Jobમાંથી Resign આપતી વખતે ન કરતા આ 5 ભૂલ, નહીંતર પસ્તાવું પડશે

Jobમાંથી Resign આપતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવું ખૂબજ જરૂરી છે. ભવિષ્યમાં આવી નાની ભૂલો આપની તકલીફમાં વધારો કરી શકે છે. એવી જ 5 ભૂલો છે, જે Jobમાંથી Resign આપતી વખતે ક્યારેય ન કરતા...

0
418
Resign
Resign

Jobમાંથી Resign આપતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવું ખૂબજ જરૂરી છે. ભવિષ્યમાં આવી નાની ભૂલો આપની તકલીફમાં વધારો કરી શકે છે. એવી જ 5 ભૂલો છે, જે Jobમાંથી Resign આપતી વખતે ક્યારેય ન કરતા…

ઉજ્જવલ ભવિષ્ય

Jobમાંથી Resign આપી દીધું છે… અથવા આપવાના છો? જો આપ પ્રાઇવેટ Jobમાં છો તો ક્યારેક ને ક્યારેક તો આપની જિંદગીમાં એવો સમય આવશે જ, જેમાં તમે Job ચેન્જ કરશો. કોઈ જોબમાંથી Resign આપશો. જ્યારે પણ તે સમય આવે, આ આર્ટિકલ આપને ખૂબજ ઉપયોગી થશે. અહીં એવી 5 વાતો બતાવવામાં આવી છે, જેને દરેક વ્યક્તિએ Resign આપતી વખતે ખૂબજ ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ કે ઉતાવળ, ગુસ્સો અથવા બેદરકારીમાં લોકો ઘણીવાર મોટી ભૂલ કરી બેસે છે. જેનો સમય જતાં તેમને પસ્તાવો પણ થાય છે.

Resign
Jobમાંથી Resign આપતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવું ખૂબજ જરૂરી છે. ભવિષ્યમાં આવી નાની ભૂલો આપની તકલીફમાં વધારો કરી શકે છે. એવી જ 5 ભૂલો છે, જે Jobમાંથી Resign આપતી વખતે ક્યારેય ન કરતા…

દિલ નહીં પરંતુ દિમાગથી નિર્ણય લો

Job છે, તો 10 જાતનાં ટેન્શન પણ રહેશે. વર્ક પ્રેશર, સ્ટ્રેસ, ઓફિસ પોલિટિક્સ… આપની માનસિક શાંતિને છીનવી લેનારા ઘણા કારણો હશે. પરંતુ વાત જ્યારે Jobમાંથી Resign આપવાની હોય, ત્યારે ફ્રસ્ટેશનમાં આવીને માત્ર દિલનું માનવાને બદલે દિમાગથી પણ વિચારો. પ્લાનિંગ કરો અને ત્યારબાદ જોબ છોડવાનો નિર્ણય કરો.

નોટિસ પીરિયડ

મોટાભાગની કંપનીઓમાં હવે નોટિસ પીરિયડ બેથી ત્રણ મહિનાનો થઈ ગયો છે. પરંતુ દરેક કંપની એ પણ ઇચ્છતી હોય છે કે, નવો એમ્પ્લોઈ જલ્દીમાં જલ્દીથી જોઈન કરી લે. આ બંનેની વચ્ચે કર્મચારી મૂંઝવણમાં રહે છે. પરંતુ, એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપની કોશિશ એ જ હોવી જોઈએ કે આપ જૂની કંપનીમાં પોતાનો નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા બાદ જ જોબ છોડો. આનાથી આપની ઇમેજ અને ક્રેડિટિબિલીટી બની રહેશે.

ડોક્યુમેન્ટ્સ અધૂરા ન રાખો

એક્ઝીટ ફોર્માલિટીઝ દરમ્યાન આપે એ વાતની ચોકસાઈ કરી લેવી જરૂરી બને છે કે, આપે દરેક જરૂરી દસ્તાવેજની કોપી સેવ કરી લીધી છે અથવા તેની પ્રિન્ટ કાઢી લીધી છે. કેમકે કારકિર્દીમાં ક્યારેય પણ આમાંથી કોઈપણ વસ્તુની જરૂર પડી શકે છે. એ સમયે સામાન્ય તથા ફાલતુ લાગનાર ડોક્યુમેન્ટનું એરેન્જમેન્ટ કરવું પણ ખૂબજ મુશ્કેલ બની જતું હોય છે.

કામ અધૂરૂં ન છોડો

‘હું તો હવે જઈ રહ્યો છું, મારે શું?’ આવું વલણ યોગ્ય નથી. કેટલાંક લોકો પોતાના નોટિસ પીરિયડમાં કામ કરતાં જ નથી, અથવા તો અધૂરું કરે છે. જ્યારે તે દરમ્યાન આપની કોશિશ એવી હોવી જોઈએ કે આપ રાજીનામું આપ્યા બાદ પણ પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરો. જેનાથી ટીમ અને મેનેજર બંનેના મનમાં આપના માટે ઇજ્જત અને સમ્માન વધશે. તમારા મોઢે કોઈ તમારા વખાણ કરે કે ન કરે, પરંતુ તે તમારા માટે ભવિષ્યના કોઈ રસ્તા ખુલ્લા રાખશે.

સમ્બંધ ન બગાડો

ક્યારે કોની જરૂર પડી જાય અને ક્યારે તમને કોણ મળી જાય, તે કોઈ નથી જાણતું. આ માટે પ્રોફેશનલ જગ્યાઓ પર લોકો સાથે સંબંધ બગાડવો આપના માટે જ ખરાબ સાબિત થઈ શકે છે. કેરિયર એક્સપર્ટ્સ કહે છે કે, એ જરૂરી નથી કે આપ લોકોની સાથે હસી હસીને ખૂબ વાતો કરો. પરંતુ એવો કોઈ ઝઘડો પણ ન કરે તો તે આપને દુશ્મન માની બેસે. એક્ઝીટ ફોર્મ હોય કે ફીડબેક, તેને સારી ભાષામાં ભરો. મતભેદ થવા ખૂબજ સામાન્ય વાત છે. પરંતુ કોશિશ એવી જ રાખવી જોઈએ કે મનભેદ ન થાય.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.