ISROમાં નીકળી ટેકનિકલ આસિસ્ટન્ટ, કુક જેવા પદો પર ભરતી, બેસિક સેલેરી 1.77 લાખ સુધી

ISROના સતીશ ધવન અવકાશ કેન્દ્રએ સાયન્ટીસ્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત કેટલાક પદો પર ભરતી બહાર પાડી છે. જેની અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

0
309
ISRO
ISRO

ISROના સતીશ ધવન અવકાશ કેન્દ્રએ સાયન્ટીસ્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત કેટલાક પદો પર ભરતી બહાર પાડી છે. જેની અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

ઉજ્જવલ ભવિષ્ય

ISROમાં જો આપ સરકારી નોકરી કરવા માંગો છો, તો આપના માટે ખુશખબર છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નાં સતીષ ધવન અવકાશ કેન્દ્ર, શ્રી હરિકોટા દ્વારા અલગ અલગ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, તથા ઓફિશિયલ વેબસાઇટ apps.shar.gov.in પર અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેમાં ઉમેદવારો અંતિમ તારીખ 14 નવેમ્બર, 2025 સુધી અરજી કરી શકે છે.

ISRO
ISROના સતીશ ધવન અવકાશ કેન્દ્રએ સાયન્ટીસ્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત કેટલાક પદો પર ભરતી બહાર પાડી છે. જેની અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

[table id=1 /]

Indian Space Research Center ભારત સરકારની રાષ્ટ્રીય અવકાશ એજન્સી છે, જે અવકાશ સંશોધન તથા વિકાસ સાથે જોડાયેલ રિસર્ચ માટેનું કામ કરે છે. આપ પણ આ અવકાશ એજન્સીમાં જોડાઈ શકો છો અને તેમાં નોકરી મેળવી શકો છો.

ISROમાં નોકરી માટે શું યોગ્યતા હોવી જોઈએ?

ISROની આ ભરતી માટે અરજી કરવા માટે પોસ્ટ પ્રમાણે અલગ-અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. બીઈ, બીટેક, બીએસસી એન્જીનિયર, ડિપ્લોમા, કેમિકલ એન્જીનિયરિંગ ડિપ્લોમા, બીએસસી, બીએ, ગ્રેજ્યુએશન, એસએસએલસી, એસએસસી પાસ સાથે આઈટીઆઈ, 10 પાસ, નર્સિંગ ડિપ્લોમા અથવા તેની સમકક્ષ યોગ્યતા ધરાવનારા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. આપ યોગ્યતાની સાથે જોડાયેલી ડિટેલ્સ માટે અરજી કરવાની જાહેરાત પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

ISROમાં ભરતી અંગેની અન્ય માહિતી

  • ઉંમર મર્યાદાઃ 14 નવેમ્બર, 2025ના રોજ અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. જોકે અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
  • પગારધોરણઃ 19900 રૂપિયાથી લઈને 177000 રૂપિયા માસિક સેલેરી હોદ્દા મુજબ મળવાપાત્ર રહેશે.
  • પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન, મેડિકલ વગેરે તબક્કાઓનાં આધાર પર પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • આ વિવિધ હોદ્દા માટે અરજી કરવા હેતુ ઉમેદવારે સૌથી પહેલાં સતીશ ધવન અવકાશ કેન્દ્ર શાર, હરિકોટાની સત્તાવાર વેબસાઇટ shar.gov.in ને સર્ચ કરવી.
  • અહીં Career સેક્શનમાં જાઓ. આપે SDSC SHAR/RMT/01/2025 dated 16.10.2025 View Advertisementની સામે Click Here to Apply ની લિંક પર ક્લિક કરવાની રહેશે.
  • હવે આપે જે પોસ્ટ માટે અરજી કરવાની છે, તેની પર ક્લિક કરો.
  • આપની બેસિક ડિટેલ્સ ભરીને રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગઇન કરો.
  • હવે જે-જે ડિટેલ્સ આપની પાસે માંગવામાં આવે છે, તે બિલકુલ વ્યવસ્થિત રીતે ભરી દો.
  • ડોક્યુમેન્ટ્સમાં આપે આપના ફોટોગ્રાફની ડિઝિટલ કોપી 40KB સાઇઝમાં JPEG ફોરમેટમાં અપલોડ કરવાની રહેશે.
  • આ જ રીતે આપની સિગ્નેચર 20KBમાં અપલોડ કરો.
  • આપ આપની શ્રેણી તથા પોસ્ટ પ્રમાણે અરજી માટેની ફીની ચૂકવણી કરો.
  • ફોર્મના ફાઈનલી સબ્મિટ કર્યા બાદ અરજી ફીની ચૂકવણી કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે રાખી લો.

ઇસરોની આ ભરતી અંગે વધુ માહિતી મેળવવા માટે અરજદાર ઇસરો શારની સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.