દેશની ટોપ કોલેજોમાં એન્જીનિયરિંગ કોર્સિસમાં એડમિશન JEE પરીક્ષા, JoSSA કાઉન્સેલિંગ તથા CSAB કાઉન્સેલિંગનાં આધાર પર થાય છે. જોકે, કાઉન્સેલિંગની બંને ઓથોરિટીમાં ખૂબજ અંતર હોય છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતમાં બીટેકમાં એડમિશન માત્ર JEE પરીક્ષા પાસ કરવાથી જ નથી મળી જતું, પરંતુ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં પણ ભાગ લેવો પડે છે. દેશની ટોપ એન્જીનિયરિંગ કોલેજોમાં બેઠકોની ફાળવણી જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSSA) તથા સેન્ટ્રલ સીટ એલોકેશન બોર્ડ (CSAB) દ્વારા થાય છે. બંને કાઉન્સેલિંગ ઓથોરિટીમાં કેટલાંક તફાવત પણ છે. બંને એન્જીનિયરિંગ કોલેજો માટે સીટ એલોકેશનમાં સામેલ છે, પરંતુ તેમની વચ્ચે કેટલોક ખાસ તફાવત છે. જે દરેક ઉમેદવારને અરજી કરતા પહેલાં ખબર હોવી જોઈએ. આવો અહીં આ પાંચ તફાવતને સમજીએ.

JoSSA શું છે?
જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSSA) IIT, NIT, IIIT સરકારી ભંડોળથી ચાલતી ટેકનિકલ સંસ્થાઓ (GFIT) માટે સમગ્ર બેઠક ફાળવણીની પ્રક્રિયાને મેનેજ કરવા માટેની ઓથોરિટી છે. તેનું મુખ્ય કામ એન્જીનિયરિંગ કોલેજોમાં સેન્ટ્રલાઇઝ્ડ તથા પારદર્શી રીતે બેઠકોની ફાળવણીની પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. JoSSA દ્વારા બેઠકોની ફાળવણીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને JEE મેઇન્સ તથા એડવાન્સ્ડ પરીક્ષા પાસ કરવાની હોય છે.
JoSSA તથા CSABમાં 5 મોટા તફાવત
જોસા કાઉન્સેલિંગ ખાસ કરીને JEE એડવાન્સ્ડનાં રિઝલ્ટ બાદ તરત જ જૂન-જુલાઈની આસપાસ હોય છે. રજિસ્ટ્રેશન, ચોઇસ ફીલિંગ તથા બેઠકોની ફાળવણી એક નક્કી શેડ્યૂલમાં થાય છે. CSAB કાઉન્સેલિંગ જોસા રાઉન્ડ પૂર્ણ થયા બાદ થાય છે. આવો જોસા તથા CSABમાં 5 મોટા તફાવત બાબતે જાણીએ.
[table id=21 /]
રાઉન્ડની સંખ્યા અને બેઠકોની ફાળવણીની પ્રક્રિયા
જોસા દ્વારા NITs, IITs તથા GFTIsમાં સીટો ભરવા માટે કાઉન્સેલિંગનાં ખાસ કરીને છ રાઉન્ડ હોય છે. જેમાં ઉમેદવાર પ્રાયોરિટી લિસ્ટમાં કોલેજ તથા બ્રાન્ચ પસંદ કરે છે તથા સીટો રેન્ક, ચોઇસ તથા ઉપલબ્ધતાના આધારે ફાળવવામાં આવે છે. CSAB સામાન્ય રીતે વધેલી સીટોને ભરવા માટે જોસા બાદ 1-2 વધારાના રાઉન્ડ કરે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

