H-4 Visaને લઇને અમેરિકન સુપ્રીમ કોર્ટે આપ્યા ગુડ ન્યૂઝ

H-4 Visaને લઈને છેલ્લાં કેટલાંય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના પર અમેરિકન સુપ્રીમ કોર્ટે ફેંસલો આપ્યો છે કે તેમને Job કરવા માટેની પરમિશન મળતી રહેશે.

0
331
H-4 Visa
H-4 Visa

H-4 Visaને લઈને છેલ્લાં કેટલાંય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના પર અમેરિકન સુપ્રીમ કોર્ટે ફેંસલો આપ્યો છે કે તેમને Job કરવા માટેની પરમિશન મળતી રહેશે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકામાં H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને આપવામાં આવતા H-4 Visaને લઈને ખાસ્સો વિવાદ ચાલી રહ્યો છે. આ વિઝા દ્વારા H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથી એટલે કે પતિ/પત્ની દેશમાં જોબ કરી શકે છે. જોકે, હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે H-4 Visaને લઈને મહત્વનો ફેંસલો આપ્યો છે, જે H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકામાં મળનાર H-4 Visa દ્વારા H-1B હોલ્ડર્સના જીવનસાથી તથા 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દેશમાં આવી શકે છે.

H-4 Visa
H-4 Visaને લઈને છેલ્લાં કેટલાંય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના પર અમેરિકન સુપ્રીમ કોર્ટે ફેંસલો આપ્યો છે કે તેમને Job કરવા માટેની પરમિશન મળતી રહેશે.

અમેરિકામાં જોબ માટે જનારા મોટાભાગના H-1B હોલ્ડર્સના જીવનસાથી ખૂબજ ભણેલા ગણેલા હોય છે. પરંતુ અમેરિકામાં તેમને Job માટે અલગથી વિઝા એપ્લાય કરવાની જરૂર પડે છે. આ એક ખૂબજ મોટી સમસ્યા રહેતી હતી, જેના લીધે સારૂં એજ્યુકેશન મેળવ્યા બાદ પણ જોબ કરવી મુશ્કેલ હતી. તેને જોતાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં H-4 વિઝા લાવવામાં આવ્યા, જેથી H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને જોબ કરવાની પરમિશન મળી શકે. આ વિઝા ખૂબજ વધુ વિવાદોમાં રહ્યા છે અને તેને ખતમ કરવાની પણ માંગ ઉઠી રહી છે.

કોર્ટે શું ફેંસલો આપ્યો?

સુપ્રીમ કોર્ટે હાલમાં જ ચુકાદો આપ્યો છે કે, H-4 વિઝા દ્વારા H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને દેશમાં જોબ કરવાની પરવાનગી મળતી રહેશે. Save Jobs USA નામની સંસ્થાએ H-4 Visa દ્વારા મળનારા અધિકારોને કોર્ટમાં પડકાર્યા હતા. તેમનું કહેવું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) H-4 વિઝા હોલ્ડર્સને જોબનો અધિકાર આપીને પોતાની શક્તિઓથી વધુ નિર્ણયો લે છે. તેમને જોબ કરતા રોકવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે H-4 Visaની સામેની અપીલને નકારી કાઢી છે.

કોર્ટના નિર્ણયમાં શું ફાયદો છે?

સુપ્રીમ કોર્ટનો નિર્ણય H-1B વિઝા હોલ્ડર્સના પરિવાર માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. હવે H-1B  વિઝા હોલ્ડર્સના જીવનસાથી ન માત્ર H-4 Visa દ્વારા દેશમાં આવી શકશે, પરંતુ તેઓ સહેલાઈથી નોકરી પણ કરી શકશે. પતિ-પત્ની બંનેના નોકરી કરવાને લીધે ઘરની કમાણી પણ સારી થાય છે. આ અમેરિકામાં આવક વધારવા માટેનો ખૂબ સારો રસ્તો છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે H-1B વિઝાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ વિઝા પ્રોગ્રામને રદ કરવાની માંગ પણ ચાલી રહી છે.

H-4 Visa શું છે?

H-4 Visa એક ડિપેન્ડેડ વિઝા છે, જે નોનઇમિગ્રન્ટ વર્કર્સના જીવનસાથી તથા 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે છે. H-1B, H-1C, H-2A, H-2B અને H-3 વિઝા હોલ્ડર્સના જીવનસાથી તથા તેમના બાળકોને આ વિઝા મળે છે. આ વિઝા ત્યાં સુધી માન્ય છે, જ્યાં સુધી H-1B, H-1C, H-2A, H-2B અને H-3 વિઝા હોલ્ડર્સને અમેરિકામાં જોબની છૂટ છે. આ વિઝા દ્વારા વર્કર્સના બાળકો અમેરિકામાં અભ્યાસ પણ કરી શકે છે. પરંતુ જોબ માટે કેટલીક જરૂરી શરતોને પૂરી કરવી પડે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.