Googleમાં વેકેન્સી નીકળી છે Software Engineerની, કરી દો એપ્લાય

દુનિયાની સૌથી મોટી ટેક કંપની Googleમાં ઘણાબધા પ્રકારની વેકેન્સી નીકળતી રહે છે. જેમાંથી વધારે પડતી વેકેન્સી IT ફિલ્ડમાં હોય છે. તો વધુ વિચાર્યા વગર એપ્લાય કરી દો.

0
375
Google
Google

દુનિયાની સૌથી મોટી ટેક કંપની Googleમાં ઘણાબધા પ્રકારની વેકેન્સી નીકળતી રહે છે. જેમાંથી વધારે પડતી વેકેન્સી IT ફિલ્ડમાં હોય છે. તો વધુ વિચાર્યા વગર એપ્લાય કરી દો.

ઉજ્જવલ ભવિષ્ય

દુનિયાની સૌથી મોટી ટેક કંપની Googleમાં Job કરવાનું સપનું જોઈ રહેલાં લોકો માટે ગુડ ન્યૂઝ છે. Google જાપાનની રાજધાની ટોક્યો સ્થિત પોતાની ઓફિસ માટે Software Engineer હાયર કરવા માંગે છે. તેણે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર વેકેન્સી માટેની પોસ્ટ મૂકી છે. જો આપ પણ ગૂગલમાં નોકરી કરવા માંગો છો, તો આ Job માટે એપ્લાય કરી શકો છો. જે પોસ્ટ માટે વેકેન્સી નીકળી છે, તે પોસ્ટનું નામ છે… ‘સોફ્ટવેર એન્જીનિયર, ડિસ્કવર યૂજીસી કન્ટેન્ટ’.

Google
દુનિયાની સૌથી મોટી ટેક કંપની Googleમાં ઘણાબધા પ્રકારની વેકેન્સી નીકળતી રહે છે. જેમાંથી વધારે પડતી વેકેન્સી IT ફિલ્ડમાં હોય છે. તો વધુ વિચાર્યા વગર એપ્લાય કરી દો.

જો આપ આ જોબ માટે એપ્લાય કરવા માંગો છો તો આપે ગૂગલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. ગૂગલ પોતાના કર્મચારીઓને નોકરીની સાથે ઘણાબધા પ્રકારના ફાયદા આપે છે. Software Engineerને જે ગૂગલ ડિસ્કવર પર કામ કરવાનું હોય છે, તે એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દુનિયાભરની વેબસાઇટ પર શેર કરવા માટેની ન્યૂઝ આવે છે. દરેકનું ડિસ્કવર ફીડ અલગ હોય છે. જેના લીધે સોફ્ટવેર એન્જીનિયરે એ ઠીક કરવાનું હોય છે, જેથી સર્ચ કરનારનો User Experience સારો રહે.

કઈ શરત પર મળશે નોકરી?

  • બેચલર ડિગ્રી અથવા તેની સમાંતર પ્રેક્ટિકલ એક્સપીરિયન્સ
  • C++ અથવા Pythonમાં સોફ્ટવેર ડેવલપમેન્ટનો બે વર્ષનો અનુભવ
  • માસ્ટર ડિગ્રી અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા તેની સાથે જોડાયેલ ટેકનિકલ ફિલ્ડમાં પીએચડી
  • મોટા પ્રમાણમાં ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનો અનુભવ
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)/મશીન લર્નિંગ ડેવલપમેન્ટવાળા ટૂલ્સ અને ફ્રેમવર્કનો એક્સપીરિયન્સ
  • સર્ચ ટેકનોલોજી અને ઇન્ફર્મેશન રીટ્રિવલની સાથેનો અનુભવ

શું કામ કરવાનું રહેશે?

સોફ્ટવેર એન્જીનિયર તરીકે આપે ડિસ્કવરમાં યૂઝર જનરેટેડ કન્ટેન્ટ (UGC)ની ક્વોલિટીમાં સુધાર કરવા માટે સોફ્ટવેર સોલ્યુશન્સને ડિઝાઇન, ટેસ્ટ, ડિપ્લોય અને જાળવણી કરવાની રહેશે. કન્ટેન્ટ ક્વોલિટી સિગ્નલની સાથે એક્સપેરિમેન્ટ કરવાના રહેશે. ક્વોલિટીમાં સુધારો કરવા માટે જોર લગાવવું પડશે. કન્ટેન્ટની ક્વોલિટીના અલગ અલગ સિગ્નલને લાગૂ કરવા તથા તેની સાથે પ્રયોગ કરવા. ક્વોલિટીમાં સુધારો લાવવા માટે એક્સપેરિમેન્ટના રિઝલ્ટ તથા સિસ્ટમના પ્રદર્શનનું વિશ્લેષણ કરવું.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.