શું હોય છે Prompt Engineering? તે કર્યા બાદ ક્યાં Job મળે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં Prompt Engineeringનો કોર્સ અને તેનાથી જોડાયેલી જોબ પ્રોફાઇલ્સ ટ્રેન્ડમાં છે. આવનારા સમયમાં તેમાં નોકરી મળવાની તકો વધવાની સંભાવના છે. એવામાં એ જાણવું જરૂરી છે કે, પ્રોમ્પ્ટ એન્જીનિયરિંગ શું છે, અને તે કર્યા બાદ કેવી જોબ મળે છે? તો આવો જાણીએ...

0
132
Prompt Engineering
Prompt Engineering

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં Prompt Engineeringનો કોર્સ અને તેનાથી જોડાયેલી જોબ પ્રોફાઇલ્સ ટ્રેન્ડમાં છે. આવનારા સમયમાં તેમાં નોકરી મળવાની તકો વધવાની સંભાવના છે.

ઉજ્જવલ ભવિષ્ય

સમગ્ર વિશ્વમાં હાલ એ જ ચર્ચા ચાલી રહી છે કે, ટેકનોલોજીનાં વ્યાપને લીધે નોકરીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નાં આવ્યા બાદ ઘણાં લોકોને તેની ચિંતા પણ થઈ રહી છે. જોકે, એ સમજવું જરૂરી છે કે, ટેકનોલોજીની સાથે આગળ વધવાનું છે, અને AI ઘણાં કામો જાતે નથી કરી શકતું. એવામાં કામ કરવા અને કરાવવા માટે ChatGPT સહિત ઘણાં AI Toolsનું જ્ઞાન હોવું જરૂરી બની ગયું છે. કેમકે આ ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે જે નિર્દેશ આપવાનાં હોય છે, તેને Prompt કહેવામાં આવે છે. સારા પ્રોમ્પ્ટ લખવા માટે Prompt Engineerની જરૂર હોય છે અને એ જ કારણ છે કે, આજે પ્રોમ્પ્ટ એન્જીનિયરિંગ ટ્રેન્ડમાં છે. અહીં વિસ્તારપૂર્વક સમજીએ કે શું હોય છે Prompt Engineering અને તે કર્યા બાદ નોકરીની તકો કેવી હોય છે?

Prompt Engineering
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં Prompt Engineeringનો કોર્સ અને તેનાથી જોડાયેલી જોબ પ્રોફાઇલ્સ ટ્રેન્ડમાં છે. આવનારા સમયમાં તેમાં નોકરી મળવાની તકો વધવાની સંભાવના છે.

શું હોય છે Prompt Engineering?

Prompt Engineeringનો અર્થ AI ટૂલ્સ પાસેથી યોગ્ય જવાબ મેળવવા માટે યોગ્ય સવાલ અને ઇન્સ્ટ્રક્શન તૈયાર કરવા. આપ જેવા સવાલ અને ઉદાહરણ આપો છો, AI ટૂલ્સ તેને સમજીને તે પ્રકારનાં ઉત્તર આપે છે. આને આપ AI માટેનો રોડમેપ તૈયાર કરવા જેવું સમજી શકો છો. આમાં યોગ્ય શબ્દોની પસંદગી કરવી, સ્પષ્ટ નિર્દેશ (પ્રોમ્પ્ટ) આપવા તથા જરૂર હોય ત્યારે સવાલને વિસ્તારથી સમજવા સામેલ છે. જો પ્રોમ્પ્ટ સારી રીતે લખવામાગં આવ્યા હોય તો AI ટૂલ આપની જરૂરિયાતને સમજીને તે પ્રકારે આઉટપુટ આપે છે. દા.ત. જો આપ ChatGPT પાસેથી કોઈ માહિતી મેળવવા માંગો છો તો યોગ્ય Prompt આપવાથી AI ટૂલ્સ તેને યોગ્ય રીતે સમજીને આપને જવાબ આપશે.

Prompt Engineeringમાં શું શીખવવામાં આવે છે?

  • Prompt Engineeringમાં આપ શીખો છો કે, AIને યોગ્ય રીતે નિર્દેશ (Prompt) કેવી રીતે આપવો.
  • ડેટા કેવી રીતે ઇનપુટ કરવા, જેનાથી આપને સારું રિઝલ્ટ મળે.
  • તેમાં એ પણ જણાવવામાં આવે છે કે, AIની મર્યાદાઓ શું છે અને તેનો એથિકલ એટલે કે યોગ્ય રીતે કેવી રીતે ઉપયોગ કરવો.
  • તેમાં આપને માત્ર AI ટૂલ્સ કામ કરવાનું જ નહિ, પરંતુ સમજણ તથા જવાબદારીપૂર્વક AI પાસેથી કામ લેવાનું પણ શીખવવામાં આવે છે.
  • Prompt Engineering શીખીને આપ AI સાથે સ્માર્ટ, સરળ અને સુરક્ષિત રીતે કામ કરી શકો છો.

Prompt Engineering કર્યા બાદ કેવી જોબ મળે છે?

જો નોકરીની વાત કરીએ તો Prompt Engineering કર્યા બાદ ટેક, હેલ્થકેર, ફાઈનાન્સ અને એજ્યુકેશન જેવા દરેક સેક્ટરમાં કામ કરવાની તકો મળે છે. અહીં આપ કેટલીક જોબ પ્રોફાઇલ્સ જોઈ શકો છો.

  • પ્રોમ્પ્ટ એન્જીનિયરઃ AI મોડલ પાસેથી યોગ્ય પરિણામો મેળવવા માટે કમાન્ડ તૈયાર કરવા.
  • AI પ્રોમ્પ્ટ સ્પેશ્યાલિસ્ટઃ અલગ-લગ પ્રોમ્પ્ટ ડિઝાઇન અને ઓપ્ટિમાઇઝ કરવા.
  • AI ઇંટરેક્શન ડિઝાઇનરઃ યૂઝર અને એઆઈની વચ્ચે યોગ્ય ઇન્ટરફેસ ડિઝાઇન કરવું.
  • AI એપ્લિકેશન એન્જીનિયરઃ AI ટૂલ્સ અને એપ્લિકેશન બનાવવી.
  • કન્ટેન્ટ ઓટોમેશન સ્પેશ્યાલિસ્ટઃ AIનાં માધ્યમથી કન્ટેન્ટ ક્રિએશન અને ઓપ્ટિમાઇઝેશન
  • ડેટા ટ્રેનિંગ સ્પેશ્યાલિસ્ટઃ AI મોડલ માટે ડેટા તૈયાર અને ક્લીન કરવા.

Prompt Engineering કોણ કરી શકે છે?

જે લોકો AI ટૂલ્સ અથવા મોડલ્સને સમજવા માંગે છે તેઓ પ્રોમ્પ્ટ એન્જીનિયરિંગ કરી શકે છે. બેસિક કોમ્પ્યુટર નોલેજ તથા લોજિકલ થિન્કિંગની સાથે પ્રેક્ટિસ અને નાના પ્રોજેક્ટ સાથે શીખી શકાય છે. તેના માધ્યમ ઓનલાઇન કોર્સ, વીડિયો ટ્યુટોરિયલ અને પ્રેક્ટિસ પ્રોજેક્ટ્સ છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.