શરતો પણ પૂર્ણ કરતો હોવો જોઈએ.

પહેલાંથી IITમાં પ્રવેશ મેળવ્યો હોય

કોઈપણ વર્ષમાં જેઈઈ એડવાન્સ્ડ એક્ઝામમાં સામેલ થવા માટે એ પણ જરૂરી છે કે, આપે પહેલાં કોઈપણ આઈઆઈટી કે કોઈ એવા એકેડમિક કોર્સમાં એડમિશન ન લીધેલ હોવું જોઈએ, જે JoSAA બિઝનેસ રૂલ 2025માં લિસ્ટેડ હોય. પછી ભલે આપે તે કોર્સ પૂર્ણ કર્યો હોય કે ન કર્યો હોય, આઈઆઈટીની સીટ ઓનલાઇન રિપોર્ટ કરીને અથવા રિપોર્ટિંગ સેન્ટર પર જઈને એક્સેપ્ટ કરી હોય કે નહીં. એવા વિદ્યાર્થીઓ જેમનું પહેલાં પણ કોઈ કારણસર આઈઆઈટીમાંથી એડમિશન કેન્સલ થયું હોય, તેઓ પણ અયોગ્ય માનવામાં આવશે.

પરંતુ જો આપે 2025માં પહેલીવાર કોઈ આઈઆઈટીનાં કોઈ પ્રિપેરેટરી કોર્સમાં એડમિશન લીધું હોય, તો આપ JEE Adv 2026 માટે યોગ્ય ગણાશો. એવા વિદ્યાર્થીઓ જેમને JoSAA 2025 દ્વારા આઈઆઈટી સીટ ફાળવવામાં આવી હતી, પરંતુ તેમણે રિપોર્ટ નથી કર્યું, અથવા સીટ એલોટમેન્ટનાં છેલ્લાં રાઉન્ડ પહેલાં વિડ્રો કરી લીધું હતું, અથવા એલોટમેન્ટનાં લાસ્ટ રાઉન્ડથી પહેલાં સીટ કેન્સલ કરી નાંખી હતી, તેઓ પણ જેઈઈ એડવાન્સ્ડ 2026 માટે યોગ્ય માનવામાં આવશે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.